બાળકોમાં તાવ કે ઊલટીના લક્ષણો દેખાય તો સાવધાન, ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ અને સ્ટાર હેલ્થની અપીલ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતમાં છેલ્લા પાંચ સપ્તાહથી ચાંદીપુરા વાયરસ (CHPV) હાહાકાર મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 25 જેટલા માસૂમ બાળકો આ ઘાતક આંકડાનો ભોગ બન્યા છે અને 39 થી વધુ બાળકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તબીબો અને આરોગ્ય વિભાગ માટે સૌથી મોટો પડકાર એ છે કે વાયરસ ફેલાવનાર મુખ્ય વાહક (Vector) હજુ સુધી સ્પષ્ટ થયો નથી. ત્યારે હવે વૈજ્ઞાનિકો મૌખિક કે અન્ય માધ્યમે વાયરસ ફેલાતો અટકાવવા ગાય, ભેંસ અને બકરીઓના બ્લડ તેમજ દૂધના સેમ્પલ ચકાસી રહ્યા છે. આ વાયરસના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પાટણમાં સૌથી વધુ 5 અને સાબરકાંઠામાં 4 કેસ નોંધાયા છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ચાંદીપુરા વાયરસના કેસોને લઈને આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે ત્યારે સ્ટાર હેલ્થ એન્ડ એલાયડ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે લોકો અને પરિવારોને ચોમાસા દરમિયાન આરોગ્ય સંબંધિત જોખમો અંગે સાવધ રહેવાની અપીલ કરી છે. કંપનીએ ખાસ કરીને બાળકોમાં દેખાતા અસામાન્ય અથવા સતત રહેતા લક્ષણો પ્રત્યે ગંભીરતા દાખવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

તાજેતરના અહેવાલો અનુસાર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાં 35 કેસ લેબોરેટરી દ્વારા પુષ્ટિ થયેલા છે. બાળકોમાં નોંધાયેલા મૃત્યુના બનાવોને ધ્યાનમાં રાખતાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને નિયંત્રણ પગલાં વધુ મજબૂત બનાવ્યા છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નેશનલ જ્વોઇન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ (NJORT)ને ગુજરાત અને રાજસ્થાનમાં તૈનાત કરી છે. આ ટીમમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ડિપાર્ટમેન્ટ ઓફ એનિમલ હઝબન્ડ્રી એન્ડ ડેરીંગ (DAHD)ના નિષ્ણાતો સામેલ છે, જે રોગચાળાની તપાસ, ક્લિનિકલ મેનેજમેન્ટ, લેબોરેટરી સંકલન અને વેક્ટર નિયંત્રણની કામગીરીમાં સહાય કરશે.

ચાંદીપુરા વાયરસ એક વેક્ટરજન્ય ચેપ છે, જે એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES) સાથે સંકળાયેલ છે. કેટલાક કિસ્સાઓમાં આ ચેપ ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. નિષ્ણાતોના મતે સતત તાવ, માથાનો દુખાવો, ઊલટી અથવા અન્ય અસામાન્ય લક્ષણો દેખાય તો ખાસ કરીને બાળકો માટે તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.

આ પણ વાંચો: સેન્ડફ્લાય, મચ્છર, જીવાત… બધાના ટેસ્ટ નેગેટિવ આવ્યા; 5 અઠવાડિયામાં ગુજરાતમાં 25 મોત, રહસ્ય બન્યો ચાંદીપુરા વાયરસ

આ અંગે સ્ટાર હેલ્થના ચીફ ક્લેમ્સ ઓફિસર ડૉ. અભિજીત ઘોષે જણાવ્યું હતું કે, “ચોમાસા દરમિયાન ચાંદીપુરા, ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય વાયરલ ચેપ જેવા રોગોના પ્રારંભિક લક્ષણો સામાન્ય લાગી શકે છે. પરંતુ સતત તાવ, માથાનો દુખાવો, ઊલટી અથવા અન્ય અસામાન્ય લક્ષણોને અવગણવા જોઈએ નહીં. વહેલી નિદાન પ્રક્રિયા અને સમયસર સારવાર ગંભીર જટિલતાઓને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “સ્વચ્છતા જાળવવી, મચ્છર અને સેન્ડ ફ્લાયના પ્રજનનને રોકવું, દૂષિત પાણીથી દૂર રહેવું અને જરૂર જણાય ત્યારે તબીબી સલાહ લેવી જેવા સરળ પગલાં આરોગ્ય સંબંધિત જોખમ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. સ્ટાર હેલ્થમાં અમે માનીએ છીએ કે જાગૃતિ એ પણ રોગપ્રતિકારનો મહત્વપૂર્ણ ભાગ છે.”

આ પણ વાંચો: ચાંદીપુરા વાયરસનો પ્રકોપ! ગુજરાત અને રાજસ્થાનમાં કેન્દ્રીય ટીમો તૈનાત

પ્રિવેન્ટિવ હેલ્થકેર અને જાગૃતિ પર સ્ટાર હેલ્થનો ભાર

સ્ટાર હેલ્થ આરોગ્ય જાગૃતિ કેમ્પ, વેબિનાર, હેલ્થ ચેક-અપ અને વિવિધ સામાજિક પહેલો દ્વારા લોકોને ઋતુજન્ય રોગોના જોખમો, લક્ષણોની વહેલી ઓળખ અને સમયસર તબીબી સલાહના મહત્વ વિશે માહિતગાર કરવા સતત પ્રયત્નશીલ છે.

ચોમાસા દરમિયાન કંપની લોકોને સતર્ક રહેવા, સ્વનિદાન (Self-diagnosis)થી બચવા, સતત અથવા અસામાન્ય લક્ષણો પર ધ્યાન આપવા અને જરૂર હોય ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા અપીલ કરે છે. આ પ્રયાસો દ્વારા સ્ટાર હેલ્થનો હેતુ માત્ર ઇન્શ્યોરન્સ સેવાઓ પૂરતી મર્યાદિત ન રહેતા પરંતુ લોકો સુધી વિશ્વસનીય આરોગ્ય માહિતી પહોંચાડીને તેમને વધુ સચેત અને સુરક્ષિત બનાવવાનો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *