અધિકારીઓએ જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આવેલા CISF કેમ્પમાં ગોળીબારની ઘટનાની જાણકારી આપી છે. અહેવાલો અનુસાર, બસોલી સ્થિત કેમ્પમાં જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના પગલે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં ચાર જવાનોએ જીવ ગુમાવ્યો છે.
મૃતક જવાનો શરૂઆતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા હતા. આ ઘટના સાંજે લગભગ 7:10 વાગ્યે ‘સેવા-II હાઇડલ પ્રોજેક્ટ’ ખાતે બની હતી, જ્યાં CISFના જવાનો તૈનાત છે. ગોળીબાર પાછળનું કારણ હાલ તપાસ હેઠળ છે.
બે જવાનો વચ્ચેની બોલાચાલી બાદ ગોળીબાર થયો
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ CISF જવાનો હિમાચલ પ્રદેશની સરહદ નજીક બસોલીના મશકા ગામમાં આવેલા ‘સેવા-III હાઇડલ પ્રોજેક્ટ’ની સુરક્ષા માટે તૈનાત હતા. તેમણે જણાવ્યું કે કોઈ બાબતને લઈને બે જવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તેમાંથી એકે આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચાર જવાનોના મોત થયા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ માટે રવાના થઈ ગયા છે.
આ પણ વાંચો: સર્જિકલ સ્ટ્રાઈકના 10 વર્ષઃ ઘાટી શાંત પરંતુ જમ્મુ કાશ્મિરમાં આતંકાદી પડકાર વધ્યો, સેનાની પણ રણનીતિ બદલાઈ
2009 બેંચના હેડ કોન્સ્ટેબલે કર્યું ફાયરિંગ
ન્યૂઝ એજન્સી એએનઆઇ ની રિપોર્ટ પ્રમાણે CISF એ 2009 બેંચના હેડ કોન્સ્ટેબલે આ ફાયરિંગ કર્યું છે. આરોપી હેડ કોન્સ્ટેબલને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે. પોલીસે ઈન્ટરનલ તપાસ શરૂ કરી દીધી છે.
મૃતક જવાનોની ઓળખ
CISF તરફથી મૃતક જવાનોના નામની જાણકારી આપવામાં આવી છે. તેમના નામ આસિસ્ટન્ટ કમાન્ડર અંકીત કુમાર પાંડે, કોન્સ્ટેબલ રફીક અહેમદ, કોન્સ્ટેબલ સંદીપ કુમાર અને સબ ઈન્સપેક્ટર લક્ષ્મણ સિંહ છે.
