Share Market Information At this time Spotlight In Gujarati : શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 242 પોઇન્ટ ઘટી 72529 અને નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 22716 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 72,064 સુધી ઘટ્યો છે. જો સેન્સેક્સ સપોર્ટ લેવલ 72000 તોડીને વધુ નીચે નીચે જાય તો માર્કેટમાં મંદી ગંભીર બની શકે છે. આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 1.97 લાખ કરોડ ઘટીને ₹ 472.50 લાખ કરોડ હતી,
શેરબજારમાં વેચવાલીના માહોલથી સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા છે. આજે સેન્સેક્સ 138 ઘટી 72,633 ખુલ્ય હતો. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 72270 નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી 48 પોઇન્ ઘટી 22,732 ખુલ્યો હતા. હાલ નિફ્ટી 150 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.
એશિયન બજારોમાં સાર્વત્રિક મંદી, જાપાન 850 પોઇન્ટ તૂટ્યો
એશિયન બજારોમાં મંગળવારે સાર્વત્રિક મંદીનો માહોલ હતો. જાપાન, કોરિયા સહિત તમામ એશિયન બજારો ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા છે. જાપાન Nikkei ઇન્ડેક્સ 850 પોઇન્ટ, તાઇવાન 250 પોઇન્ટ, હોંગકોંગ 200 પોઇન્ટ, ઇન્ડોનેશિયા માર્કેટ 100 પોઇન્ટ ઘટીને ટ્રેડિંગ કરી રહ્યા છે. ભારતનો Reward Nifty ઇન્ડેક્સ 20 પોઇન્ટ નરમ છે.
ક્રૂડ ઓઇલમાં ઉછાળો, બોન્ડ યીલ્ડ 11 વર્ષની ટોચ પર
મિડલ ઇસ્ટમાં તણાવ યથાવત રહેતા ક્રૂડ ઓઇલ અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવ 0.6 ટકા વધીને 93.12 ડોલર પ્રતિ બેરલ બોલાયા છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 106 ડોલર ઉપર બોલાઇ રહ્યો છે. તો યુએ 10 વર્ષના બોન્ડની યીલ્ડ 11 બેઝિશ પોઇન્ટ વધીને 5.27 ટકા થઇ છે, જે છેલ્લા 11 વર્ષની સૌથી ઉંચી સપાટી છે. તો 30 વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 5.55 ટકા થઇ છે.
-
Sep 29, 2026 16:27 IST
રોકાણકારોને ₹ 2 લાખ કરોડનું નુકસાન
આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ વેલ્યૂએશન 1.97 લાખ કરોડ ઘટીને ₹ 472.50 લાખ કરોડ હતી, જે ગઇકાલે ₹ 474.47 લાખ કરોડ થઇ હતી. આજે બીએસઇ પર 1975 શેર વધીને અને 2405 શેર ઘટીને બંધ થતા માર્કેટ બ્રેડ્થ નેગેટિવ થઇ હતી.
-
Sep 29, 2026 16:24 IST
PB ફિનટેક શેર 52 અઠવાડિયાના તળિયે
પોલિસી બજારની પેરન્ટ કંપની પીબી ફિનટેક શેરમાં વેચવાલીથી શેર ભાવ 52 અઠવાડિયાની નીચી સપાટી ₹ 1076 બોલાયો હતો. સેશનના અંતે શેર 5.9 ટકા ઘટીને ₹ 1084 બંધ થયો છે. છેલ્લા 4 દિવસમાં કંપનીનો શેર 43 ટકાથી વધુ તૂટ્યો છે. ઇરડાએ વીમા પોલિસીના વેચાણ સંબંધિત નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે કંપનીને ભારે પડી શકે એમ છે.
-
Sep 29, 2026 16:18 IST
ટાટા ગ્રૂપ અને IT શેરમાં વેચવાલી
આજે સેન્સેક્સના 30 બ્લુચીપ શેરમાંથી 18 શેર ઘટીને બંધ થયા હતા. જેમા ટાયટન 2.7 ટકા, HCL ટેક્નોલોજી 2.3 ટકા, TCS 1.7 ટકા, અલ્ટ્રાટેક અને HUL દોઢ ટકાથી વધારે નરમ હતા. તો ટોપ 5 ગેઇનર શેરમાં અદાણી પોર્ટસ 4.4 ટકા, સનફાર્મા 1.1 ટકા, ટાટા સ્ટીલ, કોટક બેંક અને NTPCના શેર 1-1 ટકા વધીને બંધ થયા હતા.
-
Sep 29, 2026 16:14 IST
સેન્સેકસ નિફ્ટી સતત બીજા દિવસે વધીને બંધ
શેરબજાર સૂચકાંક સેન્સેક્સ નિફ્ટી સતત બીજા દિવસે ઘટીને બંધ થયા છે. મંગળવારે સેન્સેક્સ 242 પોઇન્ટ ઘટી 72529 અને નિફ્ટી 64 પોઇન્ટ ઘટીને 22716 બંધ થયો છે. સેન્સેક્સ ઇન્ટ્રા ડેમાં 72,064 સુધી ઘટ્યો છે. જો સેન્સેક્સ સપોર્ટ લેવલ 72000 તોડીને વધુ નીચે નીચે જાય તો માર્કેટમાં મંદી ગંભીર બની શકે છે.
-
Sep 29, 2026 09:34 IST
સેન્સેક્સ 500 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 150 પોઇન્ટ નરમ
શેરબજારમાં વેચવાલીના માહોલથી સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા છે. આજે સેન્સેક્સ 138 ઘટી 72,633 ખુલ્ય હતો. શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીથી સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ તૂટ્યો અને 72270 નીચે ઉતરી ગયો હતો. એનએસઇ નિફ્ટી 48 પોઇન્ ઘટી 22,732 ખુલ્યો હતા. હાલ નિફ્ટી 150 પોઇન્ટથી વધુ ઘટ્યો છે.
-
Sep 29, 2026 08:53 IST
ક્રૂડ ઓઇલમાં ઉછાળો, બોન્ડ યીલ્ડ 11 વર્ષની ટોચ પર
મિડલ ઇસ્ટમાં તણાવ યથાવત રહેતા ક્રૂડ ઓઇલ અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાથી માર્કેટ સેન્ટિમેન્ટ ખરડાયું છે. અમેરિકામાં ક્રૂડ ઓઇલના ભાવ 0.6 ટકા વધીને 93.12 ડોલર પ્રતિ બેરલ બોલાયા છે. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ વાયદો 106 ડોલર ઉપર બોલાઇ રહ્યો છે. તો યુએ 10 વર્ષના બોન્ડની યીલ્ડ 11 બેઝિશ પોઇન્ટ વધીને 5.27 ટકા થઇ છે, જે છેલ્લા 11 વર્ષની સૌથી ઉંચી સપાટી છે. તો 30 વર્ષીય બોન્ડ યીલ્ડ વધીને 5.55 ટકા થઇ છે.
-
Sep 29, 2026 08:50 IST
એશિયન શેરબજારોમાં સાર્વત્રિક મંદી, જાપાન 850 પોઇન્ટ તૂટ્યો