Passport Police Verification: પાસપોર્ટ વેરિફિશન માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે નહીં. ગુજરાત સરકારે પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનના નવા નિયમમાં ફેરફાર કર્યા છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લેવાની રહેશે નહીં.
ગુજરાત પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પાસપોર્ટ ચકાસણી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત કરવામાં આવી છે અને અરજદારોને હવે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં કારણ કે તપાસ હવે નાગરિકતા અને ગુનાહિત ભૂતકાળની તપાસ સુધી મર્યાદિત રહેશે. આ તપાસમાં પાસપોર્ટ અરજદારને પોલીસ સ્ટેશન રૂબરૂ બોલાવવાની અને તેની સહી લેવાની જરૂર રહેશે નહીં.
પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશને બોલવી શકાશે નહીં
જેમા પાસપોર્ટ અરજદાર વિશે કોઇ શંકાસ્પદ બાબત જણાય અથવા ગુનાહિત ભૂતકાળ હોય તેવા અપવાદરૂપ કિસ્સામાં પોલીસ કર્માચારી અરજદારના રહેઠાંણની મુલાકાત લેવાની રહેશે. આવા કિસ્સામાં પણ પોલીસ વેરિફિકેશન માટે પાસપોર્ટ અરજદારને રૂબરૂ મુલાકાત માટે બોલાવી શકશે નહીં.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (DGP) જી.એસ. મલિકે રાજ્યમાં પાસપોર્ટ અરજી અને પ્રાપ્તિ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત કરવા માટે પોલીસ દળને કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ કર્યા છે.
ગુજરાત ડીજીપી ઓફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાસપોર્ટ વેરિફિકેશન માટે નાગરિકોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વપૂર્ણ સુધારા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.”
એક મુખ્ય પાસું એ છે કે “વેરિફિકેશન પ્રક્રિયા માટે પાસપોર્ટ અરજદારોને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવવાની જરૂર રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન, ફક્ત અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરવામાં આવશે.”
વધુમાં, “પોલીસને પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂર નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની જરૂર નથી. જ્યાં પોલીસને કંઈપણ શંકાસ્પદ લાગે અથવા વધુ ચકાસણી કરવાની જરૂર હોય, ત્યાં પોલીસે ફક્ત અપવાદરૂપ કિસ્સાઓમાં જ રહેઠાણ સ્થળની મુલાકાત લેવી પડશે. જો કે, આ કિસ્સાઓમાં પણ, અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જરૂર નથી.”
પાસપોર્ટ ફી વધી, જાણો 36 અને 60 પાનાના પાસપોર્ટના નવા દર
પાસપોર્ટ બનાવવા અને રિન્યુ કરવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારે પાસપોર્ટની અરજી ફીમાં જંગી વધારો કર્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, પાસપોર્ટ ફીના આ નવા દર 1 જુલાઈ, 2026થી થયા છે. સંપૂર્ણ અહેવાલ વાંચો
