PM નરેન્દ્ર મોદીનું વડોદરામાં ભાષણ, યુવાનોને AI સ્કીલ શીખવા હાકલ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


PM Narendra Modi Go to Vadodara : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતના વડોદરામાં ₹ 35000 કરોડની વધારે મૂડીરોકાણના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમય દરમિયાન કાર્યક્રમમાં આવેલા યુવાનોને સંબોધતા તેમણે કહ્યું કે ભારતના યુવાનો માટે AIમાં પારંગત હોવું મહત્વપૂર્ણ છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતની યુવા પેઢી AI માટે તૈયાર થાય.

PM મોદીએ વડોદરામાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે, “એવું નથી કે એઆઈ શીખનારાઓની માત્ર આઈટી સેક્ટરમાં જ જરૂર છે. જો કોઈ આ સ્કિલ જાણે છે, તો તે ખેતી માટે નવું AI સોલ્યુશન તૈયાર કરી શકે છે. તે આરોગ્યના ક્ષેત્રમાં ટેકનોલોજી વિકસાવી શકે છે, પ્રોડક્શનમાં ઉત્પાદકતા વધારી શકે છે,”

તેમણે ઉમેર્યું કે, “રોબોટિક્સમાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે. તેથી, તે મહત્વનું છે કે આપણી પાસે એવા યુવાનો હોય જેઓ AIને સમજે અને દેશ અને વિશ્વના ઉદ્યોગ માટે AIનો ઉપયોગ કરે. સરકાર તેના માટે મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે. ”

પીએમ મોદીએ કહ્યું કે ભારતનો આ સમયગાળો અભૂતપૂર્વ છે, આ ભારતની યુવા શક્તિનો ઉત્કર્ષ કાળ છે. આ સમય ભારતના જીવનમાં પાછો નહીં આવે. તેથી, આપણે 2047માં વિકસિત ભારતનું લક્ષ્ય સર્વોપરી રાખવાનું છે. આપણે ભારતને વિકસિત બનાવવાનું છે.

વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની 7 મુખ્ય વાતો

  • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે સરકાર તમામ ઉર્જા ક્ષેત્રો પર કેટલો ભાર આપી રહી છે – પછી તે સૌર ઉર્જા હોય, પવન ઉર્જા હોય, હાઇડ્રો હોય કે પરમાણુ ઊર્જા હોય. ભવિષ્યના આધુનિક ક્ષેત્રો સંપૂર્ણપણે વીજળી પર ચાલશે, તેઓ ઇલેક્ટ્રિક ઇકોસિસ્ટમ પર નિર્ભર રહેશે. ઉદાહરણ તરીકે, ચિપ ઉદ્યોગ અથવા ડેટા સેન્ટર અને એઆઈ સંબંધિત સેક્ટર લઇ લો – વીજળી જ તેમનું જીવન છે.

  • તેમણે કહ્યું હતું કે, જો આપણે AIમાં વૈશ્વિક મહાસત્તા બનવા માંગતા હોઈએ, તો દેશે તેના માટે તૈયાર રહેવું પડશે અને જરૂરી ઇકોસિસ્ટમ ઊભી કરવી પડશે. ભારત ગ્રાઉન્ડ લેવલ પર આ જ કરી રહ્યું છે. તેથી જ યુરેનિયમની સાથે સાથે આવશ્યક અને રેયર અર્થ મિનરલ્સ માટે વિવિધ દેશો સાથે કરાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રયાસો દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે, તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે દિવસ-રાત કરવામાં આવી રહ્યા છે.

  • PM મોદીએ જણાવ્યું હતું કે, જેમ જેમ દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, વૈશ્વિક જરૂરિયાતો પણ બદલાઈ રહી છે અને તેની સાથે આપણી શિક્ષણ અને શીખવાની પદ્ધતિઓ પણ બદલાઈ રહી છે. પહેલા તમામ ધ્યાન ડિગ્રી પર હતું, પરંતુ હવે સ્કિલ પર પણ એટલો જ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્કિલનું મહત્વ વધી રહ્યું છે. યુવાનો માટે એવી સ્કિલ હોવી જરૂરી બની ગઈ છે કે જેને સમયાંતરે અપગ્રેડ કરી શકાય.

  • વડાપ્રધાને જણાવ્યું હતું કે, અમે અમારી શિક્ષણ નીતિ અને શિક્ષણ તાલીમ સંસ્થાઓનું પુનર્ગઠન કરી રહ્યાં છીએ. અમારો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની મહેનતની કમાણી બચાવવાનો છે. તેથી જ સરકાર વિદ્યાર્થીઓને મફત ઓનલાઈન કોચિંગ આપવા તરફ આગળ વધી રહી છે, જે ભારતના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આપવામાં આવશે. આ પરીક્ષાઓ માટે તૈયારી કરી રહેલા યુવાનોને કોચિંગ આપવાની જવાબદારી સરકાર પોતે જ ઉઠાવશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે 2014 પછી 50,000 આધુનિક રેલ્વે કોચ બનાવ્યા છે, જ્યારે અગાઉની સરકાર 10 વર્ષમાં 50,000 શૌચાલય પણ બનાવી શકી ન હતી.

  • વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, માલગાડીઓ માટે 2800 કિલોમીટર લાંબા ડેડિકેટેડ કોરિડોરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર હવે દેશના વેપાર અને વાણિજ્યની કરોડરજ્જુ બની રહ્યા છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ઝડપથી વિકસી રહેલા ભારત માટે જીવાદોરી સમાન છે જેણે દેશના પરિવહન ક્ષેત્રમાં પરિવર્તન લાવ્યું છે. PM મોદીએ ઉમેર્યું કે, આજે પૂર્વ અને પશ્ચિમ કોરિડોર પર દરરોજ 430 થી વધુ માલગાડીઓ દોડે છે. અગાઉ જે માલગાડીને 100 કિલોમીટરનું અંતર કાપવામાં સાડા 6 કલાકનો સમય લાગતો હતો, તે હવે અડધા કરતાં પણ ઓછા સમયમાં એટલું જ અંતર કાપી લે છે.

  • પીએમ મોદીએ કહ્યું કે તાજેતરમાં JNPT (મુંબઈ)થી વડોદરા સુધી ડબલ સ્ટેક કન્ટેનર ફ્રેઇટ ટ્રેન દોડાવવામાં આવી હતી એટલ કે એક કન્ટેનર ઉપર બીજું કન્ટેનર મૂકીને લઇ જવાયા હતા. આ એક જ ટ્રીપમાં મુંબઈથી વડોદરા સુધી જેટલો માલ લઇ જવાયો હતો, તે 250થી વધુ ટ્રકોના માલસામાન જેટલો હતો. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *