ઠંડીમાં પીવો કાશ્મીરી કહવા, આ રીતે આવશે બિલકુલ કાશ્મીર જેવો સ્વાદ

ઠંડીમાં પીવો કાશ્મીરી કહવા, આ રીતે આવશે બિલકુલ કાશ્મીર જેવો સ્વાદ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


kashmiri kahwa recipe : શિયાળામાં લોકો અલગ-અલગ વસ્તુઓનું સેવન કરે છે. તેમાંથી એક કાશ્મીરી કહવા છે. કાશ્મીરમાં તેનું મોટા પાયે સેવન કરવામાં આવે છે, પરંતુ તમે તેને સરળતાથી તમારા ઘરે પણ બનાવી શકો છો. કાશ્મીરી કહવા માત્ર એક પરંપરાગત પીણું જ નથી, પરંતુ તે આયુર્વેદિક દવાની જેમ પણ કામ કરે છે.

કાશ્મીરી કહવા શિયાળામાં શરદી, ઉધરસથી બચાવવામાં અને નબળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં ખૂબ મદદગાર છે. આ જ કારણ છે કે કાશ્મીરમાં રોજિંદા જીવનમાં પણ તેનો સમાવેશ થાય છે. શેફ ઉષાના જણાવ્યા અનુસાર, કહવામાં લગભગ 11 પ્રકારની જડીબુટ્ટીઓ અને મસાલા ઉમેરવામાં આવે છે, જેના સેવનથી શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખે છે.

કાશ્મીરી કહવા બનાવવા માટે સામગ્રી

  • 3 કપ પાણી,
  • 1 ચમચી સમારેલા બદામ,
  • 2-3 નાના ટુકડા મુલેઠીના
  • તજનો 1 નાનો ટુકડો
  • 3 લવિંગ
  • કાળા મરીના 3-4 દાણા
  • સુંઢના  3 નાના ટુકડા
  • 2 નાની એલચી
  • અડધી ચમચી વરિયાળી
  • અડધીચમચી તલ
  • અડધી ચમચી સુંઠનો પાવડર,
  • ગુલાબની સુકી પાંખડીઓ
  • કેસરના 4 તાંતણા
  • અડધી ચમચી કાશ્મીરી ચાના પાન
  • મધ

ઘરે કાશ્મીરી કહવા કેવી રીતે બનાવવો?

સ્ટેપ 1

કાશ્મીરી કહવા બનાવવા માટે પહેલા એક કડાઇમાં 3 કપ પાણી નાખીને ઉકાળો. જ્યારે પાણી ગરમ થાય ત્યારે તેમાં બદામ, મુલેઠી, તજ, લવિંગ, કાળા મરી, સુંઠ, એલચી, વરિયાળી અને તલ ઉમેરો. આ બધી આખી  ઉમેરો.

આ પણ વાંચો –  વજન ઘટાડવા માટે 6-6-6 Walking Rule વિશે જાણો? સમજો કસરતની આ ફોર્મ્યુલા

સ્ટેપ 2

આ પછી તેમાં સૂકી ગુલાબની પાંખડીઓ અને કેસર મેળવી મધ્યમ તાપ પર લગભગ 10 મિનિટ સુધી ઉકાળો. છેલ્લે, કાશ્મીરી ચા ના પાન ઉમેરો અને ઢાંકીને ફરીથી ઉકાળો. થોડા સમય પછી જ્યારે પાણી ઉકળી જાય અને લગભગ 2 કપ રહે ત્યારે ગેસ બંધ કરી દો. હવે આ કહવાને ગાળી લો. પછી કપમાં લઇ ગરમાગરમ પી શકો છો. તમે તેમાં મધ પણ ઉમેરી શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *