ODI World Cup 2027 Full Schedule, India vs Pakistan Match : આઈસીસીએ 1 ઓક્ટોબર 2026 (ગુરુવાર) ના રોજ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારા વનડે વર્લ્ડ કપ 2027ના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. ટૂર્નામેન્ટ ની શરૂઆત 2 ઓક્ટોબર 2026 થી શરૂ થશે અને ફાઇનલ 21 મેચ નવેમ્બર 2026 ના રોજ જોહાનિસબર્ગમાં રમાશે. આ ટૂર્નામેન્ટમાં કુલ 14 ટીમો ભાગ લેશે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ 7 ઓક્ટોબરે કેપટાઉનમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપ 2027નો હાઈવોલ્ટેજ મુકાબલો 10 ઓક્ટોબર 2026ના રોજ જોહાનિસબર્ગમાં રમાશે. આ પછી ભારતીય ટીમ ત્રીજી મેચ 14 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે, 17 ઓક્ટોબરે ક્વોલિફાયર-એ અને 24 ઓક્ટોબરે ઝિમ્બાબ્વે સામે રમશે. આ પછી સુપર 7 રાઉન્ડ શરૂ થશે.
20 વર્ષ બાદ દક્ષિણ આફ્રિકામાં વર્લ્ડ કપ યોજાશે
સાઉથ આફ્રિકામાં 20 વર્ષ બાદ વર્લ્ડ કપ પરત ફર્યો છે. છેલ્લે 2003માં સાઉથ આફ્રિકા વન ડે વર્લ્ડ કપ યોજાયો હતો. આ સિવાય 2007માં સાઉથ આફ્રિકામાં ટી20 વર્લ્ડ કપ યોજાયો હતો. વર્ષ 2003ના વન ડે વર્લ્ડ કપમાં ભારત રનર્સઅપ રહ્યું હતુ અને 2007ના ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. આ વર્લ્ડ કપની 57 મેચ 12 અલગ-અલગ સ્થળોએ રમાશે.
દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગ, સેન્ચુરીયન, ડરબન, ગકેબહેરા, કુગોમ્પો સિટી, કેપ ટાઉન, પાર્લ અને બ્લોમફોન્ટેનમાં મેચો રમાશે. ઝિમ્બાબ્વેમાં હરારે, બુલાવાયો અને વિક્ટોરિયા ફોલ્સમાં મેચો રમાશે. જ્યારે નામીબિયા વિન્ડહોકમાં મેચ રમાશે. પ્રથમ રાઉન્ડમાં 12મી, 13મી અને 14મી સ્થાને રહેનારી ટીમો રાઉન્ડ રોબિન ‘સુપર સિરિઝ’ રમશે. વિજેતા બનનારી ટીમ આગામી રાઉન્ડમાં પ્રવેશ કરશે.
વર્લ્ડ કપ 2027ના બીજા રાઉન્ડ માટે બંને ગ્રુપ
ગ્રુપ એ: અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઝિમ્બાબ્વે, ક્વોલિફાયર-એ
ગ્રુપ બી : બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ક્વોલિફાયર-બી
𝙈𝘼𝙍𝙆 𝙔𝙊𝙐𝙍 𝘾𝘼𝙇𝙀𝙉𝘿𝘼𝙍𝙎 🗓️
The ICC Males’s #CWC27 fixtures have been unveiled 🏆
Entry the ticket poll 🎫 https://t.co/MSLEQzcObbpic.twitter.com/dpTE4TEjO7
— ICC (@ICC) October 1, 2026
આઈસીસીના અધ્યક્ષ જય શાહે શું કહ્યું
આઈસીસીના અધ્યક્ષ જય શાહે કહ્યું કે કાર્યક્રમની જાહેરાત અને ટિકિટ બેલેટની શરૂઆત એ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027 તરફના મહત્વપૂર્ણ સીમાચિહ્નો છે, જે ચાહકોને ત્રણ દેશોમાં યોજાનારા ક્રિકેટના ભવ્ય ઉત્સવની એક ડગલું વધુ નજીક લાવે છે. આઈસીસીએ તેના વર્લ્ડ કપ કાર્યક્રમોને શક્ય તેટલા વધુ ચાહકો માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે ટિકિટના પોસાય તેવા ભાવ અને એવા વિકલ્પો પૂરા પાડવામાં આવે છે જે પરિવારો, યુવાનો અને સ્થાનિક સમુદાયોને રમતની ક્રિયાની નજીક લાવે છે.
જય શાહે કહ્યું કે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા વિશ્વની શ્રેષ્ઠ ટીમો માટે એક અવિસ્મરણીય મંચ પૂરું પાડશે. અમે વિશ્વભરના ચાહકોનું સ્વાગત કરવા અને એવી યાદોનું સર્જન કરવા આતુર છીએ જે ફાઈનલ પછી પણ લાંબા સમય સુધી અકબંધ રહેશે.
રવિન્દ્ર જાડેજા કે અક્ષર પટેલ, 2027ના વર્લ્ડ કપમાં કોને મળશે તક? આંકડા પરથી જાણો રેસમાં કોણ છે આગળ
વર્લ્ડ કપ 2027 કાર્યક્રમ
સુપર સિરીઝ / ક્વોલિફાયર (વિન્ડહોક)
- ક્વોલિફાયર 1 વિ ક્વોલિફાયર 2 – 2 ઓક્ટોબર (શનિવાર)
- ક્વોલિફાયર 1 વિ ક્વોલિફાયર 2 – 4 ઓક્ટોબર (સોમવાર)
- ક્વોલિફાયર 2 વિ ક્વોલિફાયર 3 – 6 ઓક્ટોબર (બુધવાર)
ગ્રુપ સ્ટેજ
- ભારત વિ ઓસ્ટ્રેલિયા – કેપ ટાઉન (ગુરુવાર, 7 ઓક્ટોબર)
- પાકિસ્તાન વિ અફઘાનિસ્તાન – તવાને (શુક્રવાર, 8 ઓક્ટોબર)
- ઇંગ્લેન્ડ વિ બાંગ્લાદેશ – વિન્ડહોક (શુક્રવાર, 8 ઓક્ટોબર)
- ઝિમ્બાબ્વે વિ ક્વોલિફાયર A – બુલાવાયો (શનિવાર, 9 ઓક્ટોબર)
- દક્ષિણ આફ્રિકા વિ ન્યૂઝીલેન્ડ – કેપ ટાઉન (શનિવાર, 9 ઓક્ટોબર)
- ભારત વિ પાકિસ્તાન – જોહાનિસબર્ગ (રવિવાર, 10 ઓક્ટોબર)
- શ્રીલંકા વિ ક્વોલિફાયર B – વિન્ડહોક (રવિવાર, 10 ઓક્ટોબર)
- ઝિમ્બાબ્વે વિ અફઘાનિસ્તાન – બુલાવાયો (સોમવાર, 11 ઓક્ટોબર)
- ઓસ્ટ્રેલિયા વિ ક્વોલિફાયર A – પાર્લ (મંગળવાર, 12 ઓક્ટોબર)
- ન્યૂઝીલેન્ડ વિ બાંગ્લાદેશ – કુગોમ્પો સિટી (મંગળવાર, 12 ઓક્ટોબર)
- ઇંગ્લેન્ડ વિ શ્રીલંકા – વિન્ડહોક (બુધવાર, 13 ઓક્ટોબર)
- દક્ષિણ આફ્રિકા વિ ક્વોલિફાયર B – પાર્લ (બુધવાર, 13 ઓક્ટોબર)
- ભારત વિ અફઘાનિસ્તાન – ટુન્યા (ગુરુવાર, 14 ઓક્ટબર)
- પાકિસ્તાન વિ ક્વોલિફાયર A – બ્લૂમફોન્ટેન (શુક્રવાર, 15 ઓક્ટોબર)
- ઝિમ્બાબ્વે વિ ઓસ્ટ્રેલિયા – હરારે (શુક્રવાર, 15 ઓક્ટોબર)
- શ્રીલંકા વિ બાંગ્લાદેશ – ડરબન (શનિવાર, 16 ઓક્ટોબર)
- દક્ષિણ આફ્રિકા વિ ઇંગ્લેન્ડ – ગકેબેરહા (શનિવાર, 16 ઓક્ટોબર)
- ભારત વિ ક્વોલિફાયર A – બ્લૂમફોન્ટેન (રવિવાર, 17 ઓક્ટોબર)
- ન્યૂઝીલેન્ડ વિ ક્વોલિફાયર B – હરારે (રવિવાર, 17 ઓક્ટોબર)
- ઓસ્ટ્રેલિયા વિ અફઘાનિસ્તાન – કુગોમ્પો સિટી (સોમવાર, 18 ઓક્ટોબર)
- ઝિમ્બાબ્વે વિ પાકિસ્તાન – હરારે (મંગળવાર, 19 ઓક્ટોબર)
- દક્ષિણ આફ્રિકા વિ બાંગ્લાદેશ – ડરબન (મંગળવાર, 19 ઓક્ટોબર)
- ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા – જોહાનિસબર્ગ (બુધવાર, 20 ઓક્ટોબર)
- ઇંગ્લેન્ડ વિ ક્વોલિફાયર B – હરારે (બુધવાર, 20 ઓક્ટોબર)
- અફઘાનિસ્તાન વિ ક્વોલિફાયર A – કુગોમ્પો સિટી (ગુરુવાર, 21 ઓક્ટોબર)
- ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન – પાર્લ (શુક્રવાર, 22 ઓક્ટોબર)
- દક્ષિણ આફ્રિકા વિ શ્રીલંકા – જોહાનિસબર્ગ (શુક્રવાર, 22 ઓક્ટોબર)
- ઇંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ – ગકેબેરહા (શનિવાર, 23 ઓક્ટોબર)
- બાંગ્લાદેશ વિ ક્વોલિફાયર B – ટુન્યા (શનિવાર, 23 ઓક્ટોબર)
- ઝિમ્બાબ્વે વિ ભારત – વિક્ટોરિયા ફોલ્સ (રવિવાર, 24 ઓક્ટોબર)
સુપર 7 તબક્કાની મેચો
સુપર 7 સ્ટેજ (ટીમો ગ્રુપ રેન્કિંગના આધારે નક્કી કરવામાં આવશે)
- A2 વિ B3 – જોહાનિસબર્ગ (સોમવાર, 25 ઓક્ટોબર)
- B1 વિ A3 – સેન્ટ જ્યોર્જ પાર્ક (મંગળવાર, 26 ઓક્ટોબર)
- B2 વિ AB4 – ટુન્યા (બુધવાર, 27 ઓક્ટોબર)
- A1 વિ A2 – વિક્ટોરિયા ફોલ્સ (ગુરુવાર, 28 ઓક્ટોબર)
- B1 વિ B3 – કુગોમ્પો સિટી (શુક્રવાર, 29 ઓક્ટોબર)
- A3 વિ AB4 – વિક્ટોરિયા ફોલ્સ (શનિવાર, 30 ઓક્ટોબર)
- B2 વિ A1 – જોહાનિસબર્ગ (રવિવાર, 31 ઓક્ટોબર)
- A2 વિ B1 – વિક્ટોરિયા ફોલ્સ (સોમવાર, 1 નવેમ્બર)
- B3 વિ AB4 – કેપ ટાઉન (મંગળવાર, 2 નવેમ્બર)
- B2 વિ A3 – ડર્બન (બુધવાર, 3 નવેમ્બર)
- A1 વિ B1 – પાર્લ (ગુરુવાર, 4 નવેમ્બર)
- A2 વિ AB4 – ડર્બન (શુક્રવાર, 5 નવેમ્બર)
- B2 વિ A3 – બ્લૂમફોન્ટેન (શનિવાર, 6 નવેમ્બર)
- A1 વિ B3 – કેપ ટાઉન (રવિવાર, 7 નવેમ્બર)
- B1 વિ AB4 – ડર્બન (સોમવાર, 8 નવેમ્બર)
- B2 વિ A2 – સેન્ટ જ્યોર્જ પાર્ક (મંગળવાર, 9 નવેમ્બર)
- A3 વિ B3 – બ્લૂમફોન્ટેન (બુધવાર, 10 નવેમ્બર)
- A1 વિ AB4 – સેન્ટ જ્યોર્જ પાર્ક (ગુરુવાર, 11 નવેમ્બર)
- B2 વિ B1 – કેપ ટાઉન (શુક્રવાર, 12 નવેમ્બર)
- A2 વિ A3 – બ્લૂમફોન્ટેન (શનિવાર, 13 નવેમ્બર)
- A1 વિ B3 – ડર્બન (રવિવાર, 14 નવેમ્બર)
નોક આઉટ મેચો
- સેમિફાઇનલ 1 – કેપ ટાઉન (બુધવાર, 17 નવેમ્બર)
- સેમિફાઇનલ 2 – ટુન્યા (ગુરુવાર, 18 નવેમ્બર)
- ફાઇનલ – જોહાનિસબર્ગ (રવિવાર, 21 નવેમ્બર)
