સેમસંગે બે સસ્તા ફોન લોન્ચ કર્યા, 6000mAh બેટરી અને 50MP કેમેરા, જાણો અન્ય ખાસિયતો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Samsung Galaxy M08-F08 Listed in India : સેમસંગે ભારતીય માર્કેટમાં તેના બજેટ સ્માર્ટફોન પોર્ટફોલિયોને વધારતા Galaxy M08 અને Galaxy F08 લોન્ચ કર્યો છે. બંને સ્માર્ટફોનને કંપનીની ભારતીય વેબસાઇટ પર લિસ્ટ કરવામાં આવ્યા છે. સેમસંગે હાલમાં આ બન્ને મોડેલોને Coming Quickly તરીકે દેખાડ્યા છે. ફોનની સત્તાવાર કિંમત અને સેલ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

6.7-ઇંચ HD+ PLS LCD ડિસ્પ્લે

સેમસંગ ગેલેક્સી M08 અને ગેલેક્સી F08 માં 6.7-ઇંચ HD+ PLS LCD ડિસ્પ્લે છે જેનું રિઝોલ્યુશન 720 x 1600 પિક્સેલ છે. ફોનની ડિઝાઇન બંને મોડેલોમાં સમાન છે અને તેનું વજન લગભગ 197 ગ્રામ છે. બંને સ્માર્ટફોન IP64 રેટિંગ સાથે આવે છે, જે ધૂળ અને પાણીના છાંટા સામે રક્ષણ પૂરું પાડે છે. સુરક્ષા માટે ફોનમાં સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

પર્ફોમન્સ માટે ગેલેક્સી M08 અને ગેલેક્સી F08 મીડિયાટેક હેલિયો G99+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. બંને ફોનને 4GB RAM અને 64GB  ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લિસ્ટ કરવામાં આવ્યા છે. માઇક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરીને સ્ટોરેજ 2TB સુધી વધારી શકાય છે. 

લેટેસ્ટ Android અને લાંબા સમય સુધી અપડેટ

સોફ્ટવેરની વાત કરવામાં આવે તો બંને સ્માર્ટફોન Android 17 પર ચાલે છે. સેમસંગ આ ફોન માટે છ જનરેશન સુધી OS અપગ્રેડ અને છ વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપવાનું વાત કરી રહ્યું છે. કંપનીએ તેમાં સર્કલ ટુ સર્ચ, ક્વિક શેર અને Knox Vault જેવા ફિચર્સ પણ સામેલ કર્યા છે. 

કેમેરા સેટઅપની દ્રષ્ટિએ Galaxy M08 અને Galaxy F08 પાછળના ભાગમાં ડ્યુઅલ કેમેરા સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં 50MP નો મુખ્ય કેમેરો અને 2MP સેકન્ડરી સેન્સર સામેલ છે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MP ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. મુખ્ય કેમેરા ઓટોફોકસ અને 10x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે.

6000mAh બેટરી 

બેટરી બંને સ્માર્ટફોનની મુખ્ય વિશેષતાઓમાંથી એક છે. Galaxy M08 અને Galaxy F08 માં 6000mAh બેટરી આપવામાં આવી છે જે 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જોકે બોક્સમાં ચાર્જર વિશેની માહિતી હજુ સ્પષ્ટ નથી. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G LTE, ડ્યુઅલ સિમ, Wi-Fi 5, બ્લૂટૂથ 5.3, GPS અને USB ટાઇપ-Cનો સમાવેશ થાય છે. ફોનમાં 3.5mm હેડફોન જેક પણ છે.

ફોનની કિંમતો જાહેર કરવામાં આવી નથી

સેમસંગે હજુ સુધી બંને સ્માર્ટફોનની ભારતીય કિંમતો જાહેર કરી નથી. તાજેતરના અહેવાલો તેની સંભવિત કિમતો 16,999 રુપિયા બતાવવામાં આવી છે, પરંતુ કંપનીએ સત્તાવાર કિંમતો જાહેર કરી નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *