Monsoon Skincare Suggestions : ગરમીમાંથી રાહત આપતું ચોમાસુ ઘણા લોકોને પસંદ હોય છે. જોકે આ ઋતુમાં ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. હવામાં વધતો ભેજ અને વારંવાર પરસેવો થવાને કારણે ચહેરા પર વધુ તેલ અને ગંદકી જમા થઈ શકે છે. જેથી પોર્સ બંધ થવા લાગે છે અને પિંપલ્સની સમસ્યા વધી શકે છે.
ખાસ કરીને ઓઇલી સ્કિનવાળા લોકોને આ ઋતુમાં ત્વચાની વધુ સંભાળની જરૂર હોય છે. ત્વચાની સંભાળ રાખવા અને પિંપલ્સની સમસ્યાથી બચવા માટે ચોમાસા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
ચોમાસામાં ખીલ વધવાના કારણો
ચોમાસા દરમિયાન હવામાં ભેજનું સ્તર વધી જાય છે, જેના કારણે ત્વચા પર વધુ તેલ અને પરસેવો જમા થવા લાગે છે. જ્યારે આ તેલ ધૂળ અને ગંદકી સાથે ભળી જાય છે ત્યારે ત્વચાના છિદ્રો બંધ થઈ શકે છે. જેના કારણે ખીલની સમસ્યા થઈ શકે છે. આ સિવાય વારંવાર ચહેરાને સ્પર્શ કરવો, ગંદા ટુવાલનો ઉપયોગ કરવો, ઓશીકાનું કવર ના બદલવું અને ત્વચાની નિયમિત કાળજી ન લેવી પણ પિંપલ્સની સમસ્યા વધારી શકે છે.
ચહેરો સાફ રાખો
જ્યારે પણ આપણે ઘરની બહાર નીકળીએ છીએ ત્યારે ધૂળ, પરસેવો અને વધારાનું તેલ ત્વચા પર જમા થઈ શકે છે. આ કિસ્સામાં દિવસમાં ઓછામાં ઓછા બે વખત ફેસ વોશથી ચહેરાને સાફ કરો. ચહેરો ધોવાથી ત્વચા પરના વધારાના તેલને સાફ કરી શકાય છે અને પિંપલ્સને દૂર રાખવામાં પણ મદદ મળે છે.
ત્વચાને વારંવાર સ્પર્શ કરવો
ઘણા લોકો વારંવાર ચહેરાને સ્પર્શ કરે છે, જેના કારણે પિંપલ્સની સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં ચહેરાને સ્પર્શ કરતા પહેલા હાથ સાફ રાખો અને કોઈ પણ કારણ વિના વારંવાર ચહેરાને સ્પર્શ કરવાનું ટાળો. જો ત્વચા પર ફોલ્લીઓ અથવા અન્ય સમસ્યા હોય તો પછી નિષ્ણાતની સલાહથી જ ક્રીમ અથવા અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરો.
યોગ્ય મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો
જો તમારી સ્કિન વધારે ઓઇલી છે તો પછી નોન ઓઈલી મોઇશ્ચરાઇઝર લગાવવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તેનાથી વરસાદની ઋતુમાં પણ ત્વચામાં ભેજ જળવાઇ રહે છે અને ચીકાશ પણ થતી નથી. જો તમારી ત્વચા સેન્સિટિવ છે તો ફક્ત ડોક્ટરની સલાહ પર જ યોગ્ય મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
પચમઢીમાં આવી રીતે 2 દિવસ ટ્રીપનો પ્લાન કરો, ઓછા ખર્ચમાં મળી શકે છે શાનદાર અનુભવ
મેકઅપ સાફ કરીને ઊંઘો
ચોમાસાની ઋતુમાં ચહેરા પર સીબમનું ઉત્પાદન વધે છે, જેના કારણે ખીલની સમસ્યા વધુ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં ચહેરો સ્વચ્છ રાખવો જરૂરી છે. જો તમે મેકઅપનો ઉપયોગ કરો છો, તો પછી રાત્રે સૂતા પહેલા તેને દૂર કરો. આ ત્વચાને ક્લિન, સ્વસ્થ અને તેજસ્વી બનાવી શકે છે.
જો ચહેરા પર ખીલ દેખાય છે તો તેને સ્પર્શ કરવાથી, દબાવવાથી અથવા ફોડવાથી બચવું જોઈએ. આમ કરવાથી ત્વચા પર ડાઘ પડી શકે છે અને ચેપનું જોખમ વધી શકે છે.
કેવી રીતે સંભાળી રાખવી
ચોમાસામાં ત્વચાની સંભાળ માટે કોઈ મોંઘા ઉત્પાદનોની જરૂર નથી, પરંતુ યોગ્ય સંભાળ, સફાઈ, સ્કિન કેયર અને હેલ્ધી લાઇફસ્ટાઇલની મદદથી ચહેરાને ફ્રેશ અને ચમકદાર રાખી શકાય છે. જો પિંપલ્સની સમસ્યા વધી રહી છે તો ઘરેલું ઉપચારને બદલે ત્વચા વિશેષજ્ઞની સલાહ લેવી વધુ સારું રહેશે.
ડિસ્ક્લેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો. જો તમને ખીલ અથવા ત્વચાની અન્ય કોઈ સમસ્યા હોય, તો તમારે પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને પરામર્શ પછી જ તમારી ત્વચાની સંભાળની દિનચર્યામાં ફેરફાર કરવો જોઈએ.
