ઉપવાસ માટે પરફેક્ટ ફરાળી પુરી અને કેરી નો રસ

ઉપવાસ માટે પરફેક્ટ ફરાળી પુરી અને કેરી નો રસ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


જીવનશૈલી | રેસીપી | ઉપવાસ દરમિયાન સાદું ખાવાના બદલે કંઈક શાહી અને ટેસ્ટી ખાવું હોય, તો રાજગીરા અને સાબુદાણાના લોટમાંથી બનતી એકદમ ફૂલેલી ફરાળી પૂરી અને સાથે સિઝનલ કેરીનો ફ્રેશ રસ બેસ્ટ કમ્બિનેશન છે. 

રાજગીરાનો લોટ  ફ્રી છે અને આયર્ન અને પ્રોટીનથી ભરપૂર હોય છે, જ્યારે સાબુદાણા પૂરીને મસ્ત ક્રિસ્પી અને સોફ્ટ ટેક્સચર આપે છે, અહીં જાણો ફરાળી પુરી બનાવવાની રીત

ફરાળી પુરી રેસીપી 

સામગ્રી

• 1 કપ રાજગીરાનો લોટ
• 1/2 કપ સાબુદાણાનો લોટ
• સ્વાદ મુજબ સિંધાલુણ નમક
• જરૂર મુજબ ગરમ પાણી
• તળવા માટે તેલ

ફરાળી પુરી બનાવવાની રીત 

એક મોટા વાસણમાં રાજગીરાનો લોટ અને સાબુદાણાનો લોટ ચાળીને મિક્સ કરી લો. તેમાં સ્વાદ મુજબ સિંધાલુણ નમક (ઉપવાસનું મીઠું) ઉમેરી બરાબર હલાવી લો.

હવે લોટમાં જરૂર મુજબ સહેજ ગરમ (નવશેકું) પાણી થોડું-થોડું ઉમેરતા જઈને મધ્યમ કઠણ લોટ બાંધી લો. લોટને તેલ લગાવી 2  મિનિટ બરાબર મસળી લો અને 10 મિનિટ ઢાંકીને સેટ થવા માટે બાજુ પર રાખો.

બાંધેલા લોટમાંથી નાના-નાના લુઆ  બનાવી લો. રાજગીરાનો સૂકો લોટ લઈ અથવા પ્લાસ્ટિક સીટ પર સહેજ તેલ લગાવીને મીડિયમ જાડી પૂરી વણી લો (બહુ પાતળી વણશો તો પૂરી ફૂલશે નહીં)

એક કડાઈમાં તેલ બરાબર ગરમ કરો. તેલ સારું ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને પૂરી તેલમાં મૂકો. પૂરીને જારાથી સહેજ દબાવો જેથી તે સરસ દડા જેવી ફૂલી જશે. બંને બાજુથી હળવી ગોલ્ડન બ્રાઉન તળીને પ્લેટમાં કાઢીને રસ સાથે સર્વ કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *