Gujarat bomb Menace electronic mail: ગુજરાતમાં છાસવારે બોમ્બની ધમકી ભર્યા ઈમેલ આવે છે ત્યારે ફરી આજે 10 જૂન 2026 બુધવારના રોજ અલગ અલગ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ભર્યા ઈમેઈલમાં સીએમ ઓફિસ, અમદાવાદ કોર્પોરેશન ઓફિસ અને આરએસએસની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની માહિતી આપવામાં આવી હતી. ધમકી ભર્યો ઈમેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે આજે 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના પાટનગર અને મેગાસીટી અમદાવાદમાં અલગ અલગ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાના ગંભીર ધમકીભર્યા ઈમેઈલ મળ્યા હતા. આ ઈમેલ મળતાં જ અમદાવાદ અને ગાંધીનગરની પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી.
પ્રાપ્ત અહેવાલો પ્રમાણે ધમકી ભર્યા ઈમેલ જુદા જુદા ઈમેઈલ આઈડી પરથી મોકલવામાં આવ્યા હતા. આ ઈમેઈલ્સમાં આપેલી ધમકીઓમાં ખાસ કરીને CM ઓફિસને બપોરે 1:11 વાગ્યે, AMC ઓફિસને બપોરે 3:11 વાગ્યે અને RSS કચેરીને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠને બોમ્બથી ઉડાવી લેવાની ધમકી મળી છે. ધમકી મળી હોવાના પગલે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી છે.
આ હાઈ-એલર્ટને પગલે તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે અને પોલીસ તેમજ સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઈમેલના સોર્સની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતની મુખ્ય ઓફિસના સ્ટાફ પણ બહાર આવી ગયા છે.
ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો સ્થળ ઉપર હાલ પહોંચી અને બિલ્ડિંગમાં તપાસ કરી રહી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘની ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.
