અમદાવાદ સહિત ગુજરાતમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat rain newest updates : ગુજરાતમાં શ્રાવણ મહિનો કોરો કાઢ્યા પછી મેઘરાજા ફરીથી ગુજરાત પર રિઝ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે 18 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાનું શરું થયું હતું. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં 5.16 ઈંચ નોંધાયો હતો. 

અમદાવાદમાં મેઘાની જોરદાર બેટિંગ

આજે શુક્રવારના દિવસે વહેલી સવારથી જ અમદાવાદમાં મેઘાની ધમાકેદાર બેટિંગ શરુ થઈ છે. શહેરમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદના કારણે પાણી ભરાયાની સમસ્યા ઉભી થઈ છે. જેના પગલે નોકરી ધંધે જનારા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર અમદાવાદમાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 

ગુજરાતમાં 24 કલાકમાં 150 તાલુકામાં મેઘમહેર

ગુજરાત સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે રાજ્યમાં 17-9-2026, સવારે 6 વાગ્યાથી 18-9-2026, સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકના સમયમાં કુલ 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ મોરબીના માળિયામાં 5.16 ઈંચ નોંધાયો હતો.

રાજ્યના 12 તાલુકામાં 2થી 6 ઈંચ વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી 12 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી 6 ઈંચ વચ્ચે વરસાદ પડ્યો હતો. આ વિસ્તાર અને પડેલા વરસાદની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો વરસાદ(ઈંચમાં)
માળિયા 5.16
દાંતા 3.58
શંખેશ્વર 3.35
દ્વારકા 2.8
બેચરાજી 2.56
અમીરગઢ 2.48
મોડાસા 2.28
મહેમદાબાદ 2.28
દહેગામ 2.28
પાલનપુર 2.17
રાધનપુર 2.17
ખેડબ્રહ્મા 2.09

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

દેશભરના 21 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરના 21 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મેઘાલય, આસામ અને આંધ્રપ્રદેશ. આ સમયગાળા દરમિયાન 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પર્વતીય રાજ્યો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *