તરબૂચ ખાધા પછી પાણી કેમ ન પીવુ?
તરબૂચ ખાધા બાદ મોટાભાગના લોકો તરત પાણી પીવાની મોટી ભૂલ કરે છે. હકીકતમાં તરબૂચમાં પહેલાથી જ ભરપૂર પાણી હોય છે. આવી સ્થિતિમાં તરબૂચ ખાધા બાદ પાણી પીવાથી પાચન ક્રિયા મંદ પડી જાય છે. તેનાથી ગેસ, અપચો, પેટ ફુલવું, ઝાડા ઉલ્ટી જેવી સમસ્યા થઇ શકે છે. આથી તરબૂચ ખાધા બાદ ઓછામાં ઓછા 30 મિનિટ બાદ જ પાણી પીવું જોઇએ.
