CJP પ્રોટેસ્ટમાં વાયરલ રીલ્સ બનાવનાર અભિનવ બિષ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ, Gen Z સ્ટાઈલના કારણે આવ્યો હતો ચર્ચામાં

CJP પ્રોટેસ્ટમાં વાયરલ રીલ્સ બનાવનાર અભિનવ બિષ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ, Gen Z સ્ટાઈલના કારણે આવ્યો હતો ચર્ચામાં

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


દિલ્હી સ્થિત કન્ટેન્ટ સર્જક અભિનવ બિષ્ટનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. બિષ્ટે સૌપ્રથમ જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) ના વિરોધ દરમિયાન ધ્યાન ખેંચ્યું હતું. તેમના Gen-Z સ્ટાઈલના વીડિઓઝે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી, જેના કારણે તેના ફોલોઅર્સ 635,000 થી વધુ થઈ ગયા હતા. જોકે સોશિયલ મીડિયા પર વિરોધ સંબંધિત સામગ્રીના પૂર વચ્ચે ઇન્સ્ટાગ્રામે બિષ્ટનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું.

‘ચલો સંસદ’ (માર્ચ ટુ સંસદ) વિરોધ દરમિયાન દિલ્હી પોલીસના લાઠીચાર્જથી ભાગી જવાનો એક વીડિયો વાયરલ થતાં બિષ્ટ સૌપ્રથમ લોકોની નજરમાં આવ્યો હતો. દર્શકોને સૌથી વધુ ગમતી વાત એ હતી કે આ વીડિયો ગેમ (Subway Surfers) સાથે મળતો આવતો હતો. તે ગેમના નાયક ‘જેક’ની જેમ દોડતો જોવા મળ્યો હતો. જ્યારે એક પોલીસ અધિકારી તેનો અને તેના મિત્રોનો પીછો કરતો હતો.

બીજી એક વાયરલ રીલમાં બિષ્ટ કિશોર કુમારના ક્લાસિક ગીત ‘મેરે મહેબૂબ કયામત હોગી’ ની ધૂન પર સાથી વિરોધીઓ સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. આ ગીતને અગાઉ 2020 માં TikTok પર ભારે લોકપ્રિયતા મળી હતી, જ્યારે ફૈઝલ શેખ (‘મિસ્ટર ફૈસુ’) જેવા સર્જકોએ તેને ઝડપી ગતિવાળા રિમિક્સ અને તેમના સિગ્નેચર ‘હેડ-બોબિંગ’ ડાન્સ મૂવ્સ સાથે રજૂ કર્યું હતું. જ્યારે ઘણા સર્જકોએ વિરોધનું રોકોર્ડીંગ કર્યું હતું, ત્યારે બિષ્ટ તેની અનોખી શૈલી માટે અલગ હતો. તેણે ટ્રેન્ડિંગ ઇન્સ્ટાગ્રામ રીલ ફોર્મેટ અને એડિટનો ઉપયોગ કરીને દિલ્હી પોલીસ સાથેની તેમની વાતચીતને કેદ કરી હતી. એક ખાસ પ્રખ્યાત વીડિયોમાં તેણે વિરોધ સ્થળ પર પોલીસ અધિકારીઓ સાથે વાયરલ ‘હૂ ઇઝ’ કપલ્સ ચેલેન્જ રજૂ કરી હતી. જોકે એવું લાગતું હતું કે અધિકારીઓને ખબર નહોતી કે તેઓ ટ્રેન્ડમાં ભાગ લઈ રહ્યા છે.

અભિનવ બિષ્ટનું એકાઉન્ટ સસ્પેન્ડ

જેમ જેમ જેમ આ વીડિયોઝ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયા બિષ્ટના ફોલોઅર્સ સંખ્યા થોડા દિવસોમાં લગભગ 5,000 થી વધીને 635,000 થી વધુ થઈ ગઈ. જોકે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. પત્રકાર ફરીદૂન શહરયારના એક વીડિયોનો જવાબ આપતાં તેણે લખ્યું, “મારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તમારા સમર્થન બદલ આભાર તે મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. કૃપા કરીને તેને ચાલુ રાખો.”

આ પણ વાંચો: ‘તેમને કોણ ઉછેરી રહ્યું છે?’, CJP પ્રદર્શન અને વાયરલ રીલ્સ પર કંગના રનૌત ભડકી, Gen Z ને સંભળાવી ખરી-ખોટી

બાદમાં બિશ્ટે એક નવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું અને સોમવારે તેની પહેલી રીલ દ્વારા તેના ફોલોઅર્સ સાથે વાત કરી. તેમે ઇન્સ્ટાગ્રામ નોટિસનું સ્ક્રીન રેકોર્ડિંગ પણ શેર કર્યું જેમાં તેને જાણ કરવામાં આવી હતી કે તે સસ્પેન્શન સામે અપીલ કરી શકે છે. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે જો 180 દિવસની અંદર કોઈ અપીલ દાખલ કરવામાં નહીં આવે તો એકાઉન્ટ કાયમ માટે બંધ કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *