Vadodara Kotna Seaside Drowning: વડોદરાના કોટના બીચ પર મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત

Vadodara Kotna Seaside Drowning: વડોદરાના કોટના બીચ પર મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


વડોદરા નજીક મહીસાગર નદી પર આવેલ કોટના બીચ પર આજે વહેલી સવારે ન્હાવા ગયેલા 9 યુવકોમાંથી 2 યુવકોના ડૂબી જવાથી મોત થયાની દુખદ ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણકારી મળતા જ નંદેસરી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 2 મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ત્યાં જ આ ઘટનામાં અન્ય 7 યુવકોને સ્થાનિક લોકોએ રેસ્ક્યૂ કરીને બચાલી લીધા છે.

vadodara-kotna-beach-drowning-accident
વડોદરાના કોટના બીચ પર મહીસાગર નદીમાં અકસ્માત બાદ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહેલા ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારી. {Photograph}: (સોશિયલ મીડિયા)

ઘટનાની જાણકારી મળતાં જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળે પહોંચીને બંને મૃતકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. જે બાદ મૃતદેહોને નંદેસરી પોલીસને સોંપવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ જય સુબોધ જોબલે અને કૃષ્ણા વિજય રાજપુત તરીકે થઈ છે. બંને વડોદરા વિસ્તારના વતની હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, કોટના બીચ પર ન્હાવા માટે 9 જેટલા લોકોનું એક ગ્રુપ પહોંચ્યું હતું. જોકે અચાનક પાણીમાં ડૂબવાની ઘટના બની, જેમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય સાત વ્યક્તિઓને સ્થાનિક લોકો અને રેસ્ક્યુ ટીમે બચાવી લીધા છે. જોકે એવી પણ જાણકારી સામે આવી રહી છે કે આ ગ્રુપમાં કેટલાક યુવકોને તરતાં આવડતું હોવાથી તેઓએ અન્ય લોકોને પણ પણ બચાવ્યા હતાં.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *