ઉનાળામાં મનાલી હિલ સ્ટેશન પ્રવાસ
ઉનાળા વેકેશનમાં મોટાભાગના લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા સ્થળો અને હિલ સ્ટેશન પર ફરવા જાય છે. ભારતમાં ઘણા હિલ સ્ટેશનો છે જે તેમની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે, જેમાંથી એક છે મનાલી. તેની પ્રાકૃતિક સુંદરતા ઉપરાંત, મનાલી બરફથી ઢંકાયેલા પર્વતો, સુખદ હવામાન અને રેમાંચક એડવેન્ચર માટે પ્રખ્યાત છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવે છે. પરંતુ મનાલીની નજીક ઘણાબધા સુંદર સ્થળો છે, જ્યાં અદભૂત દૃશ્ય જોવા યોગ્ય છે.
