Gujarat Rain : રાજ્યમાં જળબંબાકાર, ચીખલી-ખેરગામમાં 17-17 ઈંચ વરસાદ

Gujarat Rain : રાજ્યમાં જળબંબાકાર, ચીખલી-ખેરગામમાં 17-17 ઈંચ વરસાદ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Rain Climate Forecast Replace : રાજ્યમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 23 જુલાઇના રોજ સવારના 6.00 થી  રાતના 8.00 વાગ્યા સુધીમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારીના ચીખલી અને ખેરગામ તાલુકામાં 17-17 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં 16 ઈંચ અને ઉમરગામમાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં બારેય મેઘ ખાંગા

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે રાજ્યમાં ગુરુવારને 23 જુલાઇના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 207 તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ તાલુકામાં 17-17 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ઉમરપાડામાં 16 ઈંચ, ઉમરગામમાં 15 ઈંચ, ધોળકા અને વાસંદામાં 14-14 ઈંચ, વઘઈ, મહેમદાવાદ અને ગણદેવીમાં 13-13 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પારડી, નેત્રંગ અને નાનાપોંઢામાં 11-11 ઇંચ, વલસાડ, માતર અને મંડળમાં 10-10 ઈંચ સુધી વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. હાલ દક્ષિણ ગુજરાતમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. સુરત જિલ્લામાં 3 NDRF અને 5 SDRF જ્યારે વલસાડમાં 3 NDRF અને 5 SDRF ટીમો તૈનાત છે. ઓડિશાથી વધુ 4 ટીમો ગુજરાત આવશે. જેમાં 2 ટીમ વલસાડ અને 1 ટીમ સુરત તરફ મોકલવામાં આવશે. આર્મીની 2 કોલમ વલસાડ જશે, જ્યારે 1 ટીમ નવસારી માટે મોકલવામાં આવશે.

9 જિલ્લાઓમાં 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ, હિંમતનગર, વડોદરા, ભાવનગર, મહીસાગર અને નવસારી એમ 9 જિલ્લાઓમાં 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી આંગણવાડીઓ, પ્રાથમિક-માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

પીએમ મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ વાતચીત કરી

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વડાપ્રધાને રાજ્યમાં ભારે વરસાદથી ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની રાહત, બચાવ અને સુરક્ષા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદની ખાતરી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કામગીરી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી સાથે વાતચીત કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અંગે ગુજરાતને તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપી હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *