Rajma Recipes: રાજમા માંથી બનાવો આ 5 ટેસ્ટી વાનગી, પ્રોટીન સાથે સ્વાદથી ભરપૂર, નોંધી લો રેસીપી

Rajma Recipes: રાજમા માંથી બનાવો આ 5 ટેસ્ટી વાનગી, પ્રોટીન સાથે સ્વાદથી ભરપૂર, નોંધી લો રેસીપી

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Rajma Scrumptious Recipes : રાજમા પોષક તત્વો માટે જાણીતા છે. તે પ્રોટીન, ફાઇબર, આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટનો એક ઉત્તમ કુદરતી સ્ત્રોત માનવામાં આવે છે. ખાસ કરીને શાકાહારીઓ માટે રાજમાને પ્રોટીનનો શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. મોટા ભાગના ભારતીય ઘરોમાં રાજમાની મસાલેદાર ગ્રેવી સબ્જી તૈયાર કરવામાં આવે છે, જેને ભાત સાથે ખૂબ જ સ્વાદથી ખાવામાં આવે છે.

પરંતુ કેટલીકવાર લોકો એક જ પ્રકારની રાજમા સબ્જી ખાઈને કંટાળી જાય છે. જો કે, તમે રાજમા માંથી વિવિધ અન્ય તંદુરસ્ત અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. અહીં રાજમા માંથી 5 પ્રકારની વાનગી બનાવવાની રીત જણાવી છે,  જે તમે સવારના નાસ્તા, બપોરના ભોજન, સાંજના નાસ્તા અને રાત્રિભોજનમાં શામેલ કરી શકો છો.

Rajma Tikki Recipe : રાજમા ટિક્કી રેસીપી

જો તમે રાજમાની ગ્રેવી વાળી સબ્જીના બદલે વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગી શોધી રહ્યા છો, તો તમે રાજમા ટિક્કી બનાવી શકો છો. તે બાફેલા રાજમા મેશ કરીને બનાવવામાં આવે છે. તેમાં બાફેલા બટાકા, આદુ, લીલા મરચાં, કોથમીર અને મસાલા પણ ઉમેરવામાં આવે છે. તમે તેને ઓછા તેલમાં પેન પર શેકી શકો છો. સવાર અને સાંજના નાસ્તામાં રાજમા ટિક્કી ટ્રાય કરી શકાય છે.

Rajma Salad Recipe : રાજમા સલાડ રેસીપ

તમે સલાડમાં રાજમાનો પણ સમાવેશ પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકો છો. આ માટે બાફેલા રાજમામાં ડુંગળી, ટામેટા, કાકડી, લીંબુનો રસ, લીલા મરચાં, કોથમીર અને થોડું ઓલિવ તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમે આ પ્રોટીનથી ભરપૂર સલાડનું સેવન સવારે નાસ્તામાં કરી શકો છો.

Rajma Pulao Recipe : રાજમા પુલાવ રેસીપી

રાજમા અને ચોખા માંથી રાજમા પુલાવ પણ બનાવી શકાય છે. આ માટે કૂકરમાં થોડું ઘી ગરમ કરી તેમાં જીરૂ, તમાલપત્ર, તજ, લવિંગ, એલચી અને ઝીણી સમારેલી ડુંગળી મેળવી સોનેરી થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમા બાફેલા રાજમા અને થોડું મસાલો મેળવી 2-3 મિનિટ સુધી રાંધી લો. આ પછી તેમા બાસમતી ચોખા અને પાણી રેડો. પછી 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બાફો. રાજમા પુલાવ રાયતું, દહીં, સલાડ અથવા પાપડ સાથે પીરસી શકો છો. તે સ્વાદિષ્ટ તેમજ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે.

Rajma Soup Recipe : રાજમા સૂપ રેસીપી

રાજમા માંથી બનેલું સૂપ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. આ માટે ટામેટાં, લસણ અને શાકભાજી સાથે બાફેલા રાજમાને રાંધીને મિક્સર જારમાં સહેજ ઘટ્ટ જ્યૂસ જેવું બનાવો. હવે તેમાં કાળા મરી પાઉડર, શેકેલું જીરું પાવડર અને થોડો લીંબુનો રસ ઉમેરો અને ગરમ ગરમ સૂપ તૈયાર કરો. તે હળવું, પૌષ્ટિક અને પાચન માટે પણ સારું છે. તમે તેને સાંજે ઓછી ભૂખ હોય ત્યારે અને ડિનરમાં આહારમાં શામેલ કરી શકો છો.

આ પણ વાંચો | બિસ્કીટ ભાખરી કેવી રીતે બનાવવી? બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ, 3 દિવસ સુધી ફ્રેશ રહેશે

Rajma Sandwich Recipe : રાજમા સેન્ડવિચ રેસીપી

જો તમે બાળકોના ટિફિનમાં કેટલીક સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓ શામેલ કરવા માંગો છો, તો તમે રાજમા સેન્ડવિચ બનાવી શકો છો. આ માટે બાફેલા રાજમાને મસળી તેમાં ડુંગળી, કેપ્સિકમ, મકાઈ અને હલકા મસાલા મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો. હવે આ સ્ટફિંગને બ્રેડમાં ભરી તેને પેન પર બન્ને બાજુએથી શેકી લો. તમે તેને બાળકોના ટિફિનમાં આપી શકો છો તેમજ ઓફિસમાં બપોરના ભોજનમાં પણ લઇ જઇ શકો છો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *