જો તમે ઈચ્છો છો કે તમારી ત્વચા અંદરથી સ્વસ્થ અને બહારથી ચમકદાર રહે તો આ ખાદ્યપદાર્થોનો તમારા આહારમાં સમાવેશ કરવાનું વિચારો.
1. આમળા
આમળામાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે, જે કોલેજનના ઉત્પાદનને વધારવામાં મદદ કરે છે. ત્વચાને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે કોલેજન આવશ્યક છે. તેથી તમારા આહારમાં આમળાનો ચોક્કસ સમાવેશ કરો.
2. ગાજર
ગાજરમાં બીટા-કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેને તમારું શરીર સરળતાથી વિટામિન Aમાં રૂપાંતરિત કરે છે. વિટામિન A શરીરના એકંદર સ્વાસ્થ્યને જાળવી રાખવામાં અને ત્વચાના કોષોને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
3. બદામ
બદામ પણ ત્વચાને અંદરથી સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન E હોય છે, જે ત્વચાને ઓક્સિડેટીવ સ્ટ્રેસથી બચાવે છે અને ત્વચાના રક્ષણાત્મક સ્તર (સ્કિન બેરિયર) ને જાળવી રાખવામાં મદદ કરે છે.
4. ઈંડા
ઈંડામાં નવ આવશ્યક એમિનો એસિડ, વિટામિન B12, કોલિન અને વિવિધ એન્ટીઑકિસડન્ટો હોય છે. આ તમામ તત્વો ત્વચાને કુદરતી રીતે સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: શિયાળામાં બનાવો સ્મોકી ફ્લેવરવાળી ચટપટી ‘શેકેલા આમળાની ચટણી’, નોંધી લો સરળ રેસીપી
Disclaimer : આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. દરેક વ્યક્તિની ઉંમર, આરોગ્ય અને શારીરિક પ્રવૃત્તિ અનુસાર બદલાય છે. સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી માટે નિષ્ણાંત કે ડોક્ટરનો સંપર્ક કરવો.
