ઘરમાં ફુલ ટાઇમ મેડ રાખતા પહેલા કઇ કઇ બાબત ધ્યાનમાં રાખવી, વિવાદથી બચી જશો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Home Security Suggestions : શહેરોમાં લોકોની જીવનશૈલી ખૂબ વ્યસ્ત હોય છે, ખાસ કરીને જો પતિ-પત્ની બંને નોકરી કરતા હોય, તો ઘર ચલાવવું ઘણીવાર મુશ્કેલ બની જાય છે. સવારમાં જાગવું, ઘર સફાઇ કરવી, રસોઇ બનાવવી, બાળકો અને વડીલોની સંભાળ રાખવી સહિત અન્ય ઘરકામ કરવામાં સમસ્યા પડે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ફુલ ટાઇમ મેડ એટલે કે કામવાળા બહેન રાખે છે. 

કામવાળા બહેન એટલે કે મેડ ઘરની સફાઈ, રસોઈ, બાળકો અને વૃદ્ધોની સંભાળ સહિત અનેક જવાબદારીઓ સંભાળે છે. પરંતુ તમારા ઘરમાં કોઈ પણ બહારના વ્યક્તિને રહેવા માટે જગ્યા આપવી મોટી જવાબદારી છે. આ સમય દરમિયાન, ઘરની સુરક્ષા, પરિવારની ગોપનીયતા અને પરસ્પર વર્તન પર ધ્યાન આપવું પણ મહત્વપૂર્ણ છે. જો તમે પણ તમારા ઘરમાં મેડ રાખવાનો વિચાર કરી રહ્યા છો અથવા પહેલેથી જ મેડ રાખી દીધી છે, તો કેટલાક નિયમો અને સીમાઓ નક્કી કરવાથી ગેરસમજ અને સમસ્યાઓ ટાળી શકાય છે. આ માટે, તમે આ 9 બાબતો ધ્યાનમાં રાખી શકો છો.

1 વેરિફિકેશન કરવું જરૂરી

કોઈપણ કામવાળા બહેન રાખતા પહેલા તેમનું પોલીસ વેરિફિકેશન કરવું જરૂરી છે. તેમનો ઓળખપત્ર, કાયમી સરનામું, મોબાઇલ નંબર અને તાત્કાલિક સંપર્ક માહિતી પણ તમારી પાસે રાખો. આ સાથે, સ્થાનિક પોલીસની પ્રક્રિયા અનુસાર તેમનું વેરિફિકેશન કરો.

2 કામ અને જવાબદારી

ઘરમાં મેડ રાખ્યા પછી કામ વિશે ઘણીવાર મતભેદ થાય છે. આ માટે, તેમને શરૂઆતથી જ કહો કે તેમણે ક્યા ક્યા કામ કરવાના છે. જેમ કે રસોઈ કરવી, ઝાડૂ મારવી અને પોતું કરવું, વાસણ ધોવા, બાળકોની સંભાળ રાખવી, અથવા વૃદ્ધ લોકોની મદદ કરવી.

3 રહેવા અને ઊંઘવાની વ્યવસ્થા

જો તમે ઘરમાં કાયમી કામવાળા બહેન રાખ્યા છે, તો તેના ઊંઘવા અને આરામ કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરો. આ માટે, અલગ રૂમ અથવા ઘરનો એક ભાગ આપો જ્યાં તે આરામથી રહી શકે અને પોતાની વસ્તુઓ રાખી શકે.

4 સીમા નક્કી કરો

ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે, જેની પહોંચી બીજાને મળવી જોઈએ નહીં. આ માટે શરૂઆતથી જ કેટલીક સીમાઓ નક્કી કરો. ઉદાહરણ તરીકે, પરિવારના સભ્યોના બેડરૂમ, પર્સનલ વોર્ડરોબ, મહત્વપૂર્ણ દસ્તાવેજો અને વ્યક્તિગત સામાન પરવાનગી વગર ઉપયોગ ન કરવો.

5 રજા અને કામના કલાકો નક્કી કરો

જો સવારથી સાંજ સુધીના કામવાળા બહેન રાખ્યા છે, તો તમારી રજા અને કામના કલાકો પહેલેથી નક્કી કરો. આ માટે, સાપ્તાહિક રજા, તહેવારની રજાઓ વિશે ચર્ચા કરો. જો કોઈ ઇમરજન્સી કામ માટે ઘરે જવું પડે તો તેના વિશે પણ ચર્ચા કરો. સાથે જ, કામના કલાકો વચ્ચે તેમને થોડો આરામ આપો જેથી તે કામના બોજથી પરેશાન થાય નહીં.

6 પગાર અને સમય

શરૂઆતથી નક્કી કરો કે કામવાળા બહેનને કેટલો પગાર આપવો. સાથે જ, તમે કઇ તારીખે પગાર આપશો તે પહેલેથી નક્કી કરો. ઉપરાંત પગારનો રેકોર્ડ રાખવાનું ભૂલશો નહીં. આથી ભવિષ્યમાં કોઈપણ નાણાકીય વિવાદો ટાળી શકાય છે.

7 સુરક્ષા જરૂરી

જો ઘરમાં નાના બાળકો અને વૃદ્ધ લોકો હોય, તો તેમની સંભાળની જવાબદારી આપતા પહેલા કામવાળા બહેન સાથે વાત કરો. ઉદાહરણ તરીકે – એકલા બહાર ન લઈ જવા, અજાણ્યા માટે દરવાજો ન ખોલવો અને ઇમરજન્સીની સ્થિતિમાં પરિવારને તરત જાણ કરવી.

8 ચાવી અને કિંમતી સામાન

ઘરની મુખ્ય ચાવી, કબાટની ચાવી, રોકડ, દાગીના અને મહત્વપૂર્ણ દસ્તાવેજો એવી જગ્યાએ સુરક્ષિત રાખો જ્યાં તેઓ પહોંચી ન શકે. જરૂર વગર ઘરની બધી ચાવીઓ કોઈને પણ આપવી નહી.

આ પણ વાંચો | જૂનના ઉનના સ્વેટર માંથી બનાવો 5 ડેકોરેટિવ આઇટમ, આપો ઘરને વિન્ટર લૂક

9 મોનિટર કેવી રીતે કરવું

કામવાળા બહેન રાખવાની પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘરમાં CCTV કેમેરા પણ લગાવવા જોઈએ. આ સાથે, તમે કેટલાક હિડેન કેમેરા પણ લગાવી શકો છો. આથી તમે તેમની તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકો છો, જે સલામતી માટે મહત્વપૂર્ણ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *