‘રવિન્દ્ર જાડેજાની વન-ડે કારકિર્દી લગભગ ખતમ’, ચેતેશ્વર પૂજારાએ ભવિષ્યવાણી કરતા ગણાવ્યું કારણ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs New Zealand ODI : ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાનું માનવું છે કે રવિન્દ્ર જાડેજાની વન ડે કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. ટીમ મેનેજમેન્ટે અક્ષર પટેલને પ્રાધાન્ય આપતાં ન્યૂઝીલેન્ડ સામેની પાંચ વન ડેની શ્રેણી માટેની ટીમમાં જાડેજાની પસંદગી કરવામાં આવી નથી. આવતા વર્ષે યોજાનારા વન ડે વર્લ્ડ કપને જોતા સ્પષ્ટ થાય છે કે ભારત આ મોટી ટૂર્નામેન્ટમાં જાડેજાને બદલે અક્ષર પટેલને પ્રાધાન્ય આપવા માગે છે.

વન ડે ક્રિકેટમાં અક્ષર પટેલ મુખ્ય ઓલરાઉન્ડર રહ્યો છે 

ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે જો જાડેજા વન ડે ક્રિકેટમાં ભારતની યોજનાઓમાં સામેલ હોત તો તેની પસંદગી ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી માટે જરુર થઈ હોત. મને આવું જ લાગે છે કે કારણ કે જો તમે રવિન્દ્ર જાડેજાને વન ડે ક્રિકેટમાં રાખવા માંગતા હોવ તો તેની પસંદગી થવી જોઈતી હતી. મને ખાતરી છે કે તેને કહી દેવામાં આવ્યું હશે કદાચ તેની પસંદગી ના થાય કારણ કે વન ડે ક્રિકેટમાં અક્ષર પટેલ મુખ્ય ઓલરાઉન્ડર રહ્યો છે અને તેને વધુ તકો આપવામાં આવી રહી છે 

જાડેજાની વન-ડે માટે પસંદગી થવી મુશ્કેલ છે

પૂજારાએ વધુમાં કહ્યું કે તેની ઉંમરને જોતાં મને લાગે છે કે ટીમ મેનેજમેન્ટે તેને કહ્યું હશે કે હવે તે ફક્ત ટેસ્ટ ક્રિકેટનો  ભાગ છે, તેથી તેણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેઓ સફેદ બોલ ક્રિકેટ (વનડે અને ટી 20) માટે તેની તરફ જોઈ રહ્યા નથી. તેથી તે તેની કારકિર્દીનો અંત હોઈ શકે છે કારણ કે દેખીતી રીતે જ તે ટી20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. મને લાગે છે કે હવે તેને વનડે માટે પસંદ કરવામાં આવશે નહીં. પૂજારાએ જિયોસ્ટાર પર વાત કરતી વખતે આ વાતો કહી હતી.

જોકે ભારતના ભૂતપૂર્વ બેટીંગ કોચ અભિષેક નાયરનું માનવું છે કે જાડેજા હજુ પણ અક્ષર પટેલના બેકઅપ તરીકે ટીમમાં સ્થાન મેળવી શકે છે. તેમણે કહ્યું કે જડ્ડુ ભલે ટીમમાં પુનરાગમન ન કરે, પરંતુ જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો પહેલા જડ્ડુનું નામ ધ્યાનમાં આવશે કારણ કે અક્ષર પછી બીજો કોઈ વિકલ્પ નથી. અત્યારે સૌથી સાચો સવાલ એ હશે કે અક્ષર પછી સૌથી આગળ કોણ છે અને તેના પછી જડ્ડુ (રવિન્દ્ર જાડેજા) તમારા માટે વીમા પોલિસી છે. જો વર્લ્ડ કપ પહેલા અક્ષર પટેલને કંઈ થશે તો રવિન્દ્ર જાડેજા ટીમમાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *