ભારતમાં ઘણા અલગ-અલગ પ્રકારના નાસ્તા જોવા મળે છે. તેમાં કેટલાક પૌષ્ટીક હોય છે. આ પરંપરાગત નાસ્તા સ્વાદિષ્ટ, પેટ ભરનારા અને હેલ્ધી હોય છે. 6 એવા નાસ્તા વિશે જણાવી રહ્યા છી જે હેલ્ધી છે.
શેકેલા ચણા
પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર, શેકેલા ચણા તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. ગમે ત્યારે ખાવા માટે એક સંપૂર્ણ નાસ્તો છે.
ફણગાવેલા મૂંગ ચાટ
વિટામિન, પ્રોટીન અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર, આ તીખી ચાટ પોષક તત્વોથી ભરપૂર નાસ્તાનો વિકલ્પ છે.
મુરમુરુ ભેળ
શાકભાજી અને મસાલાઓ સાથે મિશ્રિત ક્રન્ચી, ઓછી કેલરીવાળો નાસ્તો છે. સાંજે જ્યારે ભૂખ લાગ ત્યારે હળવો પણ સંતોષકારક નાસ્તો છે.
ખમણ-ઢોકળા
આ બાફવામાં આવેલો ગુજરાતી નાસ્તો હળવો, પ્રોબાયોટિકથી ભરપૂર અને પચવામાં સરળ છે.જે તેને આંતરડાને અનુકૂળ બનાવે છે.
સફેદ જામફળ ખાવું કે ગુલાબી જામફળ, જાણો સ્વાસ્થ્ય માટે કયું છે ફાયદાકારક?
ઈડલી
આ બાફેલા નાસ્તામાં કેલરી ઓછી હોય છે, પેટ માટે સરળતાથી પચી જાય છે. વધારાના પ્રોટીન માટે સાંભાર સાથે ખાઇ શકાય છે.
પૌવા
પૌવા આયર્નથી ભરપૂર વાનગી છે, જે પૌષ્ટીક અને સ્વાદીષ્ટ નાસ્તો છે. સવારે કે સાંજે તેને ખાઇ શકો છો. તે એકદમ હળવો ખોરાક છે.
