Actual vs Pretend Mawa : દિવાળીનો તહેવાર નજીક છે. દિવાળીના સમયે મીઠાઈઓની માંગ ઘણી વધે છે. દિવાળી પર લોકો એકબીજાને મીઠાઈ ખવડાવે છે અને સાથે મળીને તહેવારની ઉજવણી કરે છે. આ મીઠાઈઓમાં મોટાભાગની મીઠાઈઓ માવામાંથી બનાવવામાં આવે છે. આજના સમયમાં બજારમાં ભેળસેળયુક્ત માવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
આવી સ્થિતિમાં જો તમે પણ બજારમાંથી માવો ખરીદવા જઇ રહ્યા છો તો તમે કેટલીક સરળ રીતે અસલી માવાની ઓળખ કરી શકો છો. અહીં તમારા માટે કેટલીક ખાસ ટીપ્સ લાવ્યા છીએ જેને તમે ફોલો કરી શકો છો.
હાથથી ટેસ્ટ કરો
તમે તમારા પોતાના હાથથી અસલી માવાની ઓળખી શકો છો. આ માટે માવાને તમારી હથેળી પર લો અને તેને મેશ કરો. જો માવા ચીકણો લાગે અને હાથ પર હળવું તેલ જેવું લાગે છે તો સમજો કે તે અસલી છે. જો માવો નકલી હોય તો તે મેશ કરવા પર સુકાઈ જશે અથવા ખરબચડો થઈ જશે.
માવાને ગરમ કરો
અસલી માવાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે તેને ઓળખી શકાય છે. આ માટે પેન પર માવાનો એક નાનો ટુકડો મૂકી ગરમ કરી લો. જો માવો અસલી છે તો તે સોનેરી ભૂરા રંગનો થઈ જશે અને હળવી સુગંધ હશે. નકલી માવો ગરમ થાય ત્યારે વિચિત્ર ગંધ આવે છે.
સ્વાદ અને સુગંધ દ્વારા ઓળખો
અસલી માવાનો સ્વાદ હળવો મીઠો અને દૂધ જેવો હોય છે, જ્યારે નકલી માવાનો સ્વાદ ફીકો અથવા કડવો હોઇ શકે છે. અસલી માવામાં દૂધની તીવ્ર ગંધ આવે છે, જ્યારે નકલી માવામાં ભેળસેળયુક્ત સુગંધ હોય છે.
પાણીના ટેસ્ટથી ઓળખો
તમે પાણીના ટેસ્ટ દ્વારા પણ અસલી માવાને ઓળખી શકો છો. આ માટે થોડો માવો લો અને તેને એક ગ્લાસ પાણીમાં નાખો. જો માવો તેનો રંગ છોડવા લાગે અથવા સંપૂર્ણ ઓગળી જાય છે તો તે નકલી છે. અસલી માવો જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે ત્યારે તે નીચે બેસી જાય છે અને કોઈ રંગ છોડતો નથી.
આ પણ વાંચો – મૂળાનું સેવન પાંદડા સાથે કરવું કે પાંદડા વગર? સ્વાસ્થ્ય માટે યોગ્ય રીત શું છે, જાણો
આયોડિન ટેસ્ટથી કરો ઓળખ
અસલી અને નકલી માવાને ઓળખવા માટે આયોડિન ટેસ્ટ ખૂબ ઉપયોગી છે. આ માટે માવાના થોડા ટુકડા તોડી નાખો અને તેના પર આયોડિનના થોડા ટીપાં નાખો. જો માવાનો રંગ બદલાય છે તો તે નકલી છે. અસલી માવાનો રંગ બદલાતો નથી.
