ઘરે જ બનાવો સોફ્ટ અને હેલ્ધી બ્રેડ, બેકરી જેવી પરફેક્ટ બ્રેડ બનાવવાની સરળ રીત નોંધી લો

ઘરે જ બનાવો સોફ્ટ અને હેલ્ધી બ્રેડ, બેકરી જેવી પરફેક્ટ બ્રેડ બનાવવાની સરળ રીત નોંધી લો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


બજારમાં મળતી રેડીમેડ બ્રેડમાં સામાન્ય રીતે મેદો, આર્ટિફિશિયલ ફ્લેવર્સ અને તેને લાંબા સમય સુધી સાચવવા માટે કેમિકલ પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમે તમારા પરિવારને પૌષ્ટિક આહાર આપવા માંગતા હોવ તો ઘરે જ હેલ્ધી બ્રેડ બનાવવી એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

નાસ્તામાં બાળકો મોટા ભાગે બ્રેડ ટોસ અથવા બટર માંગે છે. બ્રેડમાંથી ઘણા પ્રકારના સ્નેક્સ બનાવવામાં આવે છે. બજારમાં મળતી બ્રેડ મોટા ભાગે વાસી અથવા ભેળસેળ વાળી હોય છે. જેને દરરોજ બાળકોને ખવરાવવાથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે. આવામાં તમે બાળકો માટે ઘરે બ્રેડ બનાવી શકો છો. બજાર જેવી બ્રેડ ઘરે બનાવવી મુશ્કેલ કામ નથી. ચલો તમને તેની રેસીપી વિશે જણાવીએ.

બ્રેડ માટે સામગ્રી

લોટ
મેદો
ઘી-તેલ
મીઠું
બેકિંગ સોડા
વેનિલા એસેંસ
દૂધ
પાણી

બ્રેડ બનાવવાની રેસીપી

સૌપ્રથમ ઘઉંનો લોટ લો અને તેમાં 1 કપ મેદો, એક નાની ચમચી બેકિંગ સોડા, થોડું વેનિલા એસેંસ અને મીઠું મિક્સ કરો. હવે તમામ વસ્તુઓ મિક્સ કર્યા બાદ લોટને ગુંથવાનું શરૂ કરો. તમારે તેને થોડો કઠણ ગુંથવો પડશે. જ્યારે લોટ બાંધી લો ત્યારે તેના પર થોડુ તેલ અથવા ઘી લગાવીને કોટનના કપડાથી લપેટીને ઢાંકીને રાખી દો.

આ પણ વાંચો: વરસાદી માહોલમાં માણો ક્રિસ્પી ટામેટા બોન્ડા-ભજીયાનો સ્વાદ, ટેસ્ટ એવો કે દાઢે વળગે

હવે 5 કપ પાણી અને 5 કપ દૂધમાં આ લોટને ફરીથી ગુંથવાનો છે. આ લોટને થોડો નરમ ગુંથી લો. પછી માઇક્રોવેવમાં હીટ ટેંપરેચર સેટ કરીને બ્રેડવાળા લોટને રાખો. તે હીટ થઈને બ્રેડના ફોર્મમાં થઈ જશે. માઇક્રોવેવથી નીકાળ્યા બાદ તમે બ્રેડની સ્લાઇડમાં કાપી લો. બસ પછી તેને મજાથી ખાવ.

બ્રેડ બનાવવા માટેની ખાસ ટિપ્સ

પાણીનું તાપમાન: યીસ્ટ એક્ટિવેટ કરવા માટે પાણી વધુ પડતું ગરમ કે ઠંડું ન હોવું જોઈએ, માત્ર નવશેકું  હોવું જોઈએ. બ્રેડ બેક થઈ ગયા પછી તેને તરત કાપવી નહીં. સંપૂર્ણ ઠંડી થયા પછી જ સ્લાઈસ કરવી જેથી તે કરચલી વગર સોફ્ટ કપાય.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *