Sheikh Hasina : બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બુધવારે નવી દિલ્હીથી વીડિયો લિંક દ્વારા બે વર્ષમાં પ્રથમ વખત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે તે 2 વર્ષથી મ પ્રિય બાંગ્લાદેશને સળગતું જોઈ રહી છે. આટલું કહીને તે ભાવુક થઈ ગયા હતા અને પોતાના પ્રિયજનોને યાદ કરીને રડી પડ્યા હતા.
આ કાર્યક્રમ 2024 માં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના બળવા પછી સત્તામાંથી હાંકી કાઢવાની બીજી વર્ષગાંઠ પ્રસંગે થયો હતો. આ સંબોધન ઢાકા અને અવામી લીગ વચ્ચે ફરીથી વધતા રાજકીય તણાવ વચ્ચે આવ્યું છે. ભારતે આ ખાનગી કાર્યક્રમથી પોતાને દૂર રાખ્યા છે.
બુધવારે નવી દિલ્હીમાં ફોરેન કોરસપોન્ડન્ટ્સ ક્લબ ઓફ સાઉથ એશિયામાં આ પ્રેસ ઇવેન્ટ યોજાઈ હતી. આ તારીખ 5 ઓગસ્ટ હસીના સરકારના પતનની બીજી વર્ષગાંઠ સાથે બંધ બેસે છે. બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન બે વર્ષ પહેલા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધનો સામનો કર્યા પછી ઢાકા છોડી દીધું હતું અને ત્યારથી તેઓ ભારતમાં રહે છે.
આ તે બાંગ્લાદેશ નથી જે આપણે બનાવ્યું હતું – શેખ હસીના
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દિલ્હીમાં મીડિયા સાથેની વર્ચ્યુઅલ વાતચીતમાં કહ્યું કે છેલ્લા બે વર્ષથી મેં મારા પ્રિય બાંગ્લાદેશને પીડાતા જોયા છે. આ તે બાંગ્લાદેશ નથી જે આપણે બનાવ્યું છે, આ બાંગ્લાદેશ નથી જેના માટે 1971માં 30 લાખ લોકોએ પોતાનો જીવ આપ્યો હતો.
માર્ક ઝુકરબર્ગે માફી માંગી, મેટાએ સ્વીકાર્યું કે કેટલાક કન્ટેન્ટને બૂસ્ટ કરવા માટે ઘણા પૈસા ચુકવવામાં આવ્યા હતા
તેમણે આગળ કહ્યું કે હું જુલાઈ અને ઓગસ્ટ 2024 ની સચ્ચાઇથી પોતાની વાત શરુ કરું છું. તે વિદ્યાર્થીઓનું શાંતિપૂર્ણ આંદોલન ન હતું. શરૂઆતથી જ મારી સરકારે સંવાદ, કાયદાકીય પ્રક્રિયા અને ધૈર્યના માધ્યમથી આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુધારાની ભાષાની આડમાં, સંગઠિત જૂથો વિદ્યાર્થીઓની માંગણીઓને હિંસક રાજકીય હથિયારમાં ફેરવવા માટે કામ કરી રહ્યા હતા.
બાંગ્લાદેશ પરત ફરીશ – શેખ હસીના
શેખ હસીના પોતાના પિતા શેખ મુજીબુર રહેમાન અને માર્યા ગયેલા પરિવારના અન્ય સભ્યોને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે, તેઓ મુજીબુર રહેમાનનું નામ ભૂંસી નાખવા માગે છે. અવામી લીગ પ્રમુખે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી પરનો પ્રતિબંધ હટાવવો જોઈએ અને પુનરોચ્ચાર કર્યો હતો કે તે તેમના દેશ પરત ફરશે.
