jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

jagannath rath yatra 2026 reside: ત્રણે ભગવાન રથમાં બીરાજમાન થયા, CM પહિંદ વિધિ કરશે,, આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ahmedabad jagannath rath yatra 2026 reside: આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આજે 16 જુલાઈ 2026, ગુરુવારે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે. 

અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિરમાં વિવિધ પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે. દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. 

મુખ્યમંત્રી કરશે પહિંદ વિધિ

મંગળા આરતી બાદ જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું. સવારે 4:30 વાગ્યે ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. 5 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે. 

  • Jul 16, 2026 06:37 IST

    Ahmedabad rath yatra 2026 reside: 7 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરાવશે

    હવે 7 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત ‘પહિંદ’ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. 7:30 વાગ્યાની આસપાસ ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે, જેમાં સૌથી આગળ ગજરાજ હશે.

  • Jul 16, 2026 05:53 IST

    Ahmedabad rath yatra 2026 reside: ભગવાન જગન્ના, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી રથમાં બિરાજમાન

    વિવિધ વિધિ આદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે અને રથનો પ્રસ્થાન કરાવશે.

  • Jul 16, 2026 05:30 IST

    Ahmedabad rath yatra 2026 reside: અમદાવાદ અભેદ કિલ્લામાં ફેરવાયું

    અમદાવાદમાં ભગવાના જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. જેની સુરક્ષામાં 10 આઈજી-ડીઆઈજી, 30,000 પોલીસ જવાન, 26 પોલીસ રેન્જ, 1397 પોલીસ પોઈન્ટ્સ, 100 ડ્રોન, 42 ડીસીપી, 88 એસીપી, 800 પીઆઈની અભેદ સુરક્ષા ગોઠવાઈ છે.

  • Jul 16, 2026 05:15 IST

    Ahmedabad rath yatra 2026 reside: કેટલો વેચાશે પ્રસાદ?

    ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિ્યાન 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમ, 2 લાખ ઉપેરણાં પ્રસાદ તરીકે ભક્તો અપાશે.

  • Jul 16, 2026 05:15 IST

    Ahmedabad rath yatra 2026 reside: કેટલો વેચાશે પ્રસાદ?

    ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિ્યાન 45 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી-દાડમ, 2 લાખ ઉપેરણાં પ્રસાદ તરીકે ભક્તો અપાશે.

  • Jul 16, 2026 05:07 IST

    Ahmedabad rath yatra 2026 reside: ભગવાન જગન્નાથજીની નગરચર્યાનો કાફલો

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળશે. ત્યારે ભગવાનના નગરચર્યામાં 18 શણગારેલા ગજરાજ, 101 થીમ આધારિત ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેંડવાજા, દેશભરમાંથી આવેલા 2500 જેટલા સાધુ સંતો, 1000થી 1200 ખલાસી ભાઈઓ રથને પ્રસ્થાન કરાવશે.

  • Jul 16, 2026 05:01 IST

    Ahmedabad rath yatra 2026 reside: ભગવાન જગન્નાથજીને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાયો

    અત્યારે અમદાવાદ જગન્નાથ મંદિરની બહાર ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ભગવાનની મંગળા આરતી બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો છે.

  • Jul 16, 2026 04:52 IST

    Ahmedabad rath yatra 2026 reside: ખલાસી ભાઈઓ રથને ખેંચશે

    અમદાવાદમાં નીકળનારી ભગવાના જગન્નાથજીની રથયાત્રામાં સૌથી આગળ ગજરાજો, ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અખાડા, ભજન મંડળીઓ અને બેન્ડવાજા જોડાશે. રથને ખેંચવા માટે અંદાજે ખલાસી ભાઈઓ જોડાશે, જ્યારે હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજ્જૈન, જગન્નાથપુરી સહિત દેશભરમાંથી સાધુ-સંતો ભાગ લેશે.

  • Jul 16, 2026 04:46 IST

    Ahmedabad rath yatra 2026 reside: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા

    આજે અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત દેશના વિવિધ ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. આજે 16 જુલાઈ 2026, ગુરુવારે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે.

  • Jul 16, 2026 04:42 IST

    Ahmedabad rath yatra 2026 reside: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે પહિંદ વિધિ

    મંગળા આરતી બાદ જય રણછોડ માખણ ચોરના નાદથી મંદિર પરિષર ગુંજી ઉઠ્યું હતું. સવારે 4:30 વાગ્યે ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવવામાં આવશે. 5 વાગ્યાની આસપાસ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથમાં બેસાડવામાં આવશે. સવારે 7:30 વાગ્યે ત્રણેય રથ મંદિરથી બહાર નીકળશે.

  • Jul 16, 2026 04:41 IST

    Ahmedabad rath yatra 2026 reside: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી

    અમદાવાદના જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરમાં વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી છે. મંદિરમાં વિવિધ પૂજા વિધિ શરૂ થઈ ગઈ છે. દેશના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મંગળા આરતીમાં ભાગ લીધો હતો. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *