ખાંડ વગર ચા ને ગળી બનાવવાની રીત, 6 હેલ્ધી અને સરળ ઉપાય

ખાંડ વગર ચા ને ગળી બનાવવાની રીત, 6 હેલ્ધી અને સરળ ઉપાય

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Candy Tea With out Including Refined Sugar : આપણા દેશમાં ચા ફક્ત એક પીણું નથી પણ એક ભાવના છે. લોકો પોતાના દિવસની શરૂઆત ચા થી કરે છે. જોકે આજકાલ સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી બીમારીઓ ખૂબ જ સામાન્ય બની ગઇ છે. એટલા માટે લોકો પોતાના આહારમાંથી ખાંડ છોડી રહ્યા છે. 

ખાંડ તો છોડી દે શે પણ ખાંડ વગરની ચા પીવાથી ટેસ્ટી લાગતી નથી અને ચા ની સાચે મજા માણી શકાતી નથી. જો તમે પણ ખાંડ વગરની ચા પીવા મજબૂર છો તો તમે કેટલીક હેલ્ધી રીતો અપનાવીને તેને ગળી બનાવી શકો છો. અહીં અમે તમને આવી જ કેટલીક પદ્ધતિઓ જણાવી રહ્યા છીએ.

ગોળની ચા 

તમે ખાંડને બદલે ગોળની ચા પણ પી શકો છો. ગોળ માત્ર મીઠાશ જ નહીં, પરંતુ તેમાં આયર્ન, પોટેશિયમ અને એન્ટીઑકિસડન્ટ પણ હોય છે. તે એનર્જી બુસ્ટ કરવાની સાથે બોડીને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે. જોકે ધ્યાનમાં રાખો કે ગોળમાં કેલરીનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય છે, તેથી તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

સાકરનો ઉપયોગ કરો

તમે ચાને મીઠી બનાવવા માટે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો. આયુર્વેદ અનુસાર સાકરની તાસીર ઠંડી હોય છે અને તે પાચન માટે પણ ખૂબ સારી હોય છે. તે સ્ફટિક સ્વરૂપમાં હાજર હોય છે, એટલે કે તેને નિયમિત ખાંડની જેમ રિફાઇંડ કરવામાં આવતી નથી.  આ કારણે તે ઓછું નુકસાન કરે છે. તમે તેને દરરોજ મર્યાદિત માત્રામાં સેવન કરી શકો છો. 

ખજૂરનો પાઉડર 

તમે ચા ને કુદરતી રીતે મીઠી બનાવવા માટે ખજૂરના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં કુદરતી મીઠાશ હોય છે અને તેમાં આયર્ન, ફાઇબર જેવા જરુરી મિનરલ્સ પણ હોય છે. પલાળેલી ખજૂરની પેસ્ટ, દૂધની ચા માં સારી રીતે ભળી જાય છે અને રિચ ટેસ્ટ આપે છે. તમે સરળતાથી ઓનલાઈન ખજૂરનો પાવડર પણ ખરીદી શકો છો. 

સ્ટીવિયાનો ઉપયોગ કરો

ચા ને મીઠી બનાવવાની સૌથી સ્વસ્થ અને શ્રેષ્ઠ રીત સ્ટીવિયાનો ઉપયોગ છે. આ એક હર્બલ સ્વીટનર છે, જેમાં ઝીરો કેલરી હોય છે એટલે કે સ્થૂળતાનું કોઈ જોખમ નથી. આ ઉપરાંત તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સલામત છે. તમે સ્ટીવિયાના પાન, પાવડર કે ડ્રોપ્સ લઈ શકો છો. કારણ કે તે ખાંડ કરતાં 200-300 ગણા મીઠા હોય છે, તેથી તમારી ચા ને મીઠી બનાવવા માટે ખૂબ જ ઓછી માત્રા પૂરતી છે.

તજ અને વરિયાળી

તમે કોઈપણ પ્રકારની ખાંડ ઉમેર્યા વિના પણ ચા માં હળવી મીઠાશ લાવી શકો છો. તજ અને વરિયાળીમાં કુદરતી રીતે હળવી મીઠાશ હોય છે. તેને ચા માં ઉમેરવાથી ચા વધુ સ્વાદિષ્ટ અને સુગંધિત તો બને જ છે પણ તેને મીઠી પણ બનાવે છે. આ મસાલા ચા ને વધારે હેલ્ધી બનાવી દેશે.

કોકોનટ શુગર ખાંડ 

કોકોનટ ખાંડ મીઠાશ માટે એક સ્વસ્થ વિકલ્પ છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખાંડ કરતા ઓછો હોય છે તેથી શગુર સ્પાઇક થવાની શક્યતા પણ ઓછી હોય છે. તેનો સ્વાદ ખૂબ જ રિચ હોય અને ચા માં ડીપ ફ્લેવર એડ કરે છે. કોકોનેટ શુગર ઓફલાઇન અને ઓનલાઇન બંને રીતે સરળતાથી ઉપલબ્ધ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *