Tea Espresso Candy Value Hike : ચા કોફીની ચુસ્કી માણવી હવે મોંઘી થઇ ગઇ છે. ગેસ સિલિન્ડર બાદ હવે ખાંડના ભાવ આસમાને પહોંચતા બજારમાં કિટલી પર વેચવાતી ચા અને કોફીની કિંમત પણ વધી ગઇ છે. કિટલી વાળાઓએ ચા અને કોફીની કિંમતમાં 30 થી 50 ટકા સુધીનો વધારો કર્યો છે.
કિટલીની ચા અને કોફી મોંઘી થઇ
કિટલીની ચા અને કોફીનો સ્વાદ હવે કડવો લાગશે. હકીકતમાં કિટલી વાળાઓએ ચા અને કોફીની કિંમતમાં 30 થી 50 ટકા સુધીનો વધારો કર્યો છે અને તેનું મુખ્ય કારણ છે ખાંડની કિંમત. છેલ્લા એક મહિનામાં ખાંડ 40 ટક મોંઘી થવાથી ચા – કોફી બનાવવાનો ખર્ચ વધી ગયો છે. આથી કિટલીવાળાઓએ ચા – કોફીની કિંમત વધારી દીધી છે.
ઘણી જગ્યાએ અત્યાર સુધી ₹ 10 માં વેચાતી અડધી કટિંગ ચાની કિંમત વધારીને ₹ 15 કરી દીધી છે. તેવી જ રીત 1 કપ કોફીની કિંમત ₹ 15 થી વધીને ₹ 20 થઇ ગઇ છે. મોંઘવારીના સમયમાં ચા કોફીની કિંમત વધતા મધ્યમ વર્ગ માટે ચા પીવી પણ મુશ્કેલ બની ગઇ છે.
તહેવારોમાં મોંઘવારીનો તડકો, મીઠાઇ પણ મોંઘી થઇ
ઓગસ્ટ મહિનાથી વિવિધ તહેવારો શરૂ થાય છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી જેવા તહેવારોમાં મીઠાઇ ખાવાની પરંપરા છે. આવી સ્થિતિમાં ખાંડના ભાવ વધતા મીઠાઇ પણ મોંઘી ગઇ છે. મીઠાઇમાં મીઠાઇ ઉમેરવા માટે ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે.
ખાંડના ભાવમાં 40 ટકાનો ઉછાળો
ચાની કિંમત વધવા પાછળનું મુખ્ય કારણ ખાંડના ભાવમાં તોતિંગ 40 ટકા સુધીનો ઉછાળો છે. એક મહિના પહેલા ખાંડનો ભાવ સરેરાશ ₹ 52 થી 55 પ્રતિ કિલો હતો, જેની કિંમત વધીને હાલ 1 કિલોના ₹ 65 થી 70 થઇ ગઇ છે. આ ખાંડનો અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. એકાએક ખાંડમાં 40 ટકા સુધીનો તોતિંગ ભાવ વધારો થવાથી ચાની કિટલી, મીઠાઇ વાળા, હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો માટે મુશ્કેલી ઉભી થઇ છે.
આ પણ વાંચો | ખાંડ કેમ મોંઘી થઇ? શું ઇથેનોલ જવાબદાર છે? વિપક્ષના આક્ષેપ સામે કેન્દ્ર સરકારની સ્પષ્ટતા
ઉલ્લેખનિય છે કે, દૂધ, ચાની ભુક્કી અને ગેસ સિલિન્ડરના ભાવ પહેલાથી જ વધી ગયા છે. આવી સ્થિતિમાં ખાંડના ભાવમાં પ્રતિ કિલો દીઠ ₹ 25 સુધીનો ભાવ વધારો થયો છે. જેના કારણે કિટલી વાળાઓએ નાછૂટકે ચાની કિંમત વધારવાની ફરજ પડી છે.
