ગુજરાતમાં આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

ગુજરાતમાં આગામી દિવસોમાં ધબધબાટી બોલાવશે મેઘરાજા, હવામાન વિભાગનું વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ અનુભવાઈ રહી છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. 28 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, સાથે 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું અને પવનો ફૂંકાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે એવો પણ સંકેત આપ્યો છે કે આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં આવી જ હવામાન સ્થિતિ રહેવાની શક્યતા છે.

ગઈકાલના હવામાનની વાત કરીએ તો ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ જેવા અન્ય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આગામી ત્રણ દિવસમાં આ જિલ્લાઓમાં વરસાદની પ્રબળ શક્યતા

શનિવાર (6 જૂન) માટે હવામાન વિભાગે રાજ્યના 13 જિલ્લાઓ માટે વરસાદની ચેતવણી જારી કરી છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

રવિવાર (7 જૂન) દરમિયાન હવામાન વિભાગે 10 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

સોમવાર (8 જૂન) દરમિયાન હવામાન વિભાગે છ જિલ્લાઓ અમરેલી, ભાવનગર, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના દર્શાવી છે. બાકીના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *