ગુજરાતમાં મેઘમહેરઃ રાજ્યમાં 119 તાલુકામાં વરસાદ, પંચમહાલના શેહરામાં 5.43 ઈંચ ખાબક્યો, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


In the present day Gujarat rain fall knowledge: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. ગુજરાતના માથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે બુધવારે વહેલી સવારથી અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં રાજ્યમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના શેહરા તાલુકામાં 5.43 ઈંચ નોંધાયો હતો.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 11 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યાથી લઈને 12 ઓગસ્ટ 2026, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે પંચમહાલના શેહરા તાલુકામાં 5.43 ઈંચ વરસાદ ખાબક્યો છે.

રાજ્યના 9 તાલુકામાં 2થી 6 ઈંચ વચ્ચે વરસાદ

છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના મળતાં આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 119 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં 9 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી લઈને 6 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચે કોષ્ટકમાં આપેલી છે. 

તાલુકો વરસાદ (ઈંચમાં)
શેહરા 5.43
કોઠંબા 5.24
નિઝર 3.39
લુણાવાડા 2.72
કુકરમુંડા 2.68
બાલાસિનોર 2.52
નાંદોદ 2.48
દહેગામ 2.09
ઉમરગામ 2.05

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

દેશભરના 19 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી

હવામાન વિભાગ અનુસાર 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે: ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કેરળ. 

આ પણ વાંચોઃ- અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મહત્વના સમાચાર, આ વિઝાની ફીમાં થયો ધરખમ વધારો

આ સમયગાળા દરમિયાન, 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરમિયાન, પશ્ચિમી રાજ્યોમાં ભારે વરસાદ સૌથી વધુ સમસ્યાઓ ઊભી કરે તેવી શક્યતા છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *