Siang dam venture : અરુણાચલ પ્રદેશના સિયાંગ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના લોકો, યુવા નેતાઓ અને નદીના કિનારે રહેતા લોકો પ્રસ્તાવિત સિયાંગ અપર મલ્ટિપર્પઝ પ્રોજેક્ટ (એસયુએમપી) સામે વાંધો ઉઠાવી રહ્યા છે. શુક્રવારે 12 કલાકનું શટડાઉન બોલાવવામાં આવ્યું હતું. તે સમાપ્ત થયા પછી તરત જ તોડફોડ અને હિંસાના સમાચાર આવ્યા હતા અને તે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ તેમને આર્થિક અને સામાજિક રીતે ખતરો પહોંચાડે છે અને તેમની પૂર્વજોની જમીન સાથે સંકળાયેલા ભાવનાત્મક અને સાંસ્કૃતિક વારસાને પણ અસર કરે છે. ભલે સરકાર પ્રી-ફિઝિબિલિટી સર્વે (પીએફઆર) સાથે આગળ વધી રહી છે તેમ છતાં ડર વધુ વધી ગયો છે. રાજ્ય સરકારનું કહેવું છે કે ચીનના પ્રસ્તાવિત અપસ્ટ્રીમ ડેમનો સામનો કરવા માટે એસયુએમપી જરૂરી છે અને તે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.
સિયાંગ અપર મલ્ટિપર્પઝ પ્રોજેક્ટ શું છે?
11,200 મેગાવોટના એસયુએમપીને ભારતનો સૌથી મોટો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ ગણવામાં આવે છે. સિયાંગ અને સુબાનસિરી નદીઓનો ઉપયોગ કરવાની યોજના 1982ની છે, જ્યારે બ્રહ્મપુત્રા બોર્ડે ત્રણ નાના પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે ચીની પ્રોજેક્ટ્સનો સામનો કરવો એ કોઈ મોટી ચિંતા ન હતી. જોકે 2013 માં કેન્દ્ર સરકારે યાર્લુંગ ત્સાંગપો (જેમ સિયાંગને તિબેટના ઉપરના ભાગમાં ઓળખાય છે) પરના ચાઇનીઝ પ્રોજેક્ટ્સ વિશે ચિંતા વ્યક્ત કરી હતી અને ડાઉનસ્ટ્રીમ યુઝર્સ બનવામાં રસ દર્શાવ્યો હતો.
2017માં પ્રસ્તાવિત સિયાંગ અપર સ્ટેજ-1 અને સ્ટેજ-2ને એક જ સ્થળે મર્જ કરવામાં આવ્યા હતા, જેણે આખરે એસયુએમપીનું સ્વરૂપ લીધું હતું. ડિસેમ્બર 2024 માં ચીને 60,000 મેગાવોટના લોઅર યાર્લુંગ ત્સાંગપો હાઇડ્રોપાવર પ્રોજેક્ટને મંજૂરી આપ્યા પછી આ પ્રોજેક્ટને વધુ ઓળખ મળી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પાસીઘાટ પશ્ચિમના ધારાસભ્ય નિનોગ એરિંગે જણાવ્યું હતું કે આ એક રાષ્ટ્રીય સુરક્ષા પ્રોજેક્ટ છે. જો ચીન જાણી જોઈને પાણી છોડે અને તેનો (તેના ડેમ) વોટર બોમ્બ તરીકે ઉપયોગ કરે તો શું થાય? અમને ચેક અને બેલેન્સની જરૂર છે. તેથી જ કેન્દ્રએ આગ્રહ કર્યો કે અમને આ પ્રોજેક્ટની જરૂર છે.
નિષ્ણાતોએ ઉઠાવ્યા છે સવાલો
પરંતુ નિષ્ણાતોએ આ મામલે સવાલો ઉભા કર્યા છે. સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમના કોઓર્ડિનેટર હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે સરકાર કહેવાનો પ્રયાસ કરી રહી છે કે ચીનનો સામનો કરવા માટે એસયુએમપી જરૂરી છે. પરંતુ સમસ્યા એ છે કે આપણે ચીની પ્રોજેક્ટના મૂળભૂત પાસાઓને પણ જાણતા નથી. જ્યારે આપણે પ્રોજેક્ટના ઓપરેશનલ એસઓપીને જાણીશું ત્યારે જ આપણે જાણી શકીશું કે તેની ભારત પર શું અસર પડશે અને તેને ઠીક કરવા માટે શું કરવાની જરૂર છે. ભારત માટે બેઇજિંગ પાસેથી પ્રોજેક્ટની જાહેર વિગતો માંગવી જરૂરી છે.
હિમાંશુ ઠક્કરે કહ્યું કે ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે એક ડાઉનસ્ટ્રીમ દેશ હોવાને નાતે આપણે તે જાણવાનો અધિકાર છે. ભારત ફક્ત એ માનીને આ પ્રોજેક્ટ સાથે આગળ વધી રહ્યું છે તેનાથી ચીની પ્રોજેક્ટનો સામનો કરવામાં મદદ કરશે. જો ભારત આ પ્રોજેક્ટને આગળ લઈ જવા માંગે છે, તો પણ સ્થાનિક સમુદાયના સંપૂર્ણ સહયોગ વિના તે શક્ય નથી.
મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું
એસયુએમપી હાલમાં પ્રી ફિઝિલિબીટી સર્વેક્ષણ તબક્કામાં છે. સપ્ટેમ્બરમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટને ફિઝિબિલિટી તબક્કાથી આગળ વધારવામાં આવશે નહીં. પેમા ખાંડુએ કહ્યું કે જો નિષ્ણાતોને આ પ્રોજેક્ટ શક્ય ન લાગ્યો તો આગળ કોઈ પ્રગતિ નહીં થાય.
મુખ્ય મંત્રી પેમા ખાંડુએ એ પણ ખાતરી આપી હતી કે જો એસયુએમપી ફિઝિબિલિટી તબક્કાથી આગળ વધે છે, તો અસરગ્રસ્ત સમુદાયો સાથે સંપૂર્ણ સંવાદ કરવામાં આવશે, જેમાં સામાજિક અસર મૂલ્યાંકન, પર્યાવરણીય મૂલ્યાંકન અને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનો સમાવેશ થાય છે.
અર્નબથી લઇને કતાર સુધી, ચક્રવાત આવે તે પહેલાં કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેમના નામ? જાણો રસપ્રદ પ્રક્રિયા
નિનોગ એરિંગે કહ્યું કે મુખ્યમંત્રીએ પહેલેથી જ ખાતરી આપી છે કે પીએફઆર પછી પણ જો ગ્રામજનો પ્રોજેક્ટ આગળ વધવા માંગતા નથી, તો તે કરવામાં આવશે નહીં. જોકે તે ધ્યાનમાં રાખવું આવશ્યક છે કે સરકાર અસરગ્રસ્ત લોકો માટે યોગ્ય વળતર અને પુનર્વસન સહિતના તમામ પાસાઓ પર ધ્યાન આપશે.
ગામના લોકો પણ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન
સિયાંગના કિનારે આવેલા ગેકુ ગામના રહેવાસી અને સિયાંગ ઇન્ડિજિનિયસ ફાર્મર્સ ફોરમ (એસઆઇએફએફ)ની યુવા પાંખના જનરલ સેક્રેટરી ડુબિત સિરમે જણાવ્યું હતું કે પીએફઆર પૂર્ણ થયા પછી સરકાર પીછેહઠ કરશે તેવી આશા ઓછી છે. એવી આશા ઓછી છે કે પીએફઆર કહેશે કે પ્રોજેક્ટ શક્ય નથી. આવું ક્યારે થયું છે? અધિકારીઓએ અમને લેખિતમાં આપવું જોઈએ કે પીએફઆર પછી પણ ડેમ બનાવવામાં આવશે નહીં. જો પીએફઆર કરવામાં આવે તો પણ અમે ડેમના નિર્માણને મંજૂરી આપીશું નહીં.
ઇંડીજિનસ સમુદાય માટે સૌથી મોટી સમસ્યા પૂર્વજોની જમીન અને આજીવિકાનું નુકસાન છે. તેમણે કહ્યું કે અમે અમારી જ જમીન પર શરણાર્થી બની જઇશું.
હિમાંશુ ઠક્કરે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે નદી કિનારે રહેતા ઇંડીજિનસ સમુદાય અને નદીના કિનારે રહેતા લોકો માટે, સિયાંગ સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક અને ધાર્મિક રીતે તેમના માટે માતા સમાન છે. પાસીઘાટમાં તાજેતરમાં થયેલી તોડફોડની નિંદા કરતા નિનોંગ એરિંગે કહ્યું કે લોકોને ગુસ્સે થવાનો અધિકાર છે, પરંતુ અમે વાતચીત માટે તૈયાર છીએ. કદાચ આપણે કોઈ જાગૃતિ કાર્યક્રમ પહેલા શરૂ કરી શક્યા હોત. પરંતુ મુદ્દો એ છે કે કેટલાક લોકો સતત પ્રદર્શનકારીઓને ઉશ્કેરી રહ્યા છે.
