Field Workplace Assortment: ભારતમાં દર સપ્તાહએ ઘણી બધી ફિલ્મો રિલીઝ થાય છે, જેમાથી અમુક હીટ તો કેટલીક ફ્લોપ થાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે બાહુબલી 2ને બ્લોકબસ્ટર ફિલ્મ બનવા માટે 800 કરોડની કમાણી કરવી પડી હતી, પરંતું બીજી બાજુ ભૂલ ભુલૈયા ફિલ્મ માત્ર 180 કરોડની કમાણી કર્યા પછી પણ સુપરહિટ થઈ ગઈ હતી. ફિલ્મ હિટ છે કે ફ્લોપ છે એ કેવી રીતે નક્કી થાય છે? કોઇપણ ફિલ્મને ઓલટાઇમ બ્લોકબસ્ટર, સુપરહિટ, હિટ ફિલ્મ, એવરેજ કે ફ્લોપની કેટેગરીમાં કેવી રીતે મૂકવી. ચાલો સમજીયે
ફિલ્મ હિટ કે ફ્લોપ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં એક વર્ષમાં લગભગ 100-150 ફિલ્મો રિલીઝ થાય છે. પરંતુ દરેક હિટ થાય તેવું જરૂરી નથી. કેટલીક ફિલ્મો બ્લોકબસ્ટર બની જાય છે, તો કેટલીક પોતાના બજેટ ખર્ચ જેટલી પણ કમાણી કરી શકતી નથી. વર્ષ 2025માં ધૂરંધર, છાવા, સૈયારા જેવી ઘણી ફિલ્મો સુપરહિટ સાબિત થઇ હતી તો સલમાનની સિકંદર, શાહિદની દેવા જેવી ફિલ્મો પણ ફ્લોપ નીવડી હતી.
હવે આ નક્કી કરવાની એક પ્રક્રિયા છે. હકીકતમાં, કોઈ પણ ફિલ્મે તેના ખર્ચ કરતા વધુ કમાણી કરવી પડે છે. પછી જે ફિલ્મ કમાણી કરે છે તેને ફિલ્મનું કલેક્શન કહેવામાં આવે છે.
ઓલ ટાઇમ બ્લોકબસ્ટર
જ્યારે કોઈ ફિલ્મ તેના ખર્ચના 200 ટકાથી વધુ કમાણી કરે છે, ત્યારે તેને ઓલ ટાઇમ બ્લોકબસ્ટર કેટેગરીમાં મૂકવામાં આવે છે. 2016ની ફિલ્મ દંગલ અને 2022ની ફિલ્મ કંતારાને અત્યાર સુધીની બ્લોકબસ્ટર ફિલ્મો માનવામાં આવે છે. દંગલ ફિલ્મ 70-80 કરોડમાં બની હતી પરંતુ તેણે લગભગ 2000 કરોડની કમાણી કરી હતી. માત્ર 20 કરોડમાં તૈયાર થયેલી કાંતારા મૂવી એ 407 કરોડ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ યાદીમાં શાહરુખ ખાનની 2023માં આવેલી પઠાણ અને સલમાન ખાનની 2015ની બજરંગી ભાઈજાનનો પણ સમાવેશ થાય છે.
બ્લોકબસ્ટર ફિલ્મ
જ્યારે કોઈ ફિલ્મ તેના બજેટના 170 થી 180 ટકાથી વધુ કમાણી કરે છે, ત્યારે તેને બ્લોકબસ્ટર ફિલ્મનો ટેગ આપવામાં આવે છે. 2025માં વિકી કૌશલની ફિલ્મ છાવાને આ ટેગ મળ્યો હતો. આ ફિલ્મનું બજેટ માત્ર 130 કરોડ હતું, તેમ છતાં ફિલ્મે 890 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ વર્ષ 2023માં આવેલી ગદર 2 અને એનિમલ, સંજુ, પદ્માવત ફિલ્મો પણ આ યાદીમાં સામેલ છે.
સુપરહિટ ફિલ્મ કોને કહેવાય છે?
જ્યારે કોઇ ફિલ્મ તેના કૂલ બજેટના 120 થી 130 ટકાથી વધુ કમાણી કરે છે, ત્યારે તે ફિલ્મને સુપરહિટની કેટેગરીમાં રાખવામાં આવે છે. 2024માં આવેલી ભૂલ ભુલૈયા 3 સુપરહિટ ફિલ્મ ગણાતી હતી. તેનું બજેટ માત્ર 150 કરોડ રૂપિયા હતું અને લગભગ 400 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ યાદીમાં 2024ની ફિલ્મ કલ્કી 2898 એડી પણ સામેલ છે. તેનું બજેટ 650 કરોડ આસપાસ હતું અને તેણે 1100 કરોડ જેટલી કમાણી કરી હતી.
હિટ ફિલ્મ
જે ફિલ્મ તેના કૂલ પ્રોડક્શન કોસ્ટના માત્ર 110 કે 120 ટકા કમાણી કરી શકી હોય તેને હિટ ફિલ્મોની યાદીમાં મૂકવામાં આવે છે. સલમાન ખાનની ભારત ફિલ્મ 165 કરોડના ખર્ચમાં તૈયાર હતી, જેણે લગભગ 325 કરોડની કમાણી કરી હતી. તેમાં અક્ષય કુમારની સૂર્યવંશી પણ સામેલ છે.
એવરેજ ફિલ્મ
જ્યારે કોઇ ફિલ્મો તેના કુલ ખર્ચ જેટલી કમાણી કરે છે, ત્યારે તેને એવરેજ ફિલ્મ માનવામાં આવે છે. તેમા રેસ 3, સાહો જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ફિલ્મો ફક્ત તેમનો ખર્ચ વસૂલ કરવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો | બોલીવુડમાં ક્યા એક્ટર પાસે સૌથી વધુ સોનું છે? નામ જાણી આશ્ચર્ય થશે
ફ્લોપ અને ડિઝાસ્ટર્સ
એવી ફિલ્મો જે તેમની પ્રોડક્શન કોસ્ટ જેટલી કમાણી કરી શકી નથી તેમને ફ્લોપ અને ડિઝાસ્ટર ફિલ્મોનો ટેગ આપવામાં આવે છે. આમાં ઠગ્સ ઑફ હિન્દુસ્તાન, આદિપુરુષ, વોર 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
