Kitchen Ideas: ફ્રિજમાં મૂકવાની પાણીની બોટલ સાફ કરવાની 4 સરળ રીત, ગંદકી અને દુર્ગંધ થશે છૂમંતર

Kitchen Ideas: ફ્રિજમાં મૂકવાની પાણીની બોટલ સાફ કરવાની 4 સરળ રીત, ગંદકી અને દુર્ગંધ થશે છૂમંતર

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Consuming Water Bottles Cleansing Ideas: ઉનાળામાં ઠંડુ પાણી શરીરને રાહત આપે છે. ઉનાળો શરૂ થતા જ દરેક ઘરમાં બોટલમાં પાણી ભરીને ઠંડુ થવા ફ્રિજમાં મૂકવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં પાછલા વર્ષની મૂકેલી પાણીની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણા લોકોએ બજારમાંથી નવી બોટલ પણ ખરીદે છે. કાચની બોટલમાં પાણી રાખવું સારું માનવામાં આવે છે.

પરંતુ જેમના ઘરમાં નાના નાના બાળકો હોય છે, તેઓ કાચની બોટલનો ઉપયોગ કરવાનું ટાળે છે, કારણ કે તે તૂટવાનો ભય હોય છે. આવી સ્થિતિમાં, જો તમે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરો છો તો નિયમિત તેને સાફ કરવી જરૂરી છે. બોટલને સાફ ન કરવાથી ગંદકી, બેક્ટેરિયા, ગંધ અને પીળા ડાઘ જમા થાય છે. ગંદી બોટલ માંથી પીણા પીવાથી બીમારનો ડર રહે છે.

મીઠું અને લીંબુ

તમે ગંદી બોટલને સાફ કરવા અને તેમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે મીઠું અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. આ માટે પહેલા બોટલમાં 1-2 ચમચી મીઠું ઉમેરો. ત્યારબાદ અડધો લીંબુ નિચોવીને તેમાં હળવું ગરમ પાણી રેડો. તેને સારી રીતે હલાવો. ત્યારબાદ બોટલને સારી રીતે સાફ કરી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

Advertisment

Screen Awards Banner

લીંબુ અને લીમડાનું પાણી

જો તમે પ્લાસ્ટિકની નવી બોટલ ખરીદી હોય તો પણ તેને સાફ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે લીમડાના પાણી અને લીંબુની જરૂર પડશે. સૌ પ્રથમ લીમડાના પાન અને લીંબુના ટુકડાઓને પાણીમાં નાખો. તેને લગભગ 10 મિનિટ સુધી ઉકાળો. પાણી વડે દરેક પ્રકારની પ્લાસ્ટિક, કાચ અને સ્ટીલની બોટલો સાફ કરી શકો છો. આ બોટલને આ પાણીમાં 20 મિનિટ સુધી રાખો. ત્યારબાદ બોટલોને સાબુ અને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

બેકિંગ સોડા અને લીંબુનો રસ

ગંદા પ્લાસ્ટિકની બોટલને સાફ કરવા માટે, તમારે સમાન માત્રામાં બેકિંગ સોડા અને લીંબુનો રસ લેવો પડશે. તેમાં ગરમ પાણી ઉમેરો. આ સોલ્યુશનને પાણીની બોટલમાં રેડો. તે પછી, બોટલોને ડિશ વોશથી ધોઈ લો. બોટલને પાણી વડે ધોઇને સાફ કરો.

આ પણ વાંચો | નાનું રસોડું પણ સુંદર અને વ્યવસ્થિત દેખાશે, આ 7 સ્માર્ટ કિચન ટીપ્સ અજમાવો

ગરમ પાણી અને બેકિંગ સોડા

જો તમારી બોટલ ગંદી અને ચીકણી થઈ ગઈ છે, તો સાફ કરવા માટે ગરમ પાણી લો. તેમાં બેકિંગ સોડા અને થોડું મીઠું ઉમેરો. આ પાણીમાં આ 15 મિનિટ બોટલોને ડૂબાડી રાખો. પછી તેને સાફ કરો.

ડિસ્ક્લેમર : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. આ માહિતી વ્યાવસાયિક સલાહનો વિકલ્પ નથી. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *