સ્કોડા કાયલાક સ્પોર્ટલાઇન SUV લોન્ચ, Skoda Kylaqનું સૌથી સસ્તું વેરિયન્ટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Skoda Kylaq Sportline Launch : સ્કોડા ઓટો ઈન્ડિયા કંપનીએ નવું વેરિયન્ટ સ્કોડા કાયલાક સ્પોર્ટલાઇન લોન્ચ કર્યો છે. Signature+ અને Status વચ્ચે આવતી Skoda Kylaq Sportline એસયુવીમાં 6 એરબેગ, 6 સ્ટાર સેફ્ટી રેટિંગ, ઇલેક્ટ્રિક સનરૂફ, 6 સ્પીડ મેન્યુઅલ જેવા ઘણા ફીચર્સ મળે છે. તે સ્કોડા કાયલાકનું સૌથી સસ્તું વેરિયન્ટ છે. જાણો કિંમત, એન્જિન થી લઇ તમામ ખાસિયત 

Skoda Kylaq Sportline ફીચર્સ

સ્કોડા કાયલાક સ્પોર્ટલાઇન એસયુવી મુખ્યત્વે કોસ્મેટિક ફેરફારના કારણે અલગ તરી આવે છે. બહારની તરફ તેમા ડીપ બ્લેક ORVMs, ગ્લોસી બ્લેક ફ્રન્ટ અને રિયર ડિફ્યૂઝર, ડ્યુઅલ ટોન ફ્લોટિંગ બ્લેક રૂફ, 17 ઇંચના બ્લેક એલોય વ્હીલ અને પાછળની તરફ બ્લેક Skoda લેટરિંગ આપ્યું છે. તેમા સ્પોર્ટલાઇન બેઝિંગ, ફિનલેટ્સની સાથે રિયર સ્પોઇલર અને સી પિલર પર Sportline ગ્રાફિક પણ મળે છે. 

ઇન્ટિરિયરમાં ડેશબોર્ડ, ડોર ટ્રિમ્સ અને રૂફ લાઇનરમાં ડાર્ક થીમ આપી છે. લેધરેટ સીટો પર સ્પોર્ટલાઇન બેઝિંગ અને કોન્ટ્રાસ્ટ સ્ટિચિંગ મળે છે જ્યારે એલ્યુમિનિયમ પેડલ્સ તેના સ્પોર્ટી લુકને વધુ આકર્ષક બનાવે છે.

સ્કોડા કાયલાક Sportline એસયુવીમાં LED પ્રોજેક્ટર હેન્ડલેમ્પ, ઇલેક્ટ્રિક સનરૂફ,એમ્બિયન્ટ લાઇટિંગ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જિંગ, ક્લાઇમેટિક ઓટોમેટિક AC, 10.1 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેન્મેન્ટ સિસ્ટમ અને 8 ઇંચની વર્ચ્યુઅલ કોકપિટ સામેલ છે. ફ્રન્ટ બમ્પર કોર્નર ગાર્નિશ, ડાર્ક ક્રોમ ગ્રિલ ગાર્નિશ, ફેંડર ગાર્નિશ અને ગ્લોસ બ્લેક બોડી સાઇડ મોલ્ડિંગ વાળી Sportline એસેસરીઝ પેક સાથે આ SUV ને તમારી જરૂરિયાત મુજબ કસ્ટમાઇઝ કરી શકાય છે.

આ લેટેસ્ટ અપડેટ માત્ર સ્પોર્ટલાઇન સુધી મર્યાદિત નથી. અમુક બજેટ Skoda Kylaq વેરિયન્ટમાં આવતા ફીચરને પણ અપડેટ કરવામાં આવ્યા છે. ક્લાસિક અને Traditional+ વેરિયન્ટને હવે ક્લાઇમેટ્રોનિક ઓટોમેટિક એસી અને રિયર ડિફોગર જેવા ફીચર્સ મળે છે. સ્કોડા કાયલાકના તમામ વેરિયન્ટમાં 6 સ્ટાન્ડર્ડ એરબેગ મળે છે અને તેને 5 સ્ટાર NCAP સેફ્ટી રેટિંગ મળ્યું છે.

સ્કોડા કાયલાક સ્પોર્ટલાઇન એસયુવીમાં 1.0 લીટર TSI 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન આવે છે, જે 114 bhp અને 178 NM ટોર્ક જનરેટ કરે છે. વેરિયન્ટ મુજબ ટ્રાન્સમિશન વિકલ્પમાં 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સામેલ છે.

આ પણ વાંચો | માત્ર 150 લોકોને મળશે આ ખાસ સેડાન કાર, 360 ડિગ્રી કેમેરા સાથે 5 સ્ટાર સેફ્ટી રેટિંગ

Skoda Kylaq Sportline કિંમત

સ્કોડા કાયલાક સ્પોર્ટલાઇન્ટ એસયુવી બે મોડલમાં રજૂ કરવામાં આવી છે. જેમા સ્કોડા કાયલાક Sportline મેન્યુઅલ વેરિયન્ટની કિંમત ₹ 11.32 લાખ એક્સ શો રૂમ છે. તો સ્કોડા કાયલાક સ્પોર્ટલાઇન ઓટોમેટિક વેરિયન્ટની કિંમત ₹ 12.32 લાખ એક્સ શોરૂમ છે. 

Skoda Kylaq SUV વેરિયન્ટ

સ્કોડા કાયલાક હવે 7 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે – ક્લાસિક, Traditional+, સિગ્નેચર, Signature+, સ્પોર્ટલાઇન, પ્રેસ્ટિજ અને Status+ છે. તમામ વેરિયન્ટમાં 1.0 લીટર TSI ટર્બો પેટ્રોલ એન્જિન આવે છે. Sportline વેરિયન્ટ બંને ટ્રાન્સમિશન વિકલ્પ સાથે સિગ્નેચર+ મોડલથી 55,000 રૂપિયા મોંઘી અને Status વેરિયન્ટથી ₹ 43,000 સસ્તી છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *