How A lot Roti Eat At Night time: રોટલી ભારતીય ભોજનની મુખ્ય વાનગી છે. રોટલી વગર ભારતીય ભોજનની થાળી અધૂરી ગણાય છે. મોટાભાગના ઘરોમાં બપોરે અને રાતે રોટલી બને છે. ઘણા લોકોનું રોટલી ખાધા વગર પેટ પણ ભરાતું નથી. ભારતમાં ઘઉંની રોટલી સૌથી વધુ ખાવામાં આવે છે. જો કે મોટાભાગના લોકોને રાતે કેટલી ખાવી જોઇએ તેના વિશે સાચી જાણકારી હોતી નથી. AIIMSના ડોક્ટર અમરિંદર સિંહ મલ્હીએ આ મૂંઝવણી દૂર કરવાની સાથે સાથે સ્ત્રી અને પુરુષે કેટલી રોટલી ખાવી તેની પણ સમજણ આપી છે.
રોટલી કેટલી ખાવી? આ 3 મુખ્ય પરિબળો નક્કી કરશે
શારીરિક પ્રવૃત્તિ
જો તમારું દિવસનું કામ બેઠાડું એટલે કે ઓફિસમાં ખુરશી પર બેસી રહેવાનું છે, તો તમારે રાતે ઓછી કેલેરીની જરૂરી છે. જો તમે જીત જાઓ છો અથવા મહેનત વાળું કામકાજ કરો છો, તો શરીરને વધારે ઉર્જાની જરૂર પડે છે.
રાતના સમયે શરીરનું મેટાબોલિઝમ મંદ થઇ જાય છે. બહુ વધારે રોટલી ખાવાથી પેટ ફૂલવું કે ભારેપણું જેવો અનુભવ થઇ શકે છે.
રોટલીનું કદ અને અનાજ
એક મધ્યમ કદની ઘઉંની રોટલીમાં લગભગ 70 થી 100 ગ્રામ કેલેરી હોય છે. જો તમે મલ્ટીગ્રેન રોટલી ખાઓ છો, તો તમારું પેટ વધારે સમય સુધી ભરેલું લાગી શકે છે.
આ પણ વાંચો | કિડની કેન્સરનું જોખમ 40 વર્ષની ઉંમર પછી કેમ વધે છે? હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યા ચેતવણીરૂપ સંકેત
રાતે કેટલી રોટલી ખાવી જોઇએ?
ડોક્ટર અમરિંદર સિંહ મલ્હી કહે છે કે, પુરુષો એ રાતના સમયે 3 રોટલી ખાવી જોઇએ, જ્યારે મહિલાઓએ 2 રોટલી ખાવી જોઇએ. તેનાથી વધારે રોટલીનું સેવન શરીરનું વજન વધારી શકે છે અને પેટ સંબંધિત સમસ્યાનું કારણ બની શકે છે.
