India vs West Indies 1st ODI Stay Cricket Scorecard: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલે જણાવ્યું હતું કે ટીમમાં ચાર બોલરો અને બે ઓલરાઉન્ડરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નમન ધીર પણ પોતાની વનડે કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. નોંધનીય છે કે મોહમ્મદ સિરાજનો પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા દ્વારા યજમાની થનારા 2027 વનડે વર્લ્ડ કપને હવે એક વર્ષથી ઓછો સમય બાકી છે, ત્યારે હવે પછીની દરેક શ્રેણીને તે ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને જોવામાં આવશે.
ભારતનું દરેક પ્રદર્શન લોકોનું ધ્યાન ખેંચશે. ટીમને પ્રશંસા પણ મળશે અને તેની ઝીણવટભરી તપાસ પણ થશે. છેલ્લી વખત વેસ્ટ ઈન્ડિઝે ભારતને ઘરઆંગણે વનડે શ્રેણીમાં 2006માં હરાવ્યું હતું. ત્યારથી બંને ટીમો વચ્ચે રમાયેલી તમામ 13 શ્રેણી ભારત જીત્યું છે. જે આ ફોર્મેટમાં એક રેકોર્ડ છે. વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે અને તેમની સામે સૌથી વધુ સદી (નવ) ફટકારવાનો રેકોર્ડ પણ તેના જ નામે છે. એશિયામાં 1,000થી વધુ રન બનાવનારા વિદેશી બેટ્સમેનોમાં શાઈ હોપ સૌથી વધુ વનડે સરેરાશ (68.17) ધરાવે છે.
-
Sep 27, 2026 19:15 IST
શુભમન ગિલ અડધી સદીની નજીક
ભારતે 9 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 64 રન બનાવી લીધા છે. જીતવા માટે 232 રનની જરૂર છે. શુભમન ગિલ 39 અને રોહિત શર્મા 24 રન બનાવીને ક્રિઝ પર છે.
-
Sep 27, 2026 18:42 IST
ભારતની બેટિંગ શરૂ
ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શૂભમન ગિલ ક્રિઝ પર છે. જાયડન સીલ્સે વેસ્ટ ઈન્ડીઝ માટે બોલિંગની શરૂઆત કરી. રોહિતે પહેલા બોલ પર જ ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે આગામી 5 બોલ પર એક પણ રન આવ્યો નહીં. ભારતનો સ્કોર 1 ઓવર બાદ એક પણ વિકેટ લીધા વિના 4 રન આપ્યા. જીતવા માટે 291 રનની જરૂર છે.
-
Sep 27, 2026 18:42 IST
વેસ્ટ ઈન્ડીઝની ઈનિંગ
વેસ્ટ ઈન્ડીઝ માટે જસ્ટિન ગ્રીવ્સ એ 108 બોલમાં 101 રન બનાવ્યા. જોન કેંપવેલે 60 બોલ પર 62 રન બનાવ્યા. અમીર જંગુએ 43 બોલ પર અણનમ 58 રન બનાવ્યા. રોસ્ટન ચેજ 32 બોલમાં 24 રન બનાવીને અણનમ રહ્યો. કીસી કાર્ટી 13 અને શાઈ હોપે 12 રન બનાવ્યા. જ્વેલ એડ્ર્યૂ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો. ભારત માટે કુલદીપ યાદવે 4 વિકેટ લીધી. પ્રસિદ્ધ કૃષ્ણાએ 2 અને નીતીષ રેડ્ડીએ 1 વિકેટ લીધી.
-
Sep 27, 2026 17:32 IST
250ના સ્કોર પર વેસ્ટ ઈન્ડીઝને લાગ્યો છઠ્ઠો ઝટકો
વેસ્ટ ઈન્ડીઝને 250ના સ્કોર પર છઠ્ઠો ઝટકો લાગ્યો છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ રોસ્ટન ચેજને બોલ્ડ કરીને પેવેલિયન ભેગો કરી દીધો છે. ચેજ 32 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો.
-
Sep 27, 2026 17:17 IST
કુલદીપ યાદવે જસ્ટિન ગ્રીવ્સને આઉટ કર્યા
કુલદીપ યાદવે જસ્ટિન ગ્રીવ્સને પેવેલિયન પરત મોકલી દીધા છે. તેમણે 109 બોલમાં 101 રન બનાવ્યા. અમીર જાંગૂ 1 રન બનાવીને ક્રિઝ પર છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 35.3 ઓવરમાં 198/4 છે.
-
Sep 27, 2026 17:17 IST
જસ્ટિન ગ્રીવ્સે સદી ફટકારી
જસ્ટિન ગ્રીવ્સે સદી પૂરી કરી છે. તેણે 12 ચોગ્ગાની મદદથી 104 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 34.2 ઓવરમાં 196/3 છે. અમીર જાંગૂ ક્રિઝ પર છે.
-
Sep 27, 2026 17:16 IST
કુલદીપ યાદવે શાઈ હોપને આઉટ કર્યા
કુલદીપ યાદવે શાઈ હોપને પેવેલિયન પરત મોકલી દીધા છે. તેમણે 12 રન બનાવ્યા. જસ્ટિન ગ્રીવ્સ 99 રન બનાવીને ક્રિઝ પર છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 33.5 ઓવરમાં 195/3 છે.
-
Sep 27, 2026 15:41 IST
જોન કૈંપબેલને કુલદીપ યાદવે પેવેલિયન મોકલ્યો
જોન કૈંપબેલને કુલદીપ યાદવે પેવેલિયન મોકલી દીધો છે. તેણે 62 રન બનાવ્યા. જસ્ટિન ગ્રીવ્સ 66 અને કીસી કાર્ટી 1 રન બનાવીને ક્રિઝ પર છે. વેસ્ટ ઈન્ડીઝ 20 ઓવરના અંતે 136 રન બનાવી લીધા છે.
-
Sep 27, 2026 14:49 IST
જસ્ટિન ગ્રીવ્સે વેસ્ટ ઈન્ડિઝને શાનદાર શરૂઆત અપાવી
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સની પાંચ ઓવર પૂરી થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 38/0 છે. જસ્ટિન ગ્રીવ્સ 20 બોલમાં 28 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે, જ્યારે જોન કેમ્પબેલ 11 બોલમાં 6 રન પર છે. જસ્ટિન ગ્રીવ્સે શાનદાર શરૂઆત કરી છે અને સતત બાઉન્ડ્રી ફટકારી રહ્યો છે. જો તે મોટી સફળતા હાંસલ કરે તો નવાઈ પામશો નહીં.
-
Sep 27, 2026 14:48 IST
ગ્રીવ્સે ગુરનૂર બ્રારની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા
ગુરનૂર બ્રાર ચોથી ઓવર નાખવા આવ્યો હતો. રોહિત શર્માએ જસ્ટિન ગ્રીવ્સના બોલ પર કેચ પકડવાનો બહાદુરીભર્યો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થયો. બોલ ચોગ્ગા માટે જતો રહ્યો. જસ્ટિન ગ્રીવ્સે છેલ્લા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો. ચાર ઓવર પછી વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 35/0 છે.
-
Sep 27, 2026 14:48 IST
જોન કેમ્પબેલનો ચોગ્ગો
પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રીજી ઓવર નાખી. પ્રથમ બે બોલ ડોટ બોલ હતા. ત્રીજો બોલ વાઈડ હતો. ત્યારપછીનો બોલ ડોટ બોલ હતો, તેમજ ચોથો અને પાંચમો બોલ પણ ડોટ બોલ રહ્યા. જોન કેમ્પબેલે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. વેસ્ટ ઈન્ડિઝે આ ઓવરમાં પાંચ રન બનાવ્યા.
-
Sep 27, 2026 14:48 IST
જોન કેમ્પબેલનું અને વેસ્ટ ઈન્ડિઝનું ખાતું ખૂલ્યું
જોન કેમ્પબેલે પ્રથમ બોલનો સામનો કર્યો. ભારતે તેના માટે બે સ્લિપ ફિલ્ડર ગોઠવ્યા છે. જોન કેમ્પબેલ પ્રથમ બે બોલ પર પોતાનું કે ટીમનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યા. તેણે ત્રીજા બોલને મિડ-ઓફ તરફ રમીને એક રન લીધો. જસ્ટિન ગ્રીવ્સ ત્યારપછીના ત્રણ બોલમાં પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યા.
-
Sep 27, 2026 14:47 IST
આ રહી વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ XI
વેસ્ટ ઈન્ડિઝ પ્લેઈંગ XI: જ્હોન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, કીસી કાર્ટી, શાઈ હોપ (વિકેટકીપર/કેપ્ટન), અમીર જંગૂ, જ્વેલ એન્ડ્રુ, રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, ગુડાકેશ મોટી, અલ્ઝારી જોસેફ, જેડન સીલ્સ.
-
Sep 27, 2026 14:47 IST
આ રહી ભારતની પ્લેઈંગ XI
ભારત પ્લેઈંગ XI: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, ગુરનૂર બ્રાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા.
