₹10 હજારના પગાર ન મળતા કર્મચારીએ 24 કરોડનો માલ ફુંકી નાંખ્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરતના સારોલી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્યામ સંગીની ટેક્સટાઈલ માર્કેટમાં 9 સપ્ટેમ્બર 2026ની મધરાત્રે લાગેલી વિનાશક આગ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. માર્કેટમાં કાપડના માલસામાન સહિત રૂ.24 કરોડથી વધુનું નુકસાન પહોંચાડનારી આ આગ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. માત્ર રૂ.10 હજારના બાકી પગારના મુદ્દે શેઠને ‘સબક શીખવવા’ માટે માર્કેટમાં આગ લગાડનાર પૂર્વ એકાઉન્ટન્ટ વિનોદ પંડિત સાવલે (ઉંમર 33 વર્ષ) ને સુરત ક્રાઈમ બ્રાન્ચે ડીંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વિનોદ પંડિત સાવલેને ડીંડોલી ફ્લાવર ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મૂળ મહારાષ્ટ્રના ધુળિયા જિલ્લાના શીરપુર તાલુકાના ભોરટેક ગામનો રહેવાસી છે અને હાલ ડીંડોલી વિસ્તારમાં રહે છે.

પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ, મૂળ મહારાષ્ટ્રના ધુળિયા જિલ્લાના શીરપુર તાલુકાના ભોરટેક ગામનો વતની અને હાલ ડીંડોલી ખાતે રહેતો વિનોદ સાવલે એપ્રિલ 2026માં માર્કેટના શોપ નંબર639માં આવેલી જેકોર્પ ઈન્ડિયા તથા જગદંબા ટેક્સટાઈલમાં રૂ.30 હજારના માસિક પગારે એકાઉન્ટન્ટ તરીકે જોડાયો હતો. જૂન મહિનામાં તેણે સ્વૈચ્છિક રીતે નોકરી છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ બાકી નીકળતા રૂ.10 હજાર મેળવવા તેણે વારંવાર માલિકનો સંપર્ક કર્યો હતો, પરંતુ રકમ ન મળતાં તેણે આક્રોશમાં આવી આગ લગાડવાનો પ્લાન બનાવ્યો હતો.

surat-shyam-sangini-market-fire-accused-accountant-arrested
સુરત શ્યામ સંગીની માર્કેટ આગકાંડ એકાઉન્ટન્ટ ધરપકડ {Photograph}: (સોશિયલ મીડિયા)

આરોપી વિનોદે દેવધ ગામ નજીકના પેટ્રોલ પંપ પરથી રૂ.150નું પેટ્રોલ બોટલમાં ભરાવ્યું હતું. 8 સપ્ટેમ્બરની રાત્રે તે માર્કેટ પહોંચ્યો હતો અને અવરજવર બંધ થવાની રાહ જોઈ પાંચમા માળની સીડીઓ પાસે બેસી રહ્યો હતો. રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે માર્કેટ સુમસામ થતાં જ તેણે શેઠ હનુમાન દ્વારકાપ્રસાદ જવરની દુકાન બહાર પડેલા કાપડના પાર્સલ પર પેટ્રોલ છાંટી દીવાસળીથી આગ ચાંપી દીધી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કાપડનો જથ્થો હોવાથી આગે ઘડીના છઠ્ઠા ભાગમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

આ પણ વાંચો: મોરબી: પિતાની સારવાર માટે પુત્રએ બોન મેરો ટેસ્ટ કરાવ્યો, મેચ ન થતા 5 વર્ષ જૂના બળાત્કારના કેસનો ખુલાસો

આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ-અલગ ટીમો બનાવી માર્કેટ અને આસપાસના વિસ્તારોના 1500 થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરી હતી. આગ લગાડ્યા બાદ આરોપી પોતાના પરિવાર સાથે રાજસ્થાનના ખાટુશ્યામ, અયોધ્યા અને મહારાષ્ટ્ર તરફ ભાગી ગયો હતો. જોકે તે સુરત પરત ફરતા જ ક્રાઈમ બ્રાન્ચે તેને ડીંડોલી પાસેથી દબોચી લીધો હતો.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *