અંબાજી ભાદરવી પૂનમ મેળો, પદયાત્રામાં ભક્તોનું ઘોડાપુર

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Ambaji Bhadarvi Poonam Melo 2026 : અંબાજી ભાદરવી પૂનમ મેળો શરૂ થઇ ગયો છે. જેમા અમદાવાદ અને ઉત્તર ગુજરાત માંથી મોટી સંખ્યામાં માઇ ભક્તો પદપાત્રા કરીને બનાસકાંઠામાં સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરે છે. ભાદરવી પૂનમ નજીક આવતા જ અંબાજી તરફ જતા રોડ રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપુર આવ્યું છે અને આસ્થાનો મહાસાગર ઉભરાયો છે. બોલ માડી અંબે જય જય અંબેના નાદથી વાતાવરણ ભક્તિમયી બની ગયું છે.

અંબાજી ભાદરવી પૂનમ મેળો શરૂ

અંબાજી ભાદરવી પૂનમનો મેળો 7 દિવસનો હોય છે, જે 20 સપ્ટેમ્બરથી શરૂ થયો છે અને ભાદરવી પૂનમ 26 સપ્ટેમ્બર 2026, શનિવારે સમાપ્ત થશે. મોટી સંખ્યામાં માઇ ભક્તો પગપાળા ચાલીને અંબાજી મંદિરે દર્શન કરવા આવે છે. ઘણા ભક્તો માતાજીના રથ અને ધાજા લઇને આવે છે.  

અમદાવાદ થી અંબાજી પદયાત્રા માટે સંઘો પ્રસ્થાન

અંબાજી ભાદરવી પૂનમ પર માતાજીના દર્શન કરવા અમદાવાદથી ઘણા સંઘો પ્રસ્થાન થયા છે. અમદાવાદના વાડજ, અસારવા, શાહપુર, ઓઢવ, સાબરમતી, ખોખરા સહિત ઘણા વિસ્તારોમાંથી અંબાજી પદયાત્રાના સંઘો પ્રસ્થાન થયા છે. આ સંઘોમાં મોટી સંખ્યામાં નાના બાળકો, યુવાનો અને મોટી ઉંમરના લોકો જોડાયા છે. 

ઘણા સંઘો માતાજીના રથ અને ધાજા સાથે અંબાજી જાય છે. ભક્તિમાં એટલી શક્તિ રહેલી છે કે ભાદરવાનો આકરો તડકો સહન કરીને ભક્તો જય જય અંબે પોકારી અંબાજી તરફ જઇ રહ્યા છે. અમદાવાદથી અંબાજી સુધીના તમામ રોડ રસ્તાઓ પર પદયાત્રઓની સુવિધા માટે ભોજન, આરામ થી લઇ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે. 

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં આવનાર ભક્તોને ઘરે પરત જવામાં મુશ્કેલી ન પડે તેની માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

બોલ માડી અંબે જય જય અંબે નાદથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા

ભાદરવી પૂનમ પર મોટી સંખ્યા ભક્તો પગપાળા અંબાજી મંદિર જાય છે. આ દરમિયાન અંબાજી તરફ જતા બધા રોડ રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા છે. ચારેય બાજુ ભકિતમય વાતાવરણ છે, ભક્તો મનમાં શ્રદ્ધા અને આસ્થા સાથે અંબાજી જઇ રહ્યા છે. આ સાથે ભાદરવી પૂનમ પર ભક્તો અંબાજી મંદિરમાં માતાજીના દર્શન કરે છે અને નવરાત્રીમાં તેમના ઘરે પધારવાનું આમંત્રણ આપે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *