શાહરૂખ ખાન 13 વર્ષના પુત્ર અબરામે Gen Z ભાષામાં શીખવાડી; જાણો ઓરા ફાર્મિંગ અને મોગિંગ એટલે શું?

મનોરંજન ENTERTAINMENT
Spread the love


Shah Rukh Khan King Film : બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન ફિલ્મો અને ફેશન સ્ટાઇલની સાથે સાથે પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે. હાલ શાહરૂખખાન Gen Zની ભાષા અને સ્લેંગનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના 13 વર્ષના પુત્ર અબરામ ખાને તેમને નવી જનરેશન ઝેડ સ્લેંગ શીખવડાવ્યા છે. 

અબરામ પાસેથી આ મજેદાર શબ્દો શીખ્યા પછી, શાહરુખની પ્રતિક્રિયા ખૂબ મજેદાર હતી. શાહરુખ આશ્ચર્યચકિત થયો કે તેણે આ શબ્દો જીવનમાં પહેલીવાર સાંભળ્યા છે.

બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાને ખુલાસો કર્યો કે તેમના નાના પુત્ર અબરામ ખાને તેમને ઘણા જનરેશન ઝેડ સ્લેંગ વિશે જણાવ્યું હતું. જેમા ‘ઓરા ફાર્મિંગ’ અને ‘મોગિંગ’ જેવા શબ્દોનો સમાવેશ થાય છે. હાલમાં, શાહરુખે પોતાની આવનારી ફિલ્મ ‘કિંગ’ના નવા ગીત ‘ડેડી કૂલ’ના લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

આ ગીતમાં કરીના કપૂર પણ તેની સાથે જોવા મળે છે. આ કાર્યક્રમ દરમિયાન, કરણ જોહર સાથે વાત કરતી વખતે શાહરુખ ખાને આ મજેદાર વાર્તા શેર કરી અને સમજાવ્યું કે કેવી રીતે 13 વર્ષનો અબરામ તેને જેન ઝીની નવી ભાષા શીખવી રહ્યો છે.

પ્રથમ વખત 13 વર્ષના પુત્ર પાસેથી જન-ઝેડ સ્લેંગ સાંભળ્યું

શાહરુખે ખુલાસો કર્યો કે ફિલ્મ ‘કિંગ’ના ગીત ‘તુ મિલ જાયે’ના લોન્ચ દરમિયાન, જ્યારે તે પોતાના સિક્સ પેક એબ્સ બતાવી રહ્યો હતો, ત્યારે અબરામે તેને કહ્યું કે તે ‘ઓરા ફાર્મિંગ’ કરી રહ્યા છે. શાહરુખે આ શબ્દ પહેલીવાર સાંભળ્યો હતો. શાહરુખ ખાન કહે છે કે તેમના ત્રણેય બાળકોની ઉંમર અને પસંદગીઓ અલગ છે, પરંતુ તેમણે પ્રથમ વખત ‘ઓરા ફાર્મિંગ’ શબ્દ પોતાના 13 વર્ષના પુત્ર અબરામ પાસેથી સાંભળ્યો હતો.

ઓરા ફાર્મિંગનો અર્થ શું છે?

ઓરા ફાર્મિંગનો અર્થ છે – વધારે કોઇ ઘોંઘાટ કે આડોળ વગર, પોતાની સ્ટાઇલ અને બોંડી લેંગ્વેજથી પોતાને ‘કૂલ’ અને પ્રભાવશાળી દેખાવડવું. શાહરુખ ખાને કહ્યું કે, તેમની અનુસાર, સાચી આભા ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની આંતરિક ગુણવત્તાઓ, અનોખી ઓળખ અને પ્રામાણિક વ્યક્તિત્વને દુનિયા સમક્ષ લાવે છે.

મોગિંગનો અર્થ શું થાય છે?

શાહરુખ ખાને વધુ સમજાવ્યું કે અબરામે તેમને ‘મોગિંગ’ શબ્દનો અર્થ પણ સમજાવ્યો હતો. આ મુદ્દે, કરણ જોહરે સમજાવ્યું કે ‘મોગિંગ’નો અર્થ છે અન્ય લોકો કરતાં વધુ સારું દેખાવું અથવા તેમને તુલનાત્મક રીતે ફિક્કા કરી દેવા. આશ્ચર્યજનક રીતે, શાહરુખ ખાનને આ શબ્દો તેમના 13 વર્ષના પુત્ર પાસેથી જાણ્યા છે.

શાહરુખ ખાનની ‘કિંગ’ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

શાહરુખ ખાનની આવનારી ફિલ્મ ‘કિંગ’ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને માર્ફ્લિક્સ પિક્ચર્સ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ થઈ રહી છે. આ ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. આ અગાઉ સિદ્ધાર્થ આનંદ અને શાહરુખ ખાને 2023ની ફિલ્મ ‘પઠાન’માં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો | અક્ષય કુમારના પુત્ર આરવ ભાટિયાનો રોયલ લુક; ભાઈ કે બહેનના લગ્નમાં પહેરવા માટે બેસ્ટ આઉટફિટ

આ ફિલ્મમાં શાહરૂખ ખાને દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે. તે સિવાય, ફિલ્મમાં ઘણા પ્રખ્યાત કલાકારો પણ છે. હજી સુધી, ફિલ્મ ‘કિંગ’ ના બે ગીતો રિલીઝ થયા છે. આ ફિલ્મમાં અભિનેત્રી દીપિકા અને કરીના એક સાથે દેખાશે. ચાહકોને બંને ગીતોમાં શાહરુખ ખાનની સ્ટાઇલ ખૂબ પસંદ આવી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *