‘850 સીટો કેમ કરવા માંગો છો?’, ડિલિમિટેશન બિલને લઇને રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો પ્રહાર

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Rahul Gandhi on Delimitation Invoice : વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત ડિલિમિટેશન બિલને લઇને ભાજપ પર પ્રહાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે લોકસભા સીટને 850 બેઠકો સુધી વધારવાનો યોજના ભાજપની રાજકીય ચાલ છે, તેનો ઉદ્દેશ્ય ભારતના રાજકીય પરિપ્રેક્ષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરવા અને સત્તામાં રહેવા માટે છે. 

દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે ડિલિમિટેશન બિલને આગળ વધારવાના બહાનાના રુપમાં મહિલાઓના અનામતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે દલીલ કરી કે 33 ટકા ક્વોટા પહેલેથી જ સંસદ દ્વારા પસાર થઈ ચૂક્યો છે અને વર્તમાન લોકસભા બેઠકોમાં અમલમાં મૂકી શકાય છે.

પ્રસ્તાવિત કાયદો ભાજપને દેશના રાજકીય નકશાને બદલવાની તક આપશે – રાહુલ

આસામ, બિહાર અને જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ડિલિમિટેશનનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પ્રસ્તાવિત કાયદો ભાજપને તેના ચૂંટણી હિતોને અનુરૂપ દેશના રાજકીય નકશાને બદલવાની તક આપશે. યુવા મતદારો, ખાસ કરીને જેન ઝીને સંબોધતાં તેમણે તેમને 850 ના આંકડાને યાદ રાખવા કહ્યું હતું, જેને તેમણે લોકશાહી માટે ખતરો ગણાવ્યો.

રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે કોંગ્રેસે દ્વારા ચૂંટણી ઠગાઈના આરોપો બહાર પાડ્યા પછી ભાજપ તપાસથી બચવા માટે નવા-નવા રસ્તા અપનાવી રહ્યું છે. પાર્ટીની અગાઉની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરતાં તેમણે દાવો કર્યો કે તેમના સર્વેમાં 80 ટકા ભારતીયો અને 100 ટકા યુવાનો માનતા હોય છે કે ચૂંટણીમાં ધાંધલી થઇ હતી.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા 14 કરોડ મતદારોના નામ દૂર કરવાની માહિતીનો પણ ઉલ્લેખ કર્યો અને આ મુદ્દાને તેમના ચૂંટણી અનિયમિતતાના આરોપો સાથે જોડ્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે કોંગ્રેસે 8 રાજ્યોમાં કથિત ધાંધલીના પુરાવા એકત્ર કર્યા છે અને પાર્ટી ટૂંક સમયમાં ચૂંટણી પંચ વિશે પ્રાપ્ત માહિતી શેર કરશે.

જ્ઞાનેશ કુમાર પર કર્યો પ્રહાર

રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપર પણ પ્રહાર કર્યો અને તેમને અપરાધી ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે મહિલાઓના રિઝર્વેશનને લોકસભા મતવિસ્તારોના વિસ્તરણ અને પુનઃનિર્ધારણ સાથે જોડવું જોઈએ નહીં. તેમણે દાવો કર્યો કે પ્રસ્તાવિત 850 બેઠકોનો વધારો રાજકીય પ્રતિનિધિત્વને મૂળભૂત રીતે બદલી શકે છે અને ભાજપને અનુચિત લાભ આપી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *