ભારત વિ શ્રીલંકા બીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયા પાસે 3 વર્ષના દુષ્કાળનો અંત લાવવાની તક, WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-4માં મેળવી શકે છે સ્થાન

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


India vs Sri Lanka 2nd Check : ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રવિવારથી (23 ઓગસ્ટ)થી કોલંબોમાં શરુ થશે. ભારતીય ટીમ આ મેચ જીતીને 3 વર્ષના દુષ્કાળનો અંત લાવવા પ્રયત્ન કરશે. ભારતે છેલ્લે 2023માં વિદેશમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. જો 3 વર્ષનો દુષ્કાળ ખતમ થશે તો શુભમન ગિલ પહેલી વખત વિદેશમાં શ્રેણી જીતશે.

ગૌતમ ગંભીર કોચ બન્યા બાદ ભારત વિદેશમાં શ્રેણી જીતવાની રાહ જોઇ રહ્યું છે. ભારતે છેલ્લે જુલાઈ 2023માં વિદેશમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતું. રોહિત શર્મા કેપ્ટન હતો અને રાહુલ દ્રવિડ કોચ હતા. આ શ્રેણી બાદ ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટેસ્ટ ટીમની પ્રતિષ્ઠાને નુકસાન

સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ડ્રો માં પરિણમી હતી. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા સામે ઘરઆંગણે થયેલા પકાજયના કારણે ભારતીય ટેસ્ટ ટીમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતુ. ગંભીર કોચ બન્યા બાદ ઘરઆંગણે બંને શ્રેણીનો પરાજય થયો હતો. ભારતીય ટીમ બીજી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાં આગળ વધવા પ્રયત્ન કરશે.

ભારતને ચોથા ક્રમે પહોંચવાની તક છે

પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશની હાલત જોતા ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે પહોંચવાની તક પણ મળશે. ડાર્વિનમાં ઈતિહાસ રચ્યા બાદ બાંગ્લાદેશની ટીમ બીજી ટેસ્ટના પ્રથમ ઈનિંગમાં 64 રનમાં સમેટાઈ ગઈ હતી.

WTCપોઇન્ટ ટેબલમાં મોટો ફેરફાર થઈ શકે છે

જો બાંગ્લાદેશ આ મેચ હારી જશે અને ભારત શ્રીલંકા સામે જીતશે તો ડબલ્યુટીસીના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થશે. જો ભારત શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ જીતશે તો ભારતનો પીસીટી 57.58 થઈ જશે. બાંગ્લાદેશના હાલ 66.67 પીસીટી છે. જો બાંગ્લાદેશ બીજી ટેસ્ટ હારશે તો તેનો પીસીટી 55.56 થઈ જશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *