બ્યૂટી ટીપ્સ: સન ટેનિંગ દૂર કરવા ડી ટેન માસ્ક બનાવવાની રીત

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Residence Magnificence Ideas For Pores and skin Tan Elimination : તડકામાં રહેવાથી ચામડી કાળી થઇ જાય છે. જેના કારણે શરીરના અમુક ભાગની ચામડી ગોરી અને અમુક જગ્યાની સ્કીન કાળી દેખાય છે.  જો તડકાના કારણે તમારી ત્વચા પણ ટેન દેખાવા લાગી છે અને તમે પાર્લરમાં જઈને ડી ટેનિંગ પર પૈસા ખર્ચવા માંગતા નથી, તો તમે ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓમાંથી ફેસ માસ્ક તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે ભાગ્યે જ 10-15 રૂપિયાનો ખર્ચ થશે. આ માટે તમારે અળસી, લવિંગ, દૂધ અને દહીં જેવી વસ્તુઓની જરૂર પડશે.

આ માસ્ક લગાવ્યા પછી, હળવા હાથે મસાજ કરવાથી ત્વચાના ઉપરના સ્તર પર જમા થયેલી મૃત ત્વચા દૂર કરવામાં મદદ મળી શકે છે. તેનાથી ચહેરો સ્વચ્છ અને નરમ દેખાઈ શકે છે. જો કે, તેને ટેનિંગ માટે ચોક્કસ ઉપાય માનવો જોઈએ નહીં. સન પ્રોટેક્શન અને નિયમિત સનસ્ક્રીનનો ઉપયોગ સ્કીન ટેનિંગ અને કાળી થતી રોકવામાં મદદ કરી શકે છે. યુટ્યુબર અને બ્યુટી / વેલનેસ એક્સપર્ટ્સ મનોજ દાસે હોમમેડ ડી ટેન માસ્ક કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કરવાના ફાયદા જણાવ્યા છે.

D-Tan Masks શું છે?

ડી ટેન માસ્ક એ એક પ્રકારનું ફેસ માસ્ક છે જેનો ઉપયોગ સામાન્ય રીતે તડકાને કારણે ત્વચા પર ટેનિંગ બાદ ચહેરાને સાફ કરવા માટે થાય છે. આવા માસ્કમાં ઘણીવાર એવી વસ્તુઓ હોય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અથવા ડેડ સ્કીન દૂર કરવામાં મદદ કરી શકે છે.

જો કે, ડી-ટેનનો અર્થ ત્વચાનો કુદરતી રંગ બદલવાનો નથી. સન ટેનિંગ ધીમે ધીમે ઓછું થઈ શકે છે. આ માટે સૌથી મહત્વની બાબત ત્વચા આકરા સૂર્યપ્રકાશથી બચાવવાનો છે.

હોમમેડ ડી ટેન માસ્ક બનાવવા માટે આ વસ્તુઓની જરૂર પડશે

અળસી પાવડર

લગભગ 5 ચમચી અળસીના બીજ લો અને તેને સારી રીતે બારીક પાઉડર જેવું ગ્રાઇન્ડ કરો. પાવડર જેટલો ઝીણો હશે માસ્ક લગાવવું સરળ રહેશે.

અળસીમાં ત્વચાને મોઇશ્ચરાઇઝિંગ ઘટકો અને ફેટી એસિડ હોય છે. તેથી તે મિશ્રણને ત્વચા પર લાગુ કરવા માટે સારો આધાર આપી શકે છે. ધ્યાનમાં રાખો કે તેને ટેન દૂર કરવાની દવા ન ગણવી જોઈએ.

લવિંગ

આ ફેસ માસ્ક માટે અળસી સાથે 3 લવિંગ પણ પીસી લો. લવિંગમાં યુજેનોલ જેવા છોડમાં જોવા મળતા સંયોજનો હોય છે. બ્યુટી એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, લવિંગમાં હાજર એન્ઝાઇમ સનબર્ન અથવા ટેનને દૂર કરવામાં મદદ કરી શકે છે. ચહેરા પર લવિંગનો પાવડર લગાવવાથી પણ કેટલાક લોકોને બળતરા થઈ શકે છે. તેથી, તેની માત્રા ઓછી રાખવી મહત્વપૂર્ણ છે અને પહેલા ત્વચા પર એક નાનો પેચ ટેસ્ટ કરો.

દૂધ

હવે તેમાં 1 ચમચી દૂધ ઉમેરો. દૂધમાં લેક્ટિક એસિડ જોવા મળે છે. લેક્ટિક એસિડ એ એક પ્રકારનું AHA  એટલે કે હળવું કેમિકલ એક્સ્ફોલિએન્ટ છે, જે ત્વચાના ઉપરના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરી શકે છે.

દહીં 

હવે લગભગ 2 ચમચી ઘટ્ટ દહીં લો. જરૂરિયાત અનુસાર, તેને મિશ્રણમાં ઉમેરો અને એક પેસ્ટ તૈયાર કરો જે ચહેરા પર સરળતાથી લગાવી શકાય. ઘટ્ટ દહીંમાં લેક્ટિક એસિડ પણ હોઈ શકે છે. સાથે જ, તે માસ્કને ક્રીમી બનાવે છે અને ત્વચાને શૂષ્ક થતી અટકાવવામાં મદદ કરી શકે છે.

ડી ટેન માસ્ક કેવી રીતે બનાવવું?

એક મિક્સર જારમાં 5 ચમચી અળસીના બીજ સાથે 3 લવિંગ ગ્રાઇન્ડ કરીને બારી પાઉડર બનાવો. આ પાવડરને એક ચોખ્ખા બાઉલમાં કાઢો કરો અને તેમા ૧ ચમચી દૂધ ઉમેરો. હવે લગભગ 2 ચમચી ઘટ્ટ દહીં ઉમેરો. એક જાડી પરંતુ સરળાથી ફેલાઇ જાય તેવી પેસ્ટ તૈયાર કરો. ચહેરાને ફેશવોસ વડે ધોઇ લો. હવે ચહેરા પર આ માસ્કનું પાતળું લેયર લગાવો.  તેને લગભગ 15-20 મિનિટ સુધી રહેવા દો. જો માસ્ક સુકાઈ જાય, તો થોડું પાણી ચહેરા પર લગાવો અને તેને નરમ રાખો. છેલ્લે હળવા હાથે મસાજ કરીને સાદા પાણી વડે ચહેરા ધોઇ લો. ચહેરાને જોરથી ઘસવાનું ટાળો.

તેનો ઉપયોગ કરવાથી શું ફાયદો થઈ શકે છે?

આ માસ્કના ફાયદા મુખ્યત્વે તેમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અને હળવા એક્સ્ફોલિએશન સાથે સંબંધિત છે.

અળસી મિશ્રણને મોઇશ્ચરાઇઝિંગ આધાર આપે છે. દૂધ અને દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાના મૃત કોષોને દૂર કરવામાં મદદ કરી શકે છે. સાથે જ ત્વચા સ્વચ્છ અને નરમ બને છે. નિયમિત સૂર્ય કિરણથી રક્ષણ સાથે સ્કીન ટેનિંગ દેખાવાનું ઓછું થઇ શકે છે. એક વાત ધ્યાનમાં રાખો કે, ડીન ટેન માસ્કનો એક – બે વખત ઉપયોગ કરવાથી ટેનિંગ સંપૂર્ણપણે સાફ થાય તેવી અપેક્ષા રાખશો નહીં. ટેનિંગ ત્વચામાં વધેલા મેલાનિન સાથે સંકળાયેલું છે અને તેને ઘટાડવામાં સમય લાગી શકે છે.

કેટલી વાર લગાવવું કરવી?

બ્યુટી ટ્રેનર દ્વારા સૂચવવામાં આવેલી પદ્ધતિ મુજબ, તેને અઠવાડિયામાં એકવાર લગાવી શકાય છે. પરંતુ જો તમારી સ્કીન સંવેદનશીલ, બહુ શુષ્ક અથવા ખીલ વાળી હોય તો સૌથી પહેલા પેચ ટેસ્ટ કરવું વધુ સારું રહે છે.

જો લગાવ્યા પછી બળતરા, ખંજવાળ, લાલાશ અથવા સોજો આવે, તો તેને તરત જ ધોઈ નાખો અને તેનો ફરીથી ઉપયોગ કરશો નહીં. ચામડીના ડોક્ટર પણ નાના ભાગ પર નવી સ્કીન કેર પ્રોડક્ટનો ટેસ્ટ કરવાની ભલામણ કરે છે.

આ પાવડરને કેટલા દિવસ રાખી શકાય છે?

બ્યુટી ટ્રેનરના જણાવ્યા અનુસાર, અળસી અને લવિંગને ગ્રાઇન્ડ કરીને તૈયાર કરવામાં આવતો સૂકો પાવડર લગભગ 3 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં રાખી શકાય છે. પરંતુ તેમાં દૂધ અથવા દહીં ઉમેર્યા પછી તેને સ્ટોર કરશો નહીં. દરેક વખતે ઉપયોગ કરવાની પહેલાં સૂકા પાવડરની ગંધ, રંગ અને ભેજની તપાસ કરવાની ખાતરી કરો.

આ પણ વાંચો | વાળને અંદરથી પોષણ આપો, અરીઠાં અને મેથી માંથી ઘરે બનાવો નેચરલ શેમ્પૂ

Disclaimer : આ માહિતી ઘરના ફેસ માસ્ક અને બ્યુટી ટ્રેનર દ્વારા પૂરી પાડવામાં આવેલી ઉપલબ્ધ ત્વચા સંભાળની માહિતી પર આધારિત છે. ચહેરા પર કોઈપણ ચીજ લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો. જો બળતરા, એલર્જી અથવા ત્વચાની સમસ્યાઓ હોય તો તેનો ઉપયોગ બંધ કરો અને જો જરૂરી હોય તો ચામડીના ડોક્ટરની સલાહ લેવી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *