Bajaj Pulsar N160 s And N160 ss Launched : બજાજ ઓટોએ ભારતીય બજારમાં પલ્સર N160 S અને પલ્સર N160 SS લોન્ચ કર્યા છે. નવું ફોર-વાલ્વ એન્જિન, ઇલેક્ટ્રોનિક થ્રોટલ, મોટા ફ્રન્ટ ફોર્ક અને શાનદાર ઇલેક્ટ્રોનિક્સ પેકેજ તેને N160 શ્રેણીમાં એક શાનદાર અપડેટ બનાવે છે.
એન્જિન હવે વધુ દમદાર બન્યું
કંપનીએ આ બે મોટરસાયકલમાં એન્જિનમાં સૌથી મોટો ફેરફાર કર્યો છે. N160 S અને SS નવા 164.5cc સિંગલ-સિલિન્ડર ફોર-વાલ્વ એન્જિનથી સજ્જ છે જે 9,500 rpm પર 18 bhp પાવર અને 8,000 rpm પર 14.4 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે તે 4.5 સેકન્ડમાં 0-60kmph ની સ્પીડ પકડી લે છે. જૂના 164.9cc એન્જિનની વાત કરવામાં આવે તો તે 8,750rpm પર 15.5bhp અને 6,750rpm પર 14.65Nm આઉટપુટ દેતું હતું.
બાઇકની કિંમત
કંપનીએ પલ્સર N160 S ની એક્સ શો રુમ કિંમત 133,511 રુપિયા અને પલ્સર N160 SS ની એક્સ શો રુમ કિંમત 142,585 રુપિયા રાખી છે.
ત્રણ નવા કલરમાં ઉપલબ્ધ
N160 S માં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સાથે LCD ડિસ્પ્લે છે. N160 SS માં TFT, બ્લૂટૂથ અને Wi-Fi કનેક્ટિવિટી સાથે ગૂગલ મેપ્સ નેવિગેશન છે. N160 S માં સિંગલ-ચેનલ ABS છે, જ્યારે N160 SS ડ્યુઅલ-ચેનલ ABS આપે છે. ટ્રેક્શન કંટ્રોલ પણ ફક્ત SS મોડેલ પર ઉપલબ્ધ છે. બીજી નોંધપાત્ર સુવિધા એડજસ્ટેબલ કંટ્રોલ લીવર છે, જ્યારે S મોડેલ ફિક્સ્ડ લીવરનો ઉપયોગ કરે છે. તે ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે. જેમાં એટલાન્ટિક બ્લુ, પર્લ મેટાલિક વ્હાઇટ અને બ્રુકલિન બ્લેક સામેલ છે.
મલ્ટી રાઇડિંગ મોડ્સ પણ મળશે
હાલના N160 માં એર-કૂલિંગ અને મિકેનિકલ થ્રોટલનો ઉપયોગ થાય છે, જ્યારે નવા ફોર-વાલ્વ વર્ઝનમાં ઓઇલ-કૂલિંગ અને ઇલેક્ટ્રોનિક થ્રોટલ બોડી છે. તે પાંચ-સ્પીડ ગિયરબોક્સ પણ આવે છે. બંને નવી બાઇકમાં ચાર થ્રોટલ-સંબંધિત રાઇડિંગ મોડ્સ છે. જેમાં રોડ, રેઇન, સ્પોર્ટ અને ઓફ-રોડ સામેલ છે. આ ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પર પ્રદર્શિત માહિતી બદલવા માટે નથી, પરંતુ રાઇડિંગ પરિસ્થિતિઓ હિસાબથી થ્રોટલ રિસ્પોન્સને બદલવાનો છે.
ગૂગલ મેપ્સ મિરરિંગ ફીચર
તેમાં ક્રોલ ટેકનોલોજી નામની એક નવું ફિચર પણ છે, જે રાઇડરને ક્લચ વારંવાર દબાવવા અથવા ગિયર બદલવાની જરૂર વગર, ઓછી ગતિએ, ઊંચા ગિયરમાં પણ સરળતાથી બાઇક ચલાવવાની સુવિધા આપે છે. N160 SS ની ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ ઇલેક્ટ્રોનિક થ્રોટલ દ્વારા કાર્ય કરે છે, જે ગ્રિપ બદલતી વખતે વ્હીલ સ્લિપેજ ઘટાડવામાં મદદ કરે છે. SS માં ગૂગલ મેપ્સ મિરરિંગ સાથે 5-ઇંચ TFT કન્સોલ પણ છે. બજાજ દાવો કરે છે કે આ ભારતમાં કોઇ સ્પોર્ટ્સ મોટરસાઇકલમાં પ્રથમ વખત આવી સુવિધા છે.
પેટ્રોલ ટાંકીની ક્ષમતા 14 લિટર
નવા મોડેલ પર પાછળનું ટાયર 130/70-17 રેડિયલ છે, જ્યારે આગળના ટાયરની સાઇઝ 100/80-17 જ રાખવામાં આવી છે. પેટ્રોલ ટાંકીની ક્ષમતા 14 લિટર છે.
