પીએમ મોદીએ કહ્યું – ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો

પીએમ મોદીએ કહ્યું – ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Native Physique Election Outcomes 2026 : ગુજરાતમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ પીએમ મોદીએ ગુજરાતની જનતાનો આભાર માન્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ગુજરાત અને ભારતીય જનતા પાર્ટી વચ્ચેનો સંબંધ હવે વધુ ગાઢ અને અખંડ બન્યો છે. રાજ્યભરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ જનસમર્થન અને જનાદેશ બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

રાજ્ય સરકારના પ્રજાલક્ષી અને વિકાસમૂલક કાર્યોને માન્યતા આપતા ગુજરાતના લોકોએ સુશાસનની રાજનીતિ પર ફરી એક વાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ પરિણામો સ્પષ્ટ દર્શાવે છે કે વર્ષોથી ભાજપ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને જનતાએ હાર્દિક આશીર્વાદ આપ્યા છે.

હું ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે આવનારા સમયમાં અમે વધુ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કાર્ય કરી, રાજ્યને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ રહીશું.

આ અવસરે, હું ભાજપના વિશાળ કાર્યકર્તા પરિવારના જમીનસ્તરના અવિરત પ્રયત્નોની સરાહના કરું છું અને અભિનંદન પાઠવું છું. તેઓ હંમેશાં જનતા વચ્ચે રહી તેમની સમસ્યાઓને સમજવા અને સમર્પિત ભાવથી ઉકેલવા માટે કાર્યરત રહ્યા છે. આ જ કારણે ભારતીય જનતા પાર્ટી વારંવાર ગુજરાતના લોકોની પ્રથમ પસંદ બની રહી છે.

મુખ્યમંત્રીએ શું કહ્યું?

ગુજરાતમાં ભાજપને મોટી જીત મળતા રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર જનતાનો આભાર માન્યો સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજા વિકાસમાં માને છે. ગુજરાતની પ્રજા વિક્સિત ભારતના સપનાને સાકાર કરવામાં માને છે. અહીં નકારાત્મક્તાની રાજનીતિ નહીં પણ પોઝિટિવ રાજનીતિને જ સમર્થન મળે છે. માટે ગુજરાતની પ્રજાએ ભાજરને મોટી જીત અપાવી છે. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *