રવિવારે ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આજે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થઈ હતી અને બપોર સુધીમાં મોટાભાગના સ્થળોના પરિણામો આવી ગયા હતા. જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જે બાદ ગાંધીનગર ખાતે કમલમથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે કામ કરનારા તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાં જ ગુજરાતની જનતાએ ગુજરાતના લોકોને બદનામ કરનારાઓ પક્ષોને સબક શિખવાડ્યો હોવાનું જણાવ્યું હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આભાર માન્યો
ગુજરાતમાં ભાજપનો પ્રચંડ વિજય થતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતની પ્રજાનો આભાર માન્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, હું ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પરિણામમાં ભાજપની ભવ્ય જીત માટે ગુજરાતની પ્રજાને વંદન કરૂ છું જેઓએ છેલ્લા 30 વર્ષથી વિકાસની રાજનીતિને જનસમર્થન આપ્યું છે.
જે લોકો ગુજરાતની વિકાસની રાજનીતિનો ખોટી રીતે વિરોધ કરી રહ્યા હતા અને ગુજરાતને બદનામ કરવાની રીજનીતિ કરી રહ્યા હતા, તેઓએ પોતાના બિસત્રા પોટલા બાંધવાનો સમય આવી ગયો છે તેઓએ હવે પોતાના માદરે વતન જવાનો સમય પાકી ગયો છે. આ જીત વિકાસની થઈ છે આ જીત ગુજરાતની સાડ છ કરોડ જનતાની થઈ છે.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
ગુજરાતમાં ભાજપને મોટી જીત મળતા રાજ્યના મુખ્યમંત્રીએ જાહેર જનતાનો આભાર માન્યો સાથે જ તેમણે કહ્યું કે, ગુજરાતની પ્રજા વિકાસમાં માને છે. ગુજરાતની પ્રજા વિક્સિત ભારતના સપનાને સાકાર કરવામાં માને છે. અહીં નકારાત્મક્તાની રાજનીતિ નહીં પણ પોઝિટિવ રાજનીતિને જ સમર્થન મળે છે. માટે ગુજરાતની પ્રજાએ ભાજરને મોટી જીત અપાવી છે.
LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી અને નાયબ મુખ્યમંત્રી શ્રી @SanghaviHarsh જીની પત્રકાર પરિષદ
સ્થળ: પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, કોબા, ગાંધીનગર#ખીલ્યું_કમળ_જીત્યો_વિકાસhttps://t.co/fGaAXi31Et
— BJP Gujarat (@BJP4Gujarat) April 28, 2026
ગુજરાત જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં ભાજપનું પ્રભુત્વ
ગુજરાત જિલ્લા પંચાયત ચૂંટણીમાં અત્યાર સુધીમાં 1,090 બેઠકોમાંથી 930 બેઠકોના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આમાંથી ભાજપે 768 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે 120 બેઠકો જીતી છે. વધુમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ સામૂહિક રીતે 42 બેઠકો જીતી છે.
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ: ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસની હાર બાદ ‘પેરાશૂટ’ મુદ્દે વિવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી
ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં અત્યાર સુધીમાં 1,044 બેઠકોમાંથી 938 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપે આ બેઠકોમાંથી 849 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 77 બેઠકો મેળવી છે. વધુમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ સંયુક્ત રીતે 12 બેઠકો જીતી છે.
ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપનો વિજય
ગુજરાત તાલુકા પંચાયત ચૂંટણીમાં અત્યાર સુધીમાં 5,234 બેઠકોમાંથી 4,220 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. ભાજપે આ બેઠકોમાંથી 2,986 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 809 બેઠકો મેળવી છે. વધુમાં અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ સંયુક્ત રીતે 425 બેઠકો જીતી છે.
ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીમાં અત્યાર સુધીમાં 2,624 બેઠકોમાંથી 2,582 બેઠકોના પરિણામો જાહેર થઈ ગયા છે. આમાંથી ભારતીય જનતા પાર્ટીએ 1,957 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 452 બેઠકો મેળવી છે. વધુમાં, અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ કુલ 173 બેઠકો જીતી છે.
