Final Up to date:
સોશિયલ મીડિયા પર હાલ પાકિસ્તાનનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફ પીઝા હટના આઉટલેટનું ઉદ્ઘાટન કરે છે. જોકે તેના થોડાક સમય બાદ કંપની દ્વારા નોટિસ જાહેર કરવામાં આવે છે કે આ પિઝા હટનું આ આઉટલેટ તેમનું નથી.
નવી દિલ્હી: પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. દેશની સુરક્ષા સાઈડમાં રહી તેઓ હાલ પિઝાની સુરક્ષાને લઈને ખરેખરમાં ચર્ચામાં છે. ઇન્ટરનેશનલ પીઝા બ્રાન્ડ પિઝા હટનું નામ તો તમે સાંભળ્યું હશે. ખ્વાજા આસિફ પાકિસ્તાનમાં એક પીઝા હટના આઉટલેટનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. જોકે થોડાક સમય રહીને પીઝા હટ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો તે ચોંકાવનારો હતો.
સમગ્ર ઘટનામાં પાકિસ્તાનનો જે પોપટ થયો છે તેને લઈને લોકો મોજ લઈ રહ્યા છે. પાકિસ્તાનના સિયાલકોટમાં પિઝા હટનું આઉટલેટ ખુલ્યું જેનું ઉદ્ઘાટન ત્યાંના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફે કર્યું. હસતા હસતા રીબન કાપી અને લોકોએ તાળીઓ પાડી. લોકોને એમ લાગ્યું કે વિદેશી કંપનીઓ હવે પાકિસ્તાનમાં આવીને રોકાણ કરી રહી છે.
જોકે જેવી ઉદ્ઘાટનની તસવીરો વાયરલ થઈ કે પિઝા હટ પાકિસ્તાનની ઊંઘ ઊડી ગઈ. કંપની દ્વારા નોટિસ જાહેર કરીને કહેવામાં આવ્યું કે સિયાલકોટમાં જે આઉટલેટ ખુલ્યું છે તે અમારું નથી. ત્યારે આ મામલે સવાલ એ થાય છે કે દેશના રક્ષામંત્રીએ જે બ્રાન્ડના આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું શું તેમને ખબર જ ન હતી કે આ આઉટલેટ નકલી છે?

કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે આ આઉટલેટ નકલી છે અને તેના બ્રાન્ડ સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા તમને પિઝાના નામે શું આપવામાં આવશે તેની કોઈ ગેરંટી નથી. આટલું જ નહીં, કંપનીએ ટ્રેડમાર્ક ચોરીના આરોપને લઈને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. કંપનીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં તેના માત્ર 16 આઉટલેટ છે જેમાં 14 લાહોરમાં અને 2 ઇસ્લામાબાદમાં છે.
Khawaja Asif, the so-called Defence Minister, finally ends up inaugurating a faux Pizza Hut franchise in Sialkot.
Pizza Hut issued an announcement calling the franchise a fraud.
These are the dumb boomers imposed on us. pic.twitter.com/Q77qLX3ekE
— MD Umair Khan (@MDUmairKh) January 20, 2026
આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનો મજાક બની રહ્યો છે. યુઝર્સ આ મુદ્દે પોતાની રમૂજી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ આ મુદ્દો બન્યો છે. જોકે પાકિસ્તાનમાં આ રીતે બ્રાન્ડની કોપી કરીને નકલી સ્ટોર ખોલવો કોઈ મોટી વાત નથી અગાઉ પણ આ રીતના બનાવ સામે આવી ચૂક્યા છે.
New Delhi,Delhi

