OMG: ડેનમાર્કના આ શહેરમાં રસ્તાઓ પર ચારે તરફ લાલ રંગની સ્ટ્રીટ લાઈટ લગાવી, કારણ જાણી ચોંકી જશો

OMG: ડેનમાર્કના આ શહેરમાં રસ્તાઓ પર ચારે તરફ લાલ રંગની સ્ટ્રીટ લાઈટ લગાવી, કારણ જાણી ચોંકી જશો

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

ડેનમાર્કના કોપેનહેગનમાં આ લાલ લાઈટ કોઈ ખતરાની ચેતવણી નથી, પણ તેની પાછળનું કારણ પ્રકૃતિ પ્રત્યે એક ઊંડો પ્રેમ અને સંવેદનશીલતા છે.

ડેનમાર્કમાં કેમ લાલ લાઈટ લગાવી
ડેનમાર્કમાં કેમ લાલ લાઈટ લગાવી

કોપેનહેગન: ડેનમાર્ક તાજેતરમાં અમેરિકા સાથે ચાલી રહેલા વિવાદને લઈને ચર્ચામાં છે. ગ્રીનલેન્ડને બચાવવા માટે ડેનમાર્ક, ટ્રમ્પની આગળ મજબૂતીથી ઊભું રહ્યું છે અને મદદ માટે યુરોપના કેટલાય દેશોએ પોતાની સેના પણ મોકલી દીધી છે. આ હાલતની વચ્ચે ડેનમાર્કના કોપેનહેગનમાંથી એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. અહીંના રસ્તા અચાનક હોરર મૂવીના સીનની માફક લાલ થઈ ગયા છે. શેરીઓના રાતના અંધારામાં લાલ રોશની દેખાઈ રહી છે. આ લાલ રંગની સ્ટ્રીટ લાઈટ્સ પાછળનું કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે.

શેરીમાં કેમ લાલ લાઈટ થઈ રહી છે?

ડેનમાર્કના કોપેનહેગનમાં આ લાલ લાઈટ કોઈ ખતરાની ચેતવણી નથી, પણ તેની પાછળનું કારણ પ્રકૃતિ પ્રત્યે એક ઊંડો પ્રેમ અને સંવેદનશીલતા છે. હકીકતમાં જોઈએ તો, કોપેનહેગન નજીક આવેલા ગ્લેડસેક્સે નગર પાલિકાનો આ અનોખો એક્સપેરિમેન્ટ છે, જે ચામાચિડીયાને રસ્તો બતાવવા માટે કર્યો છે. હકીકતમાં આ સમગ્ર વિસ્તાર ચામાચીડિયાની એક દુર્લભ પ્રજાતિનું ઘર છે.

ચામાચીડિયાને કેવી રીતે બચાવે છે આ લાલ લાઈટ

સફેદ અને વાદળી પ્રકાશવાળી LED લાઈટ્સ ચામાચિડીયા માટે કાળ સાબિત થઈ રહી હતી. ફૂલ પ્રકાશ ચામાચિડીયાને આંધળા કરી નાખે છે અને તેમના શિકાર કરવાની ક્ષમતા પણ ખતમ કરી નાખે છે. વૈજ્ઞાનિક શોધ કહે છે કે લાલ પ્રકાશની વેવલેન્થ વધારે હોય છે, જેનાથી ચામાચિડીયાને કોઈ નુકસાન થતું નથી અને તેનાથી તેમની પ્રાકૃતિક ગતિવિધિઓમાં કોઈ અડચણ આવતી નથી.

લાલ સ્ટ્રીટ લાઈટ્સ ચામાચીડિયાને હેરાન કરતી નથી અને માણસો માટે રસ્તા પર વિઝિબિલિટી બનાવી રાખે છે. ડેનમાર્કનો આ પ્રોજેક્ટ આખી દુનિયાને શીખવાડી રહ્યો છે કે આપણે આધુનિકતા સાથે સાથે વન્યજીવોનું ખ્યાલ કેવી રીતે રાખી શકીએ. જો કે જ્યાં રસ્તા ખાલી છે, ત્યાં લાલ લાઈટ્સ લગાવી છે, પણ જ્યાં ચોક છે, ત્યાં સુરક્ષાની દ્રષ્ટિથી હજુ પણ સફેદ લાઈટનો ઉપયોગ થઈ રહ્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *