દિવાળી ઘર સજાવટ આઈડિયા, મંદિર થી લઇ બાલ્કની ડેકોરેશન માટે ટીપ્સ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Diwali Decor Concepts : દિવાળી પર ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. આ માટે ઘરની સફાઇ અને કલર પેઇન્ટ કર્યા બાદ ફુલ, લાઇટથી ડેકોરેશન કરવામાં આવે છે. આજના સમયમાં મોટાભાગના લોકો ફેસ્ટિવલ શોપિંગ માટે બજારો તરફ વળી રહ્યા છે. ડેકોરેટિવ લાઇટથી લઈને હેગિંગ ડેકોરેશન સુધી, તેઓ વિવિધ વસ્તુઓ ખરીદી રહ્યા છે. જો કે, આ સમય દરમિયાન, ઘણી વખત આપણે વિચાર્યા વિના એવી વસ્તુઓ લાવીએ છીએ, જે ઘરમાં બહુ ખાસ લાગતી નથી. તેથી જ ઘરની સજાવટ માટે, એવી વસ્તુઓ પસંદ કરો જે ખાસ દેખાય છે.

જો તમે દિવાળી માટે ઘરની સજાવટને લઈ મૂંઝવણમાં છો, તો તમે અહીં જણાવેલ પદ્ધતિઓની મદદ લઈ શકો છો. તમે સજાવટ માટે કેટલીક વસ્તુઓ ખરીદી શકો છો, જે બાલ્કની થી લઇ મંદિરને ખાસ લુક આપવામાં મદદ કરી શકે છે.

ગલગોટાના ફુલોની માળા

તહેવાર પર ગલગોટાના ફૂલોની સજાવટ ખૂબ જ આકર્ષક અને સુંદર લાગે છે. ગલગોટાના ફુલોની માળાથી તમે મંદિર, બાલ્કની, લિવિંગ રૂમ અને મુખ્ય દરવાજાની સજાવટ કરી શકો છો. આ માળાઓની વચ્ચે લાઇટિંગ મૂકી શકાય છે. જેનાથી ઘર સુંદર અને આકર્ષક બનાવી શકે છે.

હેંગિંગ ફાનસ (LED લાઇટ્સ વાળા)

હેંગિગ ફાનસનો ઉપયોગ બાલ્કની, લિવિંગ રૂમમાં અથવા છતની સજાવટ માટે થઈ શકે છે. દિવાળીની સજાવટ ઉપરાંત, તમે તેનો ઉપયોગ લગ્ન અથવા ખાસ પ્રસંગો માટે પણ કરી શકો છો. તેને દિવાળીની ખરીદીમાં શામેલ કરવાની ખાતરી કરો જેથી ઘરના ખૂણાને લાઇટથી શણગારી શકાય.

દરવાજા માટે તોરણ

દિવાળીની સજાવટ દરવાજા પર તોરણ લગાવ્યા વગર અધૂરી દેખાઈ શકે છે. મુખ્ય દરવાજા અને મંદિરમાં તોરણ લગાવવું શુભ માનવામાં આવે છે. તમે તેને જાતે પણ બનાવી શકો છો. રંગીન પેપર, બંગડી, ફુલ, પાંદડા અને અન્ય ઘણી વસ્તુઓ માંથી ઘરે સરળતાથી બનાવી શકાય છે. મુખ્ય દરવાજા પર તોરણ લગાવીને તમે બાજુની દિવાલો પર લાંબા લટકાવી શકો છો.

કમળના ફૂલ વાળા હેંગિગ

દિવાળી પર ઘરની સજાવટને ખાસ અને યુનિક બનાવવા માટે તમે કમળના ફૂલોના હેંગિગનો ઉપયોગ કરી શકો છો. જે તમે લિવિંગ રૂમની દિવાલો પર, દરવાજાની બાજુ પર અને બાલ્કનીમાં મૂકી શકો છો. તમે તેને ઘરે પણ તૈયાર કરી શકો છો. તેને રંગીન કાગળ, બંગડી અને કાર્ડબોર્ડની મદદથી બનાવી શકાય છે. જો કે, તમને બજારમાં આવી તૈયાર ડેકોરેટિવ આઇટમ સરળતાથી મળી જશે.

ફેરી લાઇટ્સ અને LED લેમ્પ્સ

જો તમે બજેટમાં દિવાળીની સજાવટ કરવા માંગતા હો, તો તમે એવી વસ્તુઓ પસંદ કરી શકો છો જે પછીથી પણ કામમાં આવશે. ફેરી લાઇટ્સ અને એલઇડી લેમ્પ્સ આ માટે શ્રેષ્ઠ વિકલ્પો હોઈ શકે છે. તમે તેનો ઉપયોગ લિવિંગ રૂમ, બાલ્કની, મંદિર અને પ્રવેશદ્વાર સજાવટ માટે કરી શકો છો. તેનાથી ઘર વધુ તેજસ્વી બનશે અને રાત્રે સુંદર દેખાશે.

આ પણ વાંચો | જૂના દીવાની સજાવવા માટે 4 સરળ રીત, દિવાળી પર ઘરની સુંદરતા વધશે

બ્રાસ પ્લાન્ટર્સ

લિવિંગ રૂમ, સીડી, બાલ્કની, રસોડું અને બેડરૂમની સજાવટ માટે, તમે બ્રાંસ પ્લાન્ટર્સ ખરીદી શકો છો. દિવાળી પછી પણ ઘરની સજાવટમાં તેનો ઉપયોગ કરી શકાય છે. તે દેખાવમાં આકર્ષક અને સુંદર લાગે છે, જેમાં તમે ડેકોરેટિવ પ્લાન રોપી શકો છો. લિવિંગ રૂમ અને પ્રવેશ દ્વાર પાસે રંગબેરંગી પાંદડાવાળા છોડ મૂકી શકાય છે. સાથે જ તેમને લાઇટિંગથી સજાવો, જેનાથી ઘરમાં દિવાળીની વાઇબ આવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *