Ramayana : રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ 5 નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અમેરિકાના લોસ એન્જલસમાં વર્લ્ડ પ્રીમિયર બાદ નિર્માતાઓએ ભારતમાં ફિલ્મનું પ્રમોશન શરુ કરી દીધું છે. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર નિતેશ તિવારીએ કહ્યું હતું કે ફિલ્મના એક સીન માટે તેમને લગભગ સાડા 6 વર્ષનો સમય લાગ્યો હતો. તેમને તે એક સીન તૈયાર કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. સાથે તેમણે આ સીન પૂર્ણ કરવા પાછળની સખત મહેનત અને બારીકાઈઓ વિશે પણ વાત કરી.
ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે હોસ્ટ સુમ સાથે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેમણે ફિલ્મને લગતી કેટલીક રસપ્રદ કહાની ચાહકો સાથે શેર કરી હતી. દિગ્દર્શક નિતેશ તિવારીએ કહ્યું કે કહાની ફાઇનલ થયા બાદ અસલી કામ શરૂ થયું. તેને સ્ક્રીન પર બતાવવું એ પોતે જ એક મોટો પડકાર હતો. તેના માટે લાંબા સમય સુધી સંશોધન અને તૈયારીની જરૂર હતી.
એક સીન પુરો કરવામાં સાડા 6 વર્ષનો સમય લાગ્યો
એક સીનનું ઉદાહરણ આપતાં દિગ્દર્શક નીતિશ તિવારીએ કહ્યું હતું કે રાવણ અને જટાયુ વચ્ચેની લડાઈનો એક સીન પૂરો કરવામાં સાડા છ વર્ષનો સમય લાગ્યો હતો. આ સીન વિશે તેમણે પહેલીવાર વીએફએક્સ કલાકારોને કહ્યું ત્યારથી તેને ફાઇનલ સ્વરૂપ આપવામાં લગભગ સાડા છ વર્ષ લાગ્યા હતા.
ઘણા લોકોની વર્ષોની મહેનત
પાત્રો બનાવવાથી લઈને ફિલ્મની વિઝ્યુઅલ એસેટ્સ બનાવવા સુધી, દરેક નાની-નાની વસ્તુ પર ઘણી મહેનત કરવામાં આવી હતી. નિતેશના જણાવ્યા અનુસાર આ દરમિયાન ટીમે ઘણી નવી બાબતો પણ શીખવી પડી હતી. આ જ કારણ છે કે ‘રામાયણ’ને પડદા પર લાવવાની પ્રક્રિયા આટલી લાંબી હતી. ફિલ્મના એક-એક સીન પર આ જ રીતે સમય લગાવવામાં આવ્યો છે. તેથી જ આ ફિલ્મને બનાવવામાં આટલો સમય લાગ્યો છે.
રણબીર કપૂર અને સાઇ પલ્લીવી ની ફિલ્મ રામાયણ કેવી છે? વિદેશમાં પ્રીમિયર પછી સામે આવ્યા રિવ્યૂ
મહર્ષિ વાલ્મીકિની ‘રામાયણ’ના મહત્વના દ્રશ્યો સામેલ છે
ફિલ્મ ‘રામાયણ’ બનાવવા માટે ઘણા લોકોની વર્ષોની મહેનત છે, કારણ કે ફિલ્મમાં મહર્ષિ વાલ્મીકિની મૂળ ‘રામાયણ’થી લઈને ‘રામાયણ’ની બાકીની આવૃત્તિઓ સુધીના કેટલાક મહત્વપૂર્ણ દ્રશ્યો ફિલ્મમાં સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારીનું કહેવું છે કે દેશમાં રામાયણની 300 થી વધારે અલગ-અલગ એડિશન છે.
ફિલ્મ ‘રામાયણ’ 5 નવેમ્બરે રિલીઝ થશે
રણબીર કપૂર, સાંઈ પલ્લવી, યશ, રવિ દુબે સ્ટારર ફિલ્મ રામાયણ 5 નવેમ્બરે રિલીઝ થશે. ફિલ્મ ‘રામાયણ પાર્ટ વન’નો રનટાઇમ 195 મિનિટ એટલે કે 3 કલાક 15 મિનિટનો રહેવાનો છે. આ ફિલ્મ જોવા માટે ચાહકોએ લગભગ સાડા ત્રણ કલાકનો સમય કાઢવો પડશે.
