નોકિયા 2360 ફ્લિપ ફોન લોન્ચ, કિંમત અને ફીચર જાણો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Nokia 2360 Flip Telephone Launch : નોકિયા ફોન બનાવતી HMD કંપનીએ એક ખાસ મોબાઇલ Nokia 2360 Flip લોન્ચ કર્યો છે. નોકિયા 2360 ફ્લિપ ફોન છે, જૂના ફ્લિપ ફોનની યાદ અપાવે છે. તેની સૌથી મોટી ખાસિયત ફ્લિપ બોડી અને ડ્યુઅલ ડિસ્પ્લે છે. કંપનીનું કહેવું છે કે, આ ફીચર ફોન બાળક અને ઉંમર લાયક લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. લેટેસ્ટ નોકિયા ફોન રિમોટ અસિસ્ટેન્ટ સોફ્ટવેર અને ડેડિકેટેડ ઇમરજન્સી હાર્ડવેર સાથે આવે છે.

નોકિયા 2360 Flip ફોનના મેન હાઇલાઇટ Household Help કેપેબિલિટી છે, જે ઓથોરાઇઝ્ડ ફેમિલી મેમ્બરને ફોનના સેટિંગ રિમોટલી એક્સેસ કરવાની મંજૂરી આપી છે. આ ફંક્શન વડે યુઝર ફોનનું વોલ્યૂમ લેવલ, રિમાઇન્ડર અને રિમોટલી એક્સેસ કરી શકે છે. તેની સાથે જ સેફ્ટી માટે ફોનમાં એક્સટર્નલ SOS બટન આપ્યું છે. તે એક્ટિવ કરવા પર સિલેક્ટેડ કોન્ટેક્સને ઇમરજન્સી ટેક્સટ SMS મોકલે છે.

Nokia 2360 Flip સ્પેસિફિકેશન

નોકિયા 2360 Flip ફોનમાં 2.8 ઇંચની પ્રાયમરી ડિસ્પ્લે મળે છે, જેની 320 x 240 રિઝોલ્યુશન પિક્સલ છે. તે QVGA પનેલ છે. આ ફોનની સેકન્ડરી ડિસ્પ્લેની વાત કરીયે તો તેની સાઇઝ 1.77 ઇંચ છે, તેની 160 x 128 પિક્સલ રિઝોલ્યુસન છે, જે QQVGA પેનલ છે. આ ફોન નોકિયાના સિમ્બિયન 30+ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે. ફોનમાં 4MBની ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે, જેને માઇક્રો એસડી કાર્ડ વડે 32GB સુધી વધારી શકાય છે.

નોકિયા 2360 ફ્લિપ ફીચર ફોનમાં FM Radio અને MP3 પ્લેયર આપ્યા છે. તે ફોન ડ્યુઅલ બેન્ડ 900/1800MHz (ડ્યુઅલ સિમ) સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે નવા નોકિયા ફ્લિપ ફોનમાં USB Sort C પોર્ટ આપ્યું છે. તેની સાથે જ ફોનમાં 3.5mm ઓડિયો હેડફોન જેક મળે છે. આ ફોનનું કદ 111.85 × 55.56 ×18.95mm અને વજન 121 ગ્રામ છે.

આ પણ વાંચો | વાજબી કિંમતમાં ધાસું સેમસંગ ગેલેક્સી A08 ફોન લોન્ચ 6000mAh બેટરી અને 6 વર્ષ OS અપડેટ

નોકિયા 2360 Flip ફોનમાં કંપનીએ 1450mAhની રિમૂવેબલ બેટરી આપી છે. આ ફોનની બેટરી વિશે કંપનીનો દાવો છે કે, તે સિંગલ ચાર્જિંગમાં 15 દિવસ સુધી સ્ટેન્ડબાય પાવર બેકઅપ અને 27.5h કલાકનો ટોકટાઇમ આપે છે. નોકિયા 2360 ફ્લિપ ફોન 3 કલર ઓપ્શન – ચારકોલ, ટીલ અને બરગંડી રેડ કલરમાં ઉપલબ્ધ છે. હાલ આ ફોનની કિંમતની જાણકારી જાહેર કરાઇ નથી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *